________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભલામણો કરી હતી. આ બન્યું ત્યારે તેઓ વૅટ્સન મ્યુઝિયમના ક્યૂરેટર હતા. તેમાં પણ ઈ.સ. ૧૯૦૦માં છપ્પનિયો દુકાળ પડ્યો ત્યારે સૌરાષ્ટ્રનાં ખોલાયેલાં રાહતકામો દરમ્યાન અનેક સ્થળોએથી ખોદકામમાં પ્રાચીન અવશેષો, મૂર્તિઓ, લેખો, સિક્કાઓ ઉપલબ્ધ થયા હતા. તેમને વિવિધ સ્થળે સંગૃહિત કરાવવામાં પણ વલ્લભજી ઉપયોગી બન્યા હતા.
૧૮૮૮માં વૉટ્સન મ્યુઝિયમમાં (ત્યારે તેનું નામ કાઠિયાવાડ વિક્ટોરિયા જયુબિલી મ્યુઝિયમ હતું) ક્યુરેટર નિમાયા પછી વલ્લભજીએ ૧૮૮૯માં વૅટ્સન સાહેબના આગ્રહથી તેમની સાથે વંથલી, ચોરવાડ, પ્રભાસ પાટણ, ઉના, દેલવાડા, દીવ, તુલસીશ્યામનો પ્રવાસ કર્યો હતો. પછીથી ૧૮૯૦માં તેમણે પોતે એકલા માંગરોળ, માધવપુર, દ્વારકા અને ખંભાળિયાનો પ્રવાસ કર્યો હતો. આ પ્રવાસ દરમ્યાન જે ગામોની તે મુલાકાત લેતા તેની માહિતી પણ એકત્ર કરતા અને ગ્રામ-સર્વસંગ્રહ તૈયાર કરવા માટેનું આ પ્રથમ કદમ હતું એમ કહી શકાય. વળી તત્કાલીન નિયમાનુસાર વટ્સન મ્યુઝિયમના ક્યુરેટર વર્ષમાં કુલ ત્રણ મહિના પ્રવાસ કરવો ફરજિયાત હતો. આ પ્રવાસમાં પણ તેમને ઘણા લેખો, સિક્કાઓ, મૂર્તિઓ પ્રાપ્ત થઈ હતી. આમ મ્યુઝિયમના સંગ્રહમાં વૃદ્ધિ થવામાં પણ તેઓ નિમિત્ત બન્યા હતા.
પોતાના પ્રવાસો દરમ્યાન તેમણે કરેલી કામગીરીની નોંધ તેમની ડાયરીમાં તેઓ નિયમિત રીતે કરતા. તેમની ડાયરીમાં ૨૨-૫-૧૮૯૬ની નોંધ પ્રમાણે તેમણે જૂનાગઢમાં નેમિનાથના પગલાંના લેખ, ધાતુના સિંહાસનના ચાર લેખ, નેમિનાથ મંદિરની સ્થાપનાના બે લેખ, વસ્તુપાળ-તેજપાળના સાત લેખ, ગૌમુખીના તથા ખાપરા કોડિયાના ભોંયરાના લેખની છાપો (રબીંગ) લીધી હતા. ઉપરકોટના સાત અક્ષરના સ્તંભલેખની છાપ પણ લીધી હતી. વઢવાણની ગંગાવાવમાં પાણી હોવા છતાં ખૂબ મુશ્કેલીથી તેના લેખની પણ છાપ લીધી હતી. જામનગર જિલ્લાના ગુંદા ગામની પ્રાચીન વાવનો ક્ષત્રપ રુદ્રસિંહના સમયનો લેખ શોધી કાઢ્યો હતો. તેમાં દર્શાવ્યા પ્રમાણે સેનાપતિ રુદ્રભૂતિએ ગામનાં સર્વે લોકોના હિત અને સુખ માટે તે વાવ ખોદાવી હતી. આ લેખ શોધી કાઢતાં હીલર વલ્લભજીને અભિનંદન આપતો સંતોષ-પત્ર લખ્યો હતો.
તેમની ડાયરીની તા. ૭-૫-૧૯૦૦ ની નોંધ પ્રમાણે તેમણે અશોકના શિલાલેખના ૧૩મા શાસનનો ફોટો ફોટોગ્રાફર પાસે લેવડાવ્યો હતો અને તેની વાંચનામાં ફેર છે તે દર્શાવ્યું. “આમ તેમાંની ર૭મી પંક્તિ સુધારી હતી. આમ “ઈતિહાસ એટલે સત્યની સાધના” અનુસાર તેમણે પૂર્વે રહી ગયેલી ભૂલો સુધારી ઈતિહાસનું નવા પ્રમાણોના સંદર્ભમાં પુનર્લેખન કરી ઇતિહાસને “સત્ય કહેતું શાસ્ત્રમાં પ્રસ્થાપિત કર્યું હતું. ઉપરાંત દસાડા ગામની કોર્ટમાં બોડિયા અક્ષરનો એક લેખ તપાસી તેની સાચી વાંચના કરી હતી. આમ કૉર્ટમાં પણ તેમણે “પ્રાચીન લિપિના તજજ્ઞ” તરીકે પ્રાચીન લિપિવિદ્યાનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું હતું. ઈ.સ. ૧૯૦૨-૦૩ના વર્ષમાં તેમણે ૧૧૫ ગામોની મુલાકાત લીધી હતી. ૪૬ લેખના રબીંગ લીધા અને ૧૩ નવા લેખ પ્રાપ્ત કર્યા હતા. ઉપરાંત ૩ તામ્રપત્રોના રબીંગ, ૧૧ સિક્કા, ૨ ફોસિલ અને એક હસ્તપ્રત મેળવ્યાં હતાં. વળામાંથી તેમણે વિ.સં. ર૭ (ઈ.સ. ૨૪૧)ના તામ્રપત્રનું રબીંગ લીધું હતું, જે ધરસેન ચોથાનું હશે. તેવી જ રીતે સંવત ૧૫૧૨ (ઈ.સ. ૧૪૫૬)નો હસ્તલેખ પણ તેમણે વળામાંથી મેળવ્યો હતો, જેમાં ઈ.સ. ૧૪૫૧માં રા'માંડલિક જૂનાગઢની ગાદીએ બેઠાનો અને મહાદેવ ભટ્ટ તથા કિકા ભટ્ટ નામના બે ભાઈઓને ઝાંઝરડા ગામ આપ્યાનો ઉલ્લેખ છે. ૧૯૦૭-૦૮ના વર્ષમાં તેમણે ઈ.સ. ૧૩૩૦ (વિ.સં. ૧૩૮૬)ના ભાવનગર મ્યુઝિયમમાંનાં હાથસણીના લેખનું છાપાંકન (રબીંગ) કર્યું. તે લેખ સંસ્કૃત કવિતામાં લખાયેલો છે. ભગવાનલાલ સંપતરામ છત્રપતિ માટે રાણીવાવનો શિલાલેખ ઉતારવા તેઓ ધંધુસર ગયા હતા. આમ ઇતિહાસના અભ્યાસીને મદદરૂપ બનતા હતા. શિલાલેખોની જેમ આચાર્ય વલ્લભજીએ સિક્કાઓ મેળવીને મ્યુઝિયમમાં રાખવાનું, તેની વાંચના કરવાનું
પથિક • સૈમાસિક – જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૧૩
For Private and Personal Use Only