________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વલ્લભજી હરિદત્ત આચાર્ય (૧૮૪૦-૧૯૧૧)
પ્રા. ડૉ. એસ.વી.જાની
ગુજરાત સહિત ભારતના ઇતિહાસમાં સૌરાષ્ટ્ર પ્રદેશના જૂનાગઢનું ઐતિહાસિક ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. જૂનાગઢ શહેર તથા તેની પાસેનો ગિરનાર પર્વત અતિ પ્રાચીન છે. વળી જૂનાગઢ તેના મૌર્ય, શક તથા ગુપ્ત વંશના ત્રિ-લેખથી પ્રાચીન ઇતિહાસના જાણકારીના સાધનોની દષ્ટિએ વિશિષ્ટ મહત્ત્વ ધરાવે છે. ગુજરાતમાં જૂનાગઢ જિલ્લામાં સૌથી વધુ એટલે કે ૧૩૦ રક્ષિત સ્મારકો છે. જૂનાગઢ જિલ્લામાં જેમ મહત્ત્વના ઐતિહાસિક સાધનો અને સ્મારકો છે, તેમ તેમાં આ સ્મારકોની વિશ્વસનીય આધારભૂત ઐતિહાસિક માહિતી પૂરી પાડનાર ત્રિપુટી ભગવાનલાલ ઇંદ્રજી આચાર્ય વલ્લભજી હરિદત્ત અને તેમના પુત્ર આચાર્ય ગિરજાશંકર વલ્લભજી – પણ જૂનાગઢની દેન છે. ભગવાનલાલ ઇન્દ્રજી ને ગુજરાતના ઇતિહાસના સંશોધકોની હારમાળામાં રત્ન કહી શકાય. ૧૮૮૪માં જર્મનીની લીડન યુનિવર્સિટીએ તેમને માનદ ડૉકટરેટની પદવી આપી તેમની વિદ્વાતાનું બહુમાન કર્યું હતું. આમ પોતાના સંશોધનકાર્યથી તેમણે ગુજરાતને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા અપાવી હતી. તેમના મદદનીશ રહી ચૂકેલા અને તેમની પાસેથી અવારનવાર માર્ગદર્શન મેળવનાર આચાર્ય વલ્લભજી હરિદત્ત પણ જૂનાગઢના મહત્ત્વના ઇતિહાસજ્ઞ હતા.
આચાર્ય વલ્લભજી હરિદત્તનો જન્મ વડનગરા નાગર કુટુંબમાં ઈ.સ.૧૮૪૦ માં થયો હતો. તેમના વડીલો પૂર્વજોનું મૂળવતન પ્રાંતિજ હતું. તેમના મૂળપુરૂષ ગોપાલ ઋષિ હતા તેથી તે ગોપાલ ગોત્રના કહેવાયા.' વલ્લભજીના દાદા મોહનજી ઘોઘામાં રહેતા હતા. વલ્લભજી પછી પાંચ વર્ષે પંડિત ગફુલાલનો જન્મ જૂનાગઢમાં થયો હતો. પછીથી સારા વક્તા, સંગીતકાર શતાવધાની અને ગણિતજ્ઞ બનેલા પંચ ગઢુલાલે ભારત માર્તડની પદવી મેળવી હતી.તે ગઠ્ઠલાલના પિતા ઘનશ્યામ ભટ્ટના જૂનાગઢમાં ત્રણ મુખ્ય શિષ્ય હતા - વલ્લભજી હરિદત્ત આચાર્ય, જટાશંકર હરજીવન વોરા અને ગોરાભાઈ રામજી પાઠક.
વલ્લભજીની પ્રથમ પત્નીનું ૧૮૫૭માં અવસાન થયું પછી ૧૮૫૮માં ૧૮ વર્ષની ઉંમરે તેમણે બીજાં લગ્ન કર્યા હતાં. તે વર્ષથી જ તેમણે સંસ્કૃતમાં શ્લોક રચવાની શરૂઆત કરી હતી. આમ કિશોરવયથી તેઓ સંસ્કૃતમાં રચનાઓ કરતા હતા. પછીથી તેઓ એક સારા કવિ અને સંસ્કૃત સાહિત્યના વિદ્વાન અને પુરાવિદ તથા ઇતિહાસકાર તરીકે પ્રસિદ્ધ થયા હતા. તેમણે “કીર્તિકૌમુદી', “પ્રબોધ ચંદ્રોદય', તથા વાલ્મીકિના સંસ્કૃત ભાષામાં લખાયેલા રામાયણ વગેરે ગ્રંથોનું ગુજરાતીમાં ભાષાંતર કર્યું હતું.'
ઉપરાંત તેમની અન્ય કૃતિઓ હતી- વાઘેશ્વરીની હમચી (૧૮૬૧), ચંડીપાઠના સારનો ગરબો (૧૮૬૨), ચંદ્રહાસ આખ્યાનના દુહા (૧૮૬૨), ચંડી આખ્યાન (૧૮૯૨), ગુજરાતી ભાષાનું વ્યાકરણ, મંગળાષ્ટક સંગ્રહ, નરભેરાયના દુહા, ગુજરાતી ધાતુકોશ, આરતીમાળા, ઋસંહિતા, મહારુદ્ર પદ્ધતિ, હસ્ત શ્રાદ્ધ પદ્ધતિ વગેરે.” ઉપરાંત તેમનો કાવ્યસંગ્રહ વલ્લભ વિલાસ” પ્રગટ થયો હતો. ૧૮૮૫માં તેમણે લૉર્ડ રિપન વિશેની રચના કરી હતી. ઉપરાંત પ્રાશકોશ, અપભ્રંશ-કોશ, દામોદર માહાભ્ય વગેરે તેમની અપ્રગટ રચનાઓ હતી. કર્નલ વૉટ્સનના અવસાન પછી તેમણે ૧૮૮૯ માં “વોટ્સન-વિયોગ' ગ્રંથ લખવાનું શરૂ કર્યું હતું. તે ગ્રંથ ૧૮૯૬માં વઢવાણથી પ્રસિદ્ધ થયો હતો. આ ગ્રંથના કર્તા તરીકે તેઓએ પોતાને આચાર્ય વલ્લભજી હરિદત્ત જૂનાગઢ દર્શાવ્યા છે. ઉપરાંત તે પૂર્વે તે ઘોઘારી (ધોઘા નિવાસી) અને ઉમાકારી હતા તેમ પણ દર્શાવ્યું છે. સંસ્કૃત પ્રત્યે તેમની એટલી બધી પ્રીતિ હતી કે તેઓ નાસિક-ત્યંબકની યાત્રાએ ગયેલા ત્યારે તીર્થગોરના ચોપડામાં પણ * નિવૃત્ત પ્રાધ્યાપક અને અધ્યક્ષ, અનુસ્નાતક ઈતિહાસ વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૯
For Private and Personal Use Only