________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિના બીજો કોઈ મારી નજરમાં આવતો નથી.''૧૮ આમ શિક્ષક બનતાં પૂર્વે તેમની યોગ્યતાથી તેઓ સમાજમાં જાણીતા બની ચૂક્યા હતા. ૧૮૬૬માં તેમને પાઠશાળામાં કાર્યકારી શાસ્ત્રીજી તરીકે નીમવામાં આવ્યા હતા. જૂન, ૧૮૬૬થી તેઓ જૂનાગઢથી પ્રસિદ્ધ થતા “સૌરાષ્ટ્ર દર્પણ” માસિકના સંપાદક-તંત્રી અને જૂનાગઢની “જ્ઞાન ગ્રાહક સભા'ના સેક્રેટરી નીમાયા હતા. ૧૮૬૬ના વર્ષના અંત ભાગમાં તેઓ જૂનાગઢ રાજ્ય માટે છાપખાનું લેવા મુંબઈ ગયા હતા. ત્યારે તેમનો માસિક પગાર રૂ. ૨૦ કરાયો હતો. ત્યાર પછી તેઓ ૧૮૭૭ સુધી જૂનાગઢ દરબારી પ્રેસના મેનેજર બનાવાયા હતા. ૧૮૮૧માં તેઓ જૂનાગઢમાં ઇતિહાસ પુરાતત્ત્વ) ખાતાંની નોકરીમાં રહ્યા હતા. ૧૯ પછીથી ૧૮૮૮માં તેમની નિમણૂક રાજકોટમાં વૈટસન મ્યુઝિયમમાં પ્રથમ ક્યૂરેટર તરીકે થઈ હતી. ક્યુરેટર તરીકે તેઓ ૧૮૮૮ થી ૧૯૧૦ સુધી રહ્યા. ત્યારે તેમનો પગાર માસિક રૂ. ૧૦૦ હતો.
- વોટસન મ્યુઝિયમના પ્રથમ ક્યૂરેટર તરીકેની તેમની ૧૮૮૮ થી ૧૯૧૦ સુધીની ૨૨ વર્ષની કામગીરીમાં તેમની વિદ્વત્તાથી ઇતિહાસ સંશોધન - આધાર સાધન સંગ્રહણ – પુરાવશેષોની જાળવણી - લેખો અને સિક્કાઓનું એકત્રીકરણ - ઉત્નનન જેવા ક્ષેત્રો પ્રભાવિત થયાં હતાં. તેમની આ કામગીરી અત્યંત મહત્ત્વની ગણાય છે. ઉપરોક્ત બધા ક્ષેત્રે ક્યૂરેટર બન્યાં પૂર્વે પણ તેમણે ઘણી પ્રશસ્ય કામગીરી બજાવી હતી. તેથી તેમના ઇતિહાસથી સંબંધિત વિવિધ ક્ષેત્રોની કામગીરીનું સરવૈયું આ પ્રમાણે આપી શકાય :
- ઈ.સ. ૧૮૬૨માં ભગવાનલાલ ઇંદ્રજીના સહાયક નિમાયા ત્યારથી શરૂ કરીને તેમની ઇતિહાસના વિવિધ ક્ષેત્રોની સેવા છેક ૧૯૧૦ સુધી અવિરતપણે ચાલુ રહી હતી. આમ, લગભગ અર્ધી સદી સુધી તેમણે આ ક્ષેત્રે નિષ્ઠાપૂર્વક પોતાનું યોગદાન આપ્યું હતું. ૧૮૬૨માં વલ્લભજીએ જૂનાગઢના અનેક ઐતિહાસિક સ્થળોનો પ્રવાસ કર્યો હતો તથા અશોક, રુદ્રદામાન તથા સ્કંદગુપ્તના જૂનાગઢમાં આવેલા શિલાલેખ ઉપરથી સુદર્શન તળાવના સ્થળનું સંશોધન કરવા પ્રેરાયા હતા. સુદર્શન તળાવ સુવર્ણસિકતા અને પલાશિની નદીના સંગમ સ્થળે બાંધવામાં આવ્યું હતું. સુવર્ણસિકતા નદી તો આજે પણ છે. પરંતુ પલાશિની ક્યાંય જોવા મળતી નથી. તેથી તે નદીનું મૂળ શોધવા તેમણે જંગલમાં ફરી વળીને આધારભૂત કહી શકાય તેવાં અનુમાનો ર્યા હતાં જેણે ભાવિ શોધક માટે ઘણી વિગતો પૂરી પાડી છે. તેમણે સુદર્શન તળાવની પાળ માટે જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસેનું સ્થળ દર્શાવ્યું હતું. વર્તમાન યુગના કેટલાક શોધકોએ આચાર્ય વલ્લભજીની ધારણાને અનુમોદન આપ્યું છે. આ સમગ્ર વર્ણન તેમની શોધક પ્રતિભા તથા ઓગણીસમી સદીમાં દેશી સપૂતો દ્વારા થયેલ સંશોધન પ્રવૃત્તિનો ખ્યાલ આપે છે, ઉપરાંત તેમણે ઘૂમલીની મુલાકાત લીધી હતી અને ત્યાંના ઐતિહાસિક અવશેષોનો અભ્યાસ કર્યો હતો.
ઈ.સ. ૧૮૭૮ સુધીમાં તેમણે અશોકનો શિલાલેખ, રાખેંગારનો મહેલ, ગિરનારનાં જૈન મંદિરો ખાપરા કોડિયાનાં ભોયરાં, પ્રાચીન વાવ તથા જૂનાગઢના ઉપરકોટના કિલ્લાના ઇતિહાસ અંગેની માહિતી એકત્ર કરી હતી. આ વિષયો ઉપરનું જ્ઞાન જૂનાગઢમાં તેમના સિવાય બીજા કોઈને ન હતું. છતાં તેઓ તો નમ્રતાપૂર્વક કહેતા કે “મારા આ જ્ઞાનનો પ્રતાપ કેવળ ભગવાનલાલ ઇંદ્રજીનો છે.” આમ પોતાની ઇતિહાસસાધનામાં તેમણે ભગવાનલાલ ઇદ્રજીનો ઋણ સ્વીકાર કર્યો હતો.
કર્નલ જે. ડબલ્યુ. વોટસનને કાઠિયાવાડના ઇતિહાસમાં ખૂબ રસ હતો. તેથી તેમણે તે અંગેની વિગતો વિવિધ લોકો પાસેથી મેળવી એકત્ર કરી હતી. તેમાં પણ આચાર્ય વલ્લભજી હરિદત્તે તેમની ઘણી મદદ કરી હતી. આ બધાની પાસેથી મળેલી માહિતીનો સંચય કરીને વોટસને “બોમ્બે પ્રેસિડેન્સી ગેઝેટિયર, વૉલ્યુમ, ૮” અંગ્રેજીમાં બહાર પાડ્યું હતું. તે કાઠિયાવાડ અંગે હોવાથી ગુજરાતીનું તેનું નર્મદાશંકર લાલશંકરે કરેલું ભાષાંતર “કાઠિયાવાડ સર્વસંગ્રહ” નામથી બહાર પડ્યું હતું. આ ગ્રંથની અંગ્રેજી આવૃત્તિની પ્રસ્તાવનામાં દર્શાવવામાં આવ્યું છે કે “આચાર્ય વલ્લભજી હરિદત્ત જેમને કાઠિયાવાડ પ્રાંતના ઇતિહાસની તથા બીજી સામાન્ય બાબતોની
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૧૧૧
For Private and Personal Use Only