________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તેઓ લખે છે કે “રા.મણિશંકર જટાશંકર' કીકાણીએ જામનગરની ગાદીએ કાળુભાને બેસાડવા ઉપયોગી પુરાવા એકઠા કરવાના કામ બાબત મને રૂ. સો તથા પેટિયા સાથે નીમવા કાગળ લખ્યો.”૧૨ આથી ભગવાનલાલ મુંબઈ છોડી, જામનગરની નોકરીમાં દાખલ થયા અને એક વર્ષ નોકરી કરતાં કરતાં વકીલની પરીક્ષાની તૈયાર કરી. પરંતુ રાજયના કારભારી સાથે ફરવા જવામાં, પરીક્ષા આપી ન શક્યા તેથી રાજયની નોકરી છોડી હાઈકોર્ટની પરીક્ષા આપવા મુંબઈ ગયાં. દરમિયાનમાં જૂનાગઢના નવાબના ટ્યુટર સુંદરજી તથા જાદવ મૂળજીએ રૂપિયા પાંચ હજાર ગોકળજી પાસેથી મેળવી, ભગવાનલાલને મુંબઈમાં છાપખાનું કાઢવા માટે પ્રલોભન આપ્યું. ભગવાનલાલ લખે છે કે “કવિ નર્મદાશંકર અને બીજાઓની સાથે” ડાંડિયો” શરૂ , “ઈન્ડિયન ક્રિટિક”માં લખવા માંડયું, એક મરાઠી પેપરનો ચીફ મેનેજર અને એડિટર થયો. ન્યુઝપેપરોની સાથે ચોપડીએ છાપવાનું કામ શરૂ કર્યું.”* છાપાંઓને વડોદરાના ગાયકવાડ ખંડેરાવ મહારાજાના દીવાન ભાઉ સિંધિયા તરફથી નાણાંકીય મદદ મળતી હતી. પરંતુ ખંડેરાવના અવસાન બાદ મલ્હારરાવ ગાયકવાડ ગાદીએ આવત (૧૮૭૧-૭૫), ભાઉ શિંદેને રિબાવી રિબાવી મારી નંખાતાં, નાણાંકીય મદદ મળવી બંધ થતાં, ભગવાનલાલ, ભારે નાણાંકીય તંગીમાં આવી પડ્યા, ભારે દેવું થયું. પતાવટ કરવા તકરાર ચાલી. પરિણામે છાપખાનું બંધ કરી, ફરી દલાલીનો ધંધો શરૂ કર્યો. “તેટલામાં રાજકોટના વકીલ હરિશંકર કોથળો આવી પહોંચ્યા. તેની સલાહથી તમામ છાપખાનું ઉપાડી મુંબઈનું કરજ કોથળાએ ચૂકવ્યું અને મને લઈને રાજકોટ આવ્યા.” રાજકોટમાં હરિશંકર કોથળાના નામથી છાપખાનું ખોલ્યું અને એજન્સી વકીલાત માટે પરીક્ષા આપી. પરંતુ પરિણામ આવે તે પહેલાં તે મુંબઈ ગયા અને રૂનો ધંધો શરૂ કર્યો. તેઓ પાસ થયા છે એવા સમાચાર મોકલવાની સાથે હરિશંકરે રૂ. પ૦૦/- મોકલી આપ્યા અને રાજકોટ પાછા બોલાવ્યા. રાજકોટમાં છાપખાનાના ધંધામાં મન લાગવાથી, કેટાળીને ઘેર બેઠા. એક વૈષ્ણવ મહારાજે રૂા. ૫૦/- ના પગારથી વૈષ્ણવનું છાપું પ્રગટ કરવા તેમને બોલાવ્યા, પણ ત્યાં ન જતાં, વકીલાતનો વ્યવસાય ભાઈશંકર ખુશાલ સાથે રહીને કર્યો અને મહિને રૂપિયા ત્રણસો-ચારસો, જેટલું કમાવા લાગ્યા. “આ રીતે વકીલાત શરૂ કરતાં, મારું લખાણ ટૂંકું અને દલીલવાળું જોઈ કેન્ડી સાહેબ ખુશ થતા અને વધારે પસંદ કરતા.”
રાજકોટના ઠાકોર વતી એક કેસ સફળતાપૂર્વક ચલાવ્યો એથી ઠાકોર ખુશ થયા હતા. વળી એ સમયના હાલાર પ્રાંતના આસિસ્ટન્ટ પોલિટિકલ એજન્ટ સામન સમક્ષ પણ કેસો ચલાવેલા હતા. એથી સામને રાજકોટના ઠાકોરને ભલામણ કરી કે ભગવાનલાલને ન્યાયાધીશની જગ્યા પર નીમવામાં આવે. આથી ભગવાનલાલને રાજકોટના સર ન્યાયાધીશ તરીકે નીમવામાં આવ્યા. તેની સાથે તેમણે “... રાજકોટ સ્ટેટના ભાયાતોનાં ગામો ઇજારે રાખી અંગ્રેજી રીત પ્રમાણે અખતરા કરી, રૂ તથા તંબાકુ વગેરેના પાક માટે ખાસ ધ્યાન આપવા માંડ્યું." તેમણે બેરિસ્ટર હોરમસજી અરદેશર વાડિયા સાથે રહીને સરધારની પાર્ટી બાબતનો કેસ એજન્સી અદાલતમાં ચલાવ્યો જેમાં રાજકોટના ઠાકોરની જીત થઈ. એ સંજોગોમાં તેમના વિરુદ્ધ રજવાડી ખટપટ થતાં, ત્રણ માસની રજા લઈ મુંબઈ જવાનું નક્કી કરી નીકળ્યા. રાજકોટના ઠાકોરે તેમને ભલામણપત્રો લખી આપેલા, તે સાથે રાખ્યા. તેઓ લખે છે કે “આ પત્રોની મદદથી “તેમજ કાઠિયાવાડ, મહીકાંઠા, રેવાકાંઠાના પોલિટિકલ એજન્ટોની મદદથી એ ત્રણે પ્રાંતમાં જાતે ફર્યો, અને ભાટ, બારોટ વગેરે લોકો પાસેથી ઐતિહાસિક બાબતો કઢાવી. એ સાધનો ઘણાં ઉપયોગી થઈ પડ્યાં અને મુંબઈ રહ્યો. તે દરમિયાન “સૌરાષ્ટ્ર દેશનો ઇતિહાસ” લખી છપાવ્યો. એ પુસ્તકને ભાવનગરના દીવાન ગૌરીશંકર ઓઝાને અર્પણ કરી તે દ્વારા સારી રકમ પેદા કરી શક્યો. કર્નલ વિકરના કાઠિયાવાડ સંબંધી કોલકરારો, દસ્તાવેજો અને સનદો હિંદુસ્થાનની સરકારના ફોરેન સેક્રેટરી એચિસનના અંગ્રેજી સંગ્રહમાંથી ભાષાંતર કરી છાપી વકીલાતના અભ્યાસ માટે ઉપયોગી થઈ પડે એવો પીનલ કોડનો ગુજરાતી તારીજ પણ છપાવ્યો.”૨૦
પથિક • સૈમાસિક – જુલાઈ-ઑગસ્ટ-સપ્ટેમ્બર, ૨૦૦૩ • ૯૬
For Private and Personal Use Only