SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૈલલેખ પ્રાકૃત ભાષામાં બ્રાહ્મી લિપિમાં હતો., બીજો મહાક્ષત્રપ રુદ્રદામાનો (ઇ.સ. ૧૫૦માં કોતરેલો) સંસ્કૃત ભાષામાં અને ક્ષત્રપકાલીન બ્રાહ્મી લિપિમાં હતો અને ત્રીજો ગુપ્ત સમ્રાટ સ્કંદગુપ્ત (ઇ.સ. ૪૬૫-૫૭)નો ગુપ્તકાલીન બ્રાહ્મી લિપિ- સંસ્કૃત ભાષામાં કોતરેલો હતો. ૨૨ સદીઓથી આ ખડક અહીં પડેલો હતો. જૂની લિપિઓ ઉકેલવાનો ભગીરથ પ્રયાસ ભગવાનલાલે આરંભ્યો. અગાઉ જેમ્સ પ્રિન્સેપે ગિરનાર, ધૌલી, કપર્દિગિરિ, વગેરે સ્થળોના અશોકકાલીન લેખોની નકલો મેળવી., તેના અક્ષરો જોયા, અક્ષરોના વળાંકો ઉકેલ્યા અને તે પરથી પ્રાચીન ‘બ્રાહ્મી' લિપિની બારાખડી છપાવી હતી. તેની એક નકલ પુરાતત્ત્વ વિષયમાં રસ લેનાર કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ કર્નલ લેંગ પાસે હતી., જે ૧૮૫૪માં જૂનાગઢના નાગર બ્રાહ્મણ શ્રી મણિશંકર કિકાણી (સમાજસુધારક)ને બતાવેલી. શ્રી કિકાણીએ આ બારાખડીનો છાપેલો લેખ ભગવાનલાલને બતાવ્યો. આ એક અસરકારક Key મળી જતાં, ભગવાનલાલ પછી તો રાતદિવસ જોયા વગર ગિરનારના શિલાલેખની લિપિ ઉકેલવામાં લાગી ગયા. ગિરનારના એ શિલાલેખની બરાબર છાપ તેલિયા કાગળ ઉપર લઈ લીધી., અને મૂળાક્ષરોની મદદથી એ શિલા ઉપરનો અસલ લેખ વાંચવાની મહેનત કરવામાં લાગી ગયા. અલબત્ત, એ લેખોમાં આવતાં જોડાક્ષરો અને માત્રાઓ બરાબરી બંધ બેસતાં ન હતાં., અને તેથી તેને વાંચવામાં ઘણી તકલીફ ઊભી થતી હતી. પરંતુ તેઓ આથી નિરાશ ન થયા. મુંબઈના એક પિરિચત ભાઈ પાસેથી, પત્ર લખીને બ્રાહ્મી લિપિના શિલાલેખો જેમાં છપાયા હતા, તે સઘળા સંશોધન ગ્રંથો મંગાવ્યા. ગિરનારની તળેટીમાં આવેલા શિલાલેખ પાસે દરરોજ જવું., અંધારું થાય ત્યાં સુધી કામ કરવું., જે કાંઈ ફેરફાર લાગે તે નોંધી લેવો, ધરે આવીને સંશોધન ગ્રંથો જોઈને (રીફર કરીને) અક્ષરો બેસાડવા.... આમ ભારે પરિશ્રમ અને અવિરત લગનથી તેમણે આ શિલાલેખના ત્રણે લેખો વાંચવાનું, તેની અધિકૃત નકલ તૈયાર કરવાનું દુષ્કર કાર્ય પાર પાડ્યું. આમ, ભગવાનલાલને આ શિલાલેખ વાંચતાં વાંચતાં બ્રાહ્મી લિપિ આખી આવડી ગઈ., તેનો સાક્ષાત્કાર થયો, એમ કહી શકાય. કર્નલ લેંગ સાહેબ તો ભગવાનલાલના આ અદ્ભુત કાર્યથી એટલા બધા ખુશ થઈ ગયા કે, તેમણે આની સઘળી વાત સમકાલીન અંગ્રેજ અધિકારી સર ઍલેકઝાંડર કિન્લોક ફાર્બસ સાહેબને કરી. આ અક્ષરઉપાસના કરનાર પુરાતત્ત્વવિદ અને કઠિન તપશ્ચર્યા કરનાર વિભૂતિથી ફાર્બસ સાહેબ પણ પ્રભાવિત થયા., અને તેથી તેમણે મુંબઈના પુરાતત્ત્વવિદ્યાના રસિક ડૉ. ભાઉદાજીને સધળી વાત કરી, તેમજ તેમનો કોઈ સંશોધનકાર્યમાં સક્રિય ઉપયોગ કરવા માટે ભલામણ કરી. ફાર્બસ સાહેબે ‘રાસમાળા'ના નામે ગુજરાતનો ઇતિહાસ લખેલો છે. ડૉ. ભાઉદાજીની મુલાકાત અને સહકાર્યકર તરીકે જોડાવા નિમંત્રણ., ઇ.સ. ૧૮૬૧ : ભગવાનલાલ ફાર્બસ સાહેબના કહેવાથી મુંબઈ અનેક તકલીફો વેઠીને ગયા., કેમકે મુંબઈથી વલસાડ સુધીની જ તે સમયે રેલવે લાઈન નંખાયેલી. પગ રસ્તે પોઠિયા ઉપર સવારી કરીને, બળદ ગાડાનો ઉપયોગ કરીને તેઓ મુંબઈ પહોંચેલા. ઇ.સ. ૧૮૬૧માં વઢવાણથી મુંબઈ પહોંચતાં તેમને ૧૬ દિવસો લાગેલા... ! ભગવાનલાલ ઇન્દ્રજી મુંબઈ ગયા ત્યારે તેમની સાથે ૬૦ ક્ષત્રપકાલીન સિક્કાઓ, રુદ્રદામા અને સ્કંદગુપ્તના શિલાલેખોની સાચી નકલો, વગેરે પોતાની સાથે લઈને ગયેલા. તેમણે આ બધું ડૉ. ભાઉ દાજીને બતાવ્યું. ડૉક્ટર સાહેબ તો આ ૨૧ વર્ષની વયના યુવાનની કામ કરવાની ધગશ, ચીવટ અને ઉત્સાહ તથા લિપિ ઉકેલવાની આવડત (કૌશલ્ય) જોઈને ખૂબ ખુશ થયા. ડૉક્ટર સાહેબે તેમને જે જે કાર્યો સોંપ્યાં, તે એટલાં બધાં નિષ્ઠાપૂર્વક કર્યાં કે, ભગવાનલાલજીને મુંબઈમાં જ પોતાના સહકાર્યકર તરીકે નોકરીમાં રાખી લીધા. ભાઉ દાજી વ્યવસાયે ડૉક્ટર હોવાથી, તેમને મુંબઈની બહાર અવારનવાર જવું પડતું., તેથી મુંબઈની બહાર વિવિધ સ્થળોએ ફરીને, પ્રાચીન સ્થળો, સ્મારકો, સ્તંભો, ગુફાઓ, શિલાલેખો, મંદિરો, મૂર્તિઓ, ઇમારતો વગેરેની જાતે મુલાકાત લઈ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૦ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy