SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંસ્કૃતમાં લખાણ કર્યું હતું. વલ્લભજી આચાર્યની આ સાહિત્ય-પ્રીતિ એ સૌરાષ્ટ્ર-જૂનાગઢના તત્કાલીન વિદ્વાન અને સુધારક શ્રી મણિશંકર કીકાણી સાથેના તેમના સંપર્કનું પરિણામ હતું. જૂનાગઢના ભગવાનલાલ ઇંદ્રજી, વલ્લભજી હ. આચાર્ય જેવા પુરાવિદો, ભગવાનલાલ સંપતરામ છત્રપતિ જેવા ઈતિહાસ રચિયતા અને ગોરાભાઈ રા.પાઠક જેવા ધર્મશાસ્ત્રજ્ઞ વ્યક્તિઓની પ્રવૃત્તિઓને ઉત્તેજન આપી તેમને પ્રકાશમાં લાવનાર મણિશંકર કીકાણી હતા. તે સર્વને પોતપોતાની પસંદગીની પ્રિય પ્રવૃત્તિ કરવામાં જોઈતી આવશ્યક સહાય તથા સલાહ પણ એઓ જ આપતા હતા. આમ આ બધા મણિશંકર કીકાણીના શિષ્યમંડળમાં હતા. 19 મણિશંકરના વેદના જ્ઞાન અંગે તો કવિ દલપતરામે પણ નોધ્યું હતું કે વેદ તણા બહુ ભેદ વિલક્ષણ, શુદ્ધ ચિત્તે ચતુરાઈ ભાંગી શકે ભવભેદ ભયંકર, શંકર કે મણિશંકરભાઈ.”11 વલ્લભજી સંસ્કૃત સાહિત્યની પ્રીતિને કારણે જ ૧૮૭૯માં નરસિંહ પ્રસાદે મહારુદ્ર યજ્ઞ કર્યો તેનો વૃત્તાંર તથા તેના મંત્રોની વિગતો દર્શાવતો લેખ તેમણે કર્નલ વૉટ્સનને મોકલ્યો હતો. તેનાથી તેઓ અત્યંત પ્રસન્ન થયા હતા. ઉપરાંત સાહિત્યની રચનામાં તેઓ બીજાને ઉપયોગી પણ બન્યા હતા. જેમ કે – (૧) તેમણે લીલાધરે રચેલ “શિવરહસ્ય”ની અનુક્રમણિકા તથા પ્રસ્તાવના લખી આપી હતી. (૨) તો દીવના નારાયણ હેમચંદ્રને “વીર બાળક” નાટકનાં ગણિત લખી આપ્યાં હતાં. (૩) તો હદ્વાર જેઠા મહારાજને કેટલાંક આખ્યાનમાં મરાઠીમાંથી ગુજરાતી કવિતા તથા સૈછી આખ્યાન લખી આપ્યાં હતાં.૧૩ ઉપરોક્ત વિગતોથી ગુજરાતી તથા સંસ્કૃત સાહિત્ય પ્રત્યેની તેમની રુચિ, રસ અને પ્રીતિ જાણી શકાય છે. પરંતુ તેમની સાહિત્ય પ્રીતિ કરતાં પણ પુરાતત્ત્વ તથા ઇતિહાસના અધ્યયન અને સંશોધનની પ્રીતિ સવિશેષ હતી. તેમણે અનેક શિલાલેખો, તામ્રપત્રો, મૂર્તિઓ, સિક્કાઓ વગેરે શોધી કાઢી સૌરાષ્ટ્ર-પ્રદેશના ઇતિહાસ ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે. ઇતિહાસનું સંશોધન કરતા વિદ્વાનો માટે તેમણે પાડેલી કેડી ઉપર અનેક વિદ્વાનો આગળ વધ્યા છે. વલ્લભજી બાલ્યવયથી સંસ્કૃતના ચાહક અને કવિ હતા. પંડિત ભગવાનલાલ ઇંદ્રજીના સહવાસથી ઈતિહાસ અને પુરાતત્ત્વના સંશોધન તરફ તેમનું ધ્યાન ખેંચાયું હતું. તેમનું હીર તેઓ પારખી શક્યા હતા. તેથી તેમની ભલામણ મુંબઈના ડૉ.ભાઉદાજીએ ૧૮૬૨માં તેમને માસિક રૂા. દસના પગારથી ભગવાનલાલ ઇંદ્રજીના સહાયક તરીકે જૂનાગઢમાંના અશોક તથા પ્રભાસ પાટણના લેખોની નકલ કરવા નીમ્યા હતા. ત્યારથી જૂના શિલાલેખો સિક્કા વગેરે તરફ તેમનું ધ્યાન કેન્દ્રિત થયું." આમ ભાઉદાજીના પરિચયમાં આવતાં ભગવાનલાલ ઇંદ્રજી તથા વલ્લભજી આચાર્યની દૃષ્ટિમાં પરિવર્તન આવ્યું હતું. પરિણામે તેમની દષ્ટિ વધુ સંશોધનલક્ષી બની હતી. ઈ.સ. ૧૮૬૩માં વલ્લભજી આચાર્ય પ્રભાસપાટણ ગયેલા. ત્યાંના શિલાલેખોની નકલ લઈ એક પુસ્તકરૂપે તેને બાંધી તે કર્નલ જે.ડબલ્યુ. વૉટ્સનને બતાવી હતી. તેના કારણે સૌરાષ્ટ્ર પ્રદેશના ઇતિહાસ અને પુરાતત્ત્વમાં રસ ધરાવતા થયેલા વૉટ્સન સાથે વલ્લભજીની ઓળખાણ થઈ હતી. જો કે આ બંનેની પ્રથમ મુલાકાત તો દેલવાડા મુકામે થઈ હતી. ભાઉદાજીએ સોંપેલી કામગીરી પૂર્ણ થયા પછી તેમણે જૂનાગઢ રાજ્યની નોકરી સ્વીકારી હતી. તેઓએ ૧૮૬૫ થી ૧૮૮૮ સુધી કુલ ૨૩ વર્ષ જૂનાગઢ રાજયમાં વિવિધ હોદ્દાઓ ઉપર કામ કર્યું હતું. ૧૮૬૫માં સૌ પ્રથમ તેઓ માસિક રૂા. દસના પગારથી જૂનાગઢ કન્યાશાળામાં શિક્ષક નીમાયા હતા. ત્યારે સુંદરજી કુબેરદાસ મેતાજી શિક્ષણ ખાતામાં ઇન્સ્પેકટર હતા. ૭-૧૧-૧૮૬૪ની તેમની નોધ પ્રમાણે “કન્યાશાળાનું કામ ચલાવવા પીઢ, ઠરેલ મતનો, લાજવાળો, સમઝુ, વરણાગીયો ન હોય, લોકોનો વિશ્વાસપાત્ર હોય અને સમજાવવાની શક્તિવાળો અને ઘણી નાની ઉંમરનો ન હોય તેવો ગુણવાન પુરુષ શિક્ષક તરીકે જોઈએ છે. તે માટે વલ્લભજી પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૧૧૦ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy