SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શકે તેમ ન હતા., આથી ‘પ્રાચીન ભારતના ઇતિહાસ' સંબંધી જે કોઈ પ્રાથમિક અને અવશેષીય આધારો (Sources) મળે, તેની સવિસ્તર નોંધ કરવાનું કાર્ય ડૉક્ટર સાહેબે ભગવાનલાલજીને સોંપ્યું. Acharya Shri Kailassagarsuri Gyanmandir દેશભરમાં પરિભ્રમ : અવનવા અનુભવનું પાથેય : ભગવાનલાલ ઇન્દ્રજીએ ડૉક્ટર સાહેબના કહેવાથી અવશેષીય સાધનો એકત્રિત કરવાનું અતિ દુષ્કર કાર્ય ખૂબ ઉત્સાહથી ઉપાડી લીધું. તેમણે ભારતભરમાં મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઓરિસ્સા વગેરે સમગ્ર ઉત્તર ભારતનો પ્રવાસ ખેડ્યો; જેમાંના નીચેનાં ૨૬ સ્થળોની મુલાકાતની નોંધ મળે છે. (૧) ખંડવા (૨) ઓમકારેશ્વર (૫) ધાર (૬) માંડવગઢ (૧૦) શતધાર (૯) ભોજપુર (૧૩) બેસનગર(વિદિશા) (૧૪) ભીલસા (૧૭) ઈન્દોર (૨૧) બનારસ (૨૫) અલ્હાબાદ - (૩) ઉજ્જૈન (૪) બાધની ગુફાઓ (૭) સાંચી (૮) સેલારી (૧૧) પીપળિયા (૧૨) ઉદયગિરિ (૧૫) ઉદેપુર (૧૬) સાંચી (૨૦) આગ્રા (૧૮) ભોપાલ (ભીલસા પાસેનું) (૧૯) મથુરા (૨૩) ગોરખપુર (૨૪) ગાઝીપુર (૨૨) ફરુખાબાદ (૨૬) એરણ જૂનાગઢના નવાબ સાહેબે સોપેલું કાર્ય : જૂનાગઢના નવાબ સાહેબે પણ ડૉ. ભાઉદાજીની ભલામણથી સંશોધનકાર્ય માટે માસિક રૂપિયા બસોના પગારથી નોકરીમાં રોકેલા. તેથી તેમને દર ત્રણ માસે જૂનાગઢના નવાબ સાહેબને અહેવાલ (Report) મોકલવો પડતો., આથી તેમના સઘળા પ્રવાસોની અને પ્રવૃત્તિઓની નોંધો અકબંધ જળવાઈ રહી હતી. પોતાના પ્રવાસ દરમ્યાન ભગવાનલાલ ઇન્દ્રજી નીચેનાં કાર્યો અને પ્રવૃત્તિઓ કરતા : (૧) જે જે સ્થળે તેઓ જતા ત્યાં જે કોઈ શિલાલેખો મળતા, તેની પરના લેખો સાદ્યંત ઊતારી લેતા. જૂના લેખો, તામ્રપત્રો, વગેરેની છાપ લઈ લેતા. (૨) જે પણ જગ્યાએથી પ્રાચીન સિક્કાઓ (coins) મળતા, તે મોટે ભાગે ખરીદી લેતા. (૩) પ્રાચીન મંદિરો, કલાત્મક સ્તંભો, શિલ્પો, તૂટેલી હાલતમાં ધાતુપાત્રો, મૂર્તિઓ, માટીનાં વાસણો, મણકાઓ, મુદ્રાઓ વગેરેના ફોટોગ્રાફ્સ તેઓ પાડી લેતા. (૪) પ્રવાસ માટે તથા પ્રાચીન સ્થળોની મુલાકાતો માટે જે જે જરૂરી લાગે તે માટે પરવાના, ભલામણપત્રો અને મંજૂરીપત્રો તેઓ મેળવી લેતા. આ માટે ‰ તે અધિકારીઓને કે રાજાના કુટુંબના સભ્યોને મળવામાં ઘણો સમય વ્યતીત થતો હતો. દા.ત. ઇન્દોરના હોલ્કરે સરકારના મુલક (પ્રદેશ)માં સહાય માટે સરકારના વકીલ રામજીભાઈ પાસેથી પરવાનો મેળવેલો., ભોપાલના પોલિટિકલ એજન્ટ સાહેબને ડેલી સાહેબે પોતે ભલામણપત્ર લખી આપેલો, વગેરે. (૫) રસ્તામાં જતાં જતાં જે જે સ્તૂપો દેખાય તેની પણ તેઓ નોંધ કરી લેતા. દા.ત. સાંચીના સ્તૂપ ઉપરાંત સાંચી ગામથી દક્ષિણ તરફ ઊંચા ટેકરા ઉપર પ્રાચીન ૧૧ બૌદ્ધ સ્તૂપો મળી આવેલા, તેની નોંધ તેમણે કરેલી છે. ૧૦૦ ફૂટ ઊંચો અને નીચેથી ૧૫૦ ફૂટ વ્યાસ ધરાવતો સ્તૂપ જોયેલો, તેની પણ નોંધ છે. સમ્રાટ અશોકના સમયના આ સ્તૂપના કઠેડા આશરે ૬૦૦ વર્ષ જૂના અને ત્યાં લેખ પણ છે. (૬) ઇસવીસન પૂર્વેની પહેલી સદીના લોકોના પોષાક, રીતભાત, ઇત્યાદિની માહિતી ઉપર દર્શાવેલા સ્તૂપના દરવાજા પરનાં ચિત્રો પરથી મળે છે. આ સઘળા ચિત્રોના ફોટોગ્રાફ્સ પણ તેમણે લીધેલા. પથિક♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૧૦૧ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy