________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટ (ઇ.સ. ૧૮૩૯-૧૮૮૮)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રા. મનુભાઈ બી. શાહ
ભૂમિકા :
પુરાતત્ત્વવિદ અને સંશોધનના જીવ ડૉ. ભાઉદાજીના પરમ પ્રિય શિષ્ય તથા સહાયક, શુદ્ધ, નિષ્કલંક અને ઉદાર હૃદય ધરાવનાર અને પ્યૂલર જેવા વિદેશી સ્કૉલર પણ જેમનાં સંસ્મરણો લખવા પ્રેરાયેલા તે ભગવાનલાલ ઇન્દ્રજી એક ઇતિહાસકાર અને સંશોધનના જીવ હતા. તામ્રપત્રો, ગુફાલેખો, શિલાલેખો, સ્તંભલેખો, જેવી મૂળભૂત અને પ્રાથમિક આધારસામગ્રીનું સંશોધન કરી તેમનું ક્રમબદ્ધ આલેખન-સંપાદન કરનાર શ્રી ભગવાનલાલ ઇદ્રજી એક સમર્થ પુરાતત્ત્વવિદ અને ગુજરાતના ઇતિહાસના આલેખનકાર હતા. ગિરનારના પ્રાચીન શિલાલેખની લિપિ ઉકેલનાર સર્વપ્રથમ અક્ષરબ્રહ્મના આરાધક હતા.
શરૂઆતની કારકિર્દી :
પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી પ્રશ્નોરા નાગર બ્રાહ્મણ જ્ઞાતિના હતા. તેમનો જન્મ અહિચ્છત્ર જ્ઞાતિની એક શાખા જે પોરબંદરમાં સ્થાયી થયેલી, એ પછી એ શાખા અન્ય નગરોમાં વિસ્તરેલી, તેમાં ઇન્દ્રજી ભટ્ટના કુટુંબમાં સૌથી નાના પુત્ર તરીકે, ૭મી નવેમ્બર, ૧૮૩૯ના રોજ થયેલો. તેમનું જન્મસ્થળ જૂનાગઢ (સૌરાષ્ટ્ર) હતું. તેમના શિક્ષણ અંગે સવિશેષ માહિતી આપણને સાંપડતી નથી., છતાં કહી શકાય કે તેમનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બહુધા સુરત, ભરૂચમાં થયેલું. ભગવાનલાલે પિતા ઇન્દ્રજી પાસે સંસ્કૃતનો અભ્યાસ કરેલો કે તેમના મોટા ભાઈ કરુણાશંકર પાસે તેની અધિકૃત માહિતી મળતી નથી. પિતાશ્રી જ્યોતિષી અને મોટાભાઈ વેદાંતી તથા વ્યાકરણશાસ્ત્રી હતા. આથી મોટાભાઈ પાસે જ સંસ્કૃતનો અભ્યાસ કર્યો હશે. તેમણે કરેલાં પ્રાચીન સંશોધનોમાં સંસ્કૃત ભાષામાં મેળવેલ પ્રાવીણ્ય તેમની પ્રતિભામાં ઉમેરો કરે છે. બીજી તરફ ૧૮૫૪ થી ૧૮૬૧ના વર્ષો દરમિયાન તેમણે અંગ્રેજી વાંચી-સમજી શકે તેટલું પર્યાપ્ત જ્ઞાન પ્રાપ્ત કરી લીધું. મુંબઈમાં રહી અંગ્રેજીનું શિક્ષણ સઘન બનાવ્યું હતું, આમ છતાં અંગ્રેજીમાં પોતાના વિચારો વ્યક્ત કરી શકે તેટલા સમર્થ નહોતા, તેવું બુલ્સ્ટર અને ડૉ. કોડ્રિગ્ટન માને છે. ત્યારબાદ ડૉ. ભાઉદાજી પાસે રહીને અશોક તથા બીજા પ્રાચીન લેખોની ભાષા સમજવામાં, જરૂરિયાત ઊભી થતાં તેમણે પાલિ ભાષા અને પ્રાકૃત ભાષાનો અભ્યાસ કર્યો. પ્રાકૃત ભાષાનો અભ્યાસ તેમણે ઇ.સ. ૧૮૭૫માં ગોરજી પાસે કરેલો, તેવું બુલ્ડરે નોંધ્યું છે.
ભગવાનલાલ મુંબઈમાં રહેલા ત્યારે મોટે ભાગે ધર્માર્થે વૈદું (વૈદરાજ તરીકેનો વ્યવસાય) કરતા હતા. ભગવાનલાલના બીજા મોટા ભાઈ રઘુનાથજી ઊર્ફે કતા ભટ્ટ જામનગરમાં ઝંડુ ભટ્ટજી (શ્રી વિઠ્ઠલ ભટ્ટજી વૈદ્ય) પાસે વૈદકશાસ્ત્ર શીખેલા., એટલે કે રઘુનાથજી પાસેથી તેમણે આ વૈદકશાસ્ત્રનું જ્ઞાન સંપાદન કર્યું હશે. ગિરનારના શિલાલેખની લિપિ ઉકેલવાનો સફળ પ્રયાસ :
અભ્યાસકાળ દરમિયાન જયારે જયારે તેઓ પોતાના વતન જૂનાગઢ જતા, ત્યારે પૂર્વમાં શહેરથી લગભગ દોઢ કિલોમીટર દૂર ૧૨ ફૂટ ઊંચાઇએ આવેલ અને નીચે ૭૫ ફૂટના પરિઘવાળી વિશાળ, લગભગ શંકુ આકારની ગ્રેનાઈટ પથ્થરની શિલા નજરે પડતી., અને તેના પરનું ઉત્કીર્ણ કરેલું લખાણ જોતા. આ શિલા ઉપર જુદા જુદા સમયના હિંદના પ્રાચીન ઇતિહાસના મહત્ત્વના ત્રણ અભિલેખો (inscriptions) કોતરેલા જોતા. તેઓ વિચારતા કે, આ કઈ ભાષામાં કોતરેલા હશે ? કેમ કે ત્રણેની લિપિ એક નહોતી. સૌથી જૂનો અશોકનો
* પૂર્વ પ્રાધ્યાપક અને અધ્યક્ષ,
ઇતિહાસ વિભાગ, બી.ડી.આર્ટ્સ કૉલેજ ફૉર ગર્લ્સ, અમદાવાદ
પથિક
ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૯
For Private and Personal Use Only