SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ઇતિહાસવિદ ભગવાનલાલ સંપતરામ Acharya Shri Kailassagarsuri Gyanmandir ડૉ. રમેશકાંત ગો. પરીખ સૌરાષ્ટ્રના ઇતિહાસના અભ્યાસીઓમાં ભગવાનલાલ સંપતરામનું નામ “સૌરાષ્ટ્ર દેશના ઇતિહાસ” લેખક તરીકે જાણીતું છે. એમના જીવન અને કાર્ય વિશે માહિતી મેળવવા હું પ્રયત્નશીલ હતો. મુંબઈમ ઈ.સ.૧૮૮૦ થી શરૂ થયેલ ખ્યાતનામ સામયિક ‘ગુજરાતી”નો સંવત ૧૯૬૭ : ઈ.સ. ૧૯૧૨ નો દિવાળીન ખાસ અંક મારા જોવામાં આવ્યો. તેમાં સામયિકના તંત્રી-સંપાદક તરફથી ભગવાનલાલે પોતે લખે જીવનચરિત્રમાંથી કેટલોક ઉતારો પ્રગટ કરેલો જોવા મળતાં લાગ્યું કે તેમાંથી ભગવાનલાલની કારકિર્દી અને ઇતિહાસ લેખન-કાર્ય અંગે ટૂંકમાં સંકલિત કરીને લેખરૂપે લખવામાં આવે તો ઇતિહાસના અભ્યાસીઓને ઉપયોગી નીવડી શકે. ભગવાનલાલે પોતાનું જીવનચરિત્ર તેમના જીવનનાં છેલ્લાં વર્ષોમાં લખેલું છે. તેમાં એમની કારકિર્દીમાં આવેલાં ઝડપી પરિવર્તનો, જૂનાગઢ રાજ્યની પ્રજા પર રાજ્ય તરફથી આચરવામાં આવતા જોરજુલમો, સામયિક તહેવારો, રાજય અને રાજકીય સ્થિતિમાં અસ્થિરતા વગેરે બાબતો આવરી લેવાઈ છે. આ લેખમાં જ્યાં યોગ્ય લાગ્યું છે ત્યાં ભગવાનલાલના પોતાના જ શબ્દો યથાવત્ મૂક્યા છે. ભગવાનલાલનો જન્મ જૂનાગઢમાં વિ.સં.૧૮૯૩ : ઈ.સ.૧૮૩૭ ના ચૈત્ર સુદ ૧૫ના રોજ થયો. તેમની આઠમી પેઢીના લધામલ લખનોર શહેરમાં વસતા. એ પછી સધામલ, પારૂમલ અને હલીચંદ થયા. હલીચદે લખનોર છોડ્યું અને નિઝામના હૈદરાબાદ શહેરમાં જ્યાં ક્ષત્રિયોની મોટી વસતી હતી ત્યાં ગયા. તેમના દીકરા કેવળરામે હૈદરાબાદ છોડ્યું અને સુરત આવ્યા. તેમને માધવરામ, પરમેશ્વરીદાસ અને શંકરદાસ નામના પુત્રો થયા. શંકરદાસ સુરતથી અમદાવાદ તેમજ હૈદરાબાદ કામ પ્રસંગે જતા-આવતા. છેવટે તેઓ જૂનાગઢ આવીને વસ્યા. શંકરદાસના પુત્ર જગજીવનદાસ જેમને પાંચ સંતાનો હતાં. તેમાંના એક સંપતરામ હતા. સંપતરામનું લગ્ન હરખ સાથે થયેલું. આ લગ્નથી તેમને ભગવાનલાલ (ઇતિહાસ લેખક) નામે પુત્ર અને સાકર તથા રાજકુંવર નામની પુત્રી થયાં. ભગવાનલાલે બાળપણમાં જૂનાગઢ રાજ્ય તરફથી પોતાના પિતાને થતી સતામણી અને જુલમ જોયાં. તે લખે છે કે “ મારા પિતા સંપતરામ સ્ટેટોના ગામોના ઇજારા રાખતા, અને તે સાથે પરચૂરણ નોકરી પણ કરતા. ઇજારામાં નવાબશ્રીનું દેવું થવાથી નવાબ સાહેબ અહમદખાનજીના રાજયમાં અને દીવાન અનંતજી અમરચંદના કારભારામાં દેવું પતાવવા સંપતરામ પર ઘણો જુલમ થતો. હંમેશા મોસલો કાઢતા, ચોકીમાં બેસાડતા, તેથી જૂનાગઢથી નાસી પોલિટિકલ એજેંટની સવારીમાં વસતા.' સંપતરામ પર રાજ્ય તરફથી થતી રંજાડના કારણે તેમના ભાઈ મૂળશંકર રખેને પોતાના પર આફત આવી પડે તે ડરથી જુદા રહેતા છતાં સંકટના સમયે તેઓ સંપતરામને ઘેર સીધું-સામાન શાકભાજી વગેરે પહોંચાડતા. તેમની બહેનો કેસર અને રાજકુંવરનાં લગ્નનો તેમજ સંપતરામની મરણક્રિયાનો વર્ષો સુધીનો ખર્ચ તેમણે કર્યો હતો. નવાબ અહમદખાનજી (હમીદખાનજી) ગુજરી ગયા બાદ સગીર વયના મહોબત ખાનજી (ઈ.સ. ૧૮૫૧-૮૨) નવાબ બન્યા. તેમના શિક્ષણ માટે ભરૂચ સુરતના ક્ષત્રિય પ્રાણલાલ મથુરાદાસ ટ્યુટર નિમાયા. પ્રાણલાલે જૂનાગઢ આવી ગુજરાતી શાળા શરૂ કરી, જે આ વિસ્તારમાં સૌ પ્રથમ હતી. તેમાં દાખલ કરાયેલા * નિવૃત્ત, પ્રાધ્યાપક અને અધ્યક્ષ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પથિક ♦ ત્રૈમાસિક – જુલાઈ-ઑગસ્ટસપ્ટેમ્બર, ૨૦૦૩ ૦ ૯૪ For Private and Personal Use Only
SR No.535516
Book TitlePathik 2003 Vol 43 Ank 10 11 12
Original Sutra AuthorN/A
AuthorBhartiben Shelat, Subhash Bramhabhatt
PublisherMansingji Barad Smarak Trust
Publication Year2003
Total Pages168
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy