________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ટેકરા તરીકે ઓળખાતે હરિપર ગામ પાસેને ખિજડિયાને ટીબે, આ બધા એક જ શૃંખલાનાં અનુસંધાને ગણી શકાય, (પ્રસિદ્ધ ફિલ્મી હસ્તી સ્વ. શ્રી મનમેન શર્મા મેવાસાના હતા, તે વીરપુર એમનું એસાળ હતું.)
ઓકસફર્ડ યુનિવર્સિટીએ ધૂમકેતુની પેસ્ટ ઑફિસ” વાર્તાનું અંગ્રેજીમાં રૂપાંતર કરીને વિશ્વની શ્રેષ્ઠ વાર્તાઓમાં એને મૂલવી એ જ રીતે ગુજરાતના શેક્સપિયર ગણાતા નાટય સાહિત્યકાર સર્જક શ્રી પ્રભુલાલ દ્વિવેદી જેવી વિભૂતિ પણ વીરપુરની ધરતીનું પ્રદાન છે, તે કવિશ્રી નાનાલાલને રમાડ નાર કવિશ્રી ગૌરીશંકરની જન્મભૂમિ ગામટા, પરંતુ કર્મભૂમિ વીરપુર હતી. સુરાજી ઠાકોરે એમને રાજકવિ તરીકે સ્વીકૃત કરેલા, તે ગુજરાત રાજ્યના ડી.આઈ.જી. તરીકે રહીને નીતિનિષ્ઠ અધિકારીની નામના મેળવેલ શ્રીમજબૂતસિંહજી જાડેજા પણ વીરપુરમાં જન્મેલા. કૌભાંડનગરી કાલક્રમે વિસંતનગરી અને આખરે વીરપુર બની. ‘વિસતીને કેટલાક “
વિત પાટણ' તરીકે ઓળખાવે છે. બધાં જ પાટણે કે જેની સંખ્યા ૮૪ હોવાનું જણાય છે તે પાટણના સિદ્ધ પુરુષ ધુંધલીનાથના “પણ દદણ ઓર માયા સો મિટ્ટી”ના શાપ-અભિશાપથી કાળની ગર્તામાં કાયમ માટે પિઢી ગયાં હોવાની દંતકથા પણ પ્રચલિત છે. વીરપુરમાં વિસંતની વીડી અને વિસંતનું સ્થાનક આજે પણ અસ્તિત્વ ધરાવે છે. જે એને આ રીતે સાંકળવાં હોય તે ભૂમિકા છે ખરી ! આપણે જેનું નામ છે તેને નાશ છે એવા સામાન્ય અર્થમાં “પણ સે દરને લઈએ છીએ, પરંતુ જેના ધર્મનાં સૂત્રોમાં સૌથી મહત્ત્વના ગણાતા એવા કલ્પસૂત્રની સુબાધિકા ટીકાના લેખકે એને અર્થ એ કર્યો છે કે જે સ્થાન પર જળ અને સ્થળ એવા બંને માર્ગેથી પહેચી શકાય. કિશોરલાલા કોઠારીએ “સૌરાષ્ટ્રની વિસરાતી વાતો” કલમના વિચારોમાં એવું મંતવ્ય વ્યક્ત કર્યું છે કે આ જૂના નગરના કસબાની જગાએ એક મંદિર હતું, જે આજે હયાત નથી.
વીરપરાનાથ પરથી વીરપુરનામ : મુસ્લિમ થાણદારોના સમયમાં એ જમીનદોસ્ત કરી નાખવામાં આવ્યું હશે. આજે પણ વીરપુરમાં મુખ્ય બજારમાં મીનળવાવ બાજુથી પ્રવેશતાં જમણા હાથે મોટી મસ્જિદ આવેલી છે, જ્યારે ડાબી બાજુ સામેના ભાગમાં નાનકડું વીરપરાનાથનું ડેર છે. (ચિત્ર ૧).
સૌરાષ્ટ્રના ઈતિહાસની વિસરાતી વાત” માં શ્રી કિશોરલાલ કઠારી આગળ જણાવે છે કે “પુરાણકાળના કૌભાંડનગરનું નામ વીરપરાનાથ નામના યોગીના નામ પરથી વીરપુર પવું.” એએ એક સિદ્ધ વિભૂતિ હતા. લેકવૃત્તાની “કસુંબલ રંગ ની વિશેષપૂર્તિમાં શ્રી મનસુખલાલ સાતાના વિચાર મુજબ વીરપરાનાથ રામજી મંદિરના પૂજારી હતા અને એમના નામ પરથી એમ કલ્પી શકાય કે એઓ નાથપંથી હશે. નાથપંથી શિવઉપાસક અને ખાખી સાધુ રામઉપાસક હાય છે તેથી આ વાતને સમર્થન નથી મળી શકતું, માત્ર પાછળ આવતા “નાથ” શબ્દ પરથી અનુમાન કરવું રહ્યું. કદાચ એમણે પાસે જ રામમંદિરની સ્થાપના કરી હોય અને આજે જલારામબાપાના સ્થાનમાં કાલાંતરે પ્રગતિ પામેલ હાલ જોવા મળતું રામમંદિર એ હેઈ શકે. એક મત મુજબ નવ નાથ માંહેના જ વીરપરાનાથ એક નાથ હતા. આ ભૂમિ ઉપર નાથસંપ્રદાયની પ્રણાલી મુજબ ધ ધખાવીને આરાધના આરંભી અને પછીથી એ સિદ્ધ યોગી બની ગયા.
મીનળવાવ અને સિદ્ધરાજ જન્મ: વીરપુરની ૮૦૦-૯૦૦ વરસ જૂની અતિહાસિક મીનળવાવ તથા સિદ્ધરાજ જયસિંહને જન્મ વીરપુરમાં થયો હોવાની માન્યતા વગેરે બાબતો આ વીરપરાનાય સાથે જ સંકળાયેલી છે. અતિહાસિક પુરાવાઓ વગરની, પરંતુ “સિદ્ધરાજ જયસિંહને
પથિક]
એપ્રિલ/૧૯૯૩
For Private and Personal Use Only