SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન્મ વીરપુરમાં થયો હોવાની હકીક્તને સમર્થન આપતી વિવિધ દંતકથાઓ”માં ધીરજલાલ સાર્વલિયાએ થડે પ્રકાશ પાડેલો. ખરેખર તે આ હકીકતની ધ અને જાહેરાત થવી જોઈએ એમ એઓ માને છે. વીરપુરના સાહિત્યકાર શ્રી ધૂમકેતુની સિદ્ધરાજ જયસિંહ' નવલમાં એમણે આવો કોઈ જાતને ઉલેખ કર્યો નથી, પરંતુ અણહીલપુરથી સોમનાથની મીનળદેવીની યાત્રા દરમ્યાન વીરપુરમાં વિરામ લેવાનું અને પ્રસૂતિસમય પાકી જવાથી વીરપુરની ભૂમિ ઉપર જ સિદ્ધરાજનો જન્મ થયે હેવાનું નિમિત્ત ઊભું થયું એ વાતને નિઃશંક ગણવાનું બુદ્ધિગમ્ય લાગે છે. શ્રી શંભુપ્રસાદ હરપ્રસાદ દેસાઈના “સૌરાષ્ટ્રને ઇતિહાસમાં (૫. ર૭૯ પર) સિદ્ધરાજ જયસિંહ રા'નવઘણના સમયમાં સૌરાષ્ટ્રમાં જન્મે એટલું જણાવેલ છે. જલારામબાપાના ગુર, અમરેલી પાસેને ફતેહપુર ગામના શ્રી જલારામબાપા, જેઓ ભોજાભગત'ના હુલામણા નામથી ઓળખાતા હતા, તેમની સાથે સંકળાયેલી મીનળદેવીની જનયુતિ પણું મહત્ત્વની છે. આ ભેજાભગતના અનુવંશજ અને ભેજલ-ગુણાનુવાદ'ના લેખક શ્રી લવજી ભગત કંઠોપકંઠ ચાલી આવતી વાત નોંધે છે કે મીનળદેવીને પ્રસવકાળનો સમય વીતી જવા છતાં પ્રસવ ન થતાં સિદ્ધપુર પાટણના મહારાજા કરણદેવનાં આ પત્ની મીનળદેવી રસાલા સાથે સોમનાથ મહાદેવના દર્શનાર્થે નીકળ્યાં, રસ્તામાં હાલના વીરપુર તરીકે ઓળખાતા એ વિસત પાટણમાં પડાવ નાખ્યો અને વીરપરાનાથ જેવા સિદ્ધ યોગી પાસે પિતાની આ મુશ્કેલી રજુ કરવાનું નક્કી થયું. કહે છે કે એમણે તપોબળથી એવું તારણ કાઢયું કે “કરણદેવની બીજી પત્નીને મીનળદેવીને પેટે પુત્ર અવતરે તે એ ગાદીને અને રાજ્યસંપત્તિને વારસ બને. એ પસંદ ન હતું તેથી શોક્ય તરીકે કામણકૂટણ કરેલું અને એક જૈન સાધુ દ્વારા મંત્રેલું પાણી શીશામાં ભરી શીશ જમીનમાં દટાવી દીધું હતું. જયાંસુધી આ શીશ જમીનમાં ધરબાયેલું રહે ત્યાંસુધી મીનળદેવીને પ્રસવ ન થાય. તેથી તક દેડા અને પાટણ ઘોડેસવારને મેકલીને રાજા કરણદેવના દરબારમાં એવા સમાચાર આપવા કે મીનળદેવીને પુત્ર જન્મ થયો છે, તેથી તુરત જ આ જૈન સાધુ કે જતિને બીજી રાણીએ બોલાવ્યા. (પાલનપુરના શ્રી નવાબ અને જનીએ જૈન ધર્મના પુસ્તકમાં આવા કેટલાયે પ્રયોગો દર્શાવ્યા છે.) આવું બને જ નહિ એ જતિને જવાબ હોવા છતાં રાણીએ મક્કમ જીદ પકડતાં આ જૈન જતિએ પંચાસરના દરવાજા પાસે દાટેલા આ શીશાને પાછો ખોદીને બહાર કાઢો. ક્યાંક આ શીશાને બદલે ઘડાને ઉલ્લેખ છે. એમાં દેડકીને પૂરી હતી, પણ ઘડે બાંધેલા મોઢાવાળો જ હતું તેથી પ્રસવ ન જ થયે હેય, છતાં રાણીના દુરાગ્રહથી જતિએ એ બોલ્યું, દેડકી બહાર ઊછળતાં જ વીરપુરમાં મીનળદેવીને પુત્રને જન્મ થયે કહેવાય છે. (સિદ્ધરાજનો સમય ૧૦૯૪ થી ૧૧૪૨ ને ગણુય છે.) પિતાની દુ:ખમુક્તિ થવાથી એક પુણ્યકાર્યરૂપે મીનળદેવીએ વીરપુરમાં મીનળવાવ બંધાવી. સંસ્કૃતમાં રાણી માટે વપરાતો “દેવી” શબ્દ રાણી મીનળને લાગુ પડે અને “મીનળદેવી’ બની હોય એમ માનવું રહ્યું. આજે પણ મીનળવાવના એક ગવાક્ષમાં પિતાના પુત્રને સ્તનપાન કરાવતી મીનળદેવીની મૂર્તિનું શિ૯૫ કંડારાયેલું નજરે પડે છે. આ સિદ્ધરાજ એનાં પાપી કર્મોને કારણે નિ:સંતાન ગુજરી ગયો. (ચિત્ર ૨) શ્રી ધીરજલાલ સાવલિયાએ જણાવ્યું છે એ મુજબ હવે ભોજા ભગત દોઢ વર્ષના થયા ત્યારે એમના પગે ગૂમડાની અત્યંત વેદના થવા લાગી તેથી એમનાં માતા ગંગાબાઈએ મીનળદેવીની માનતા કરી. ગૂમડું રુઝાઈ જતાં વીરપુર આવી મીનળદેવીને શ્રીફળ વધેર્યું ત્યારે ન લેવાયેલી એમની ૧૨] એપ્રિલ/૧૯૯૩ [ પથિક For Private and Personal Use Only
SR No.535379
Book TitlePathik 1992 Vol 32 Ank 07
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1992
Total Pages28
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy