SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Reg. No. GAMC-19 ભગવાનલાલ ઈંદ્રજી' “પુરાવિદ શ્રીવલ્લભજી હરિદત્ત આચાર્ય' “પુરાવિદ શ્રી ગિરિજાશંકર આચાર્ય” જૂનાગઢ મ્યુઝિયમની નોંધણી પદ્ધતિને અભ્યાસ’ ‘ભારતીય મ્યુઝિયમની ગાથા’ ‘પ્રભાસપાટણ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલ કેટલાક નવા શિ૯૫ખડ’ સોમનાથનું શિ૯પાંકન” કરછ મ્યુઝિયમમાં સંગૃહીત શિ૯૫ સ્થાપત્ય’ ‘જૂનાગઢ મ્યુઝિયમે પ્રાપ્ત કરેલું જલકન્યાનું શિ૯૫’ ‘ગુજરાતમાં સૂર્યનું મૂર્તિવિધાન’ અને બાર્ટન મ્યુઝિયમે પ્રાપ્ત કરેલ નવાં શિપ' આ લેખ ધ્યાન ખેંચનારા છે. એમાં ‘ઇતિહાસ’ છે, “પુરાતત્ત્વ' છે, શિ૯૫’ છે, “સ્થાપત્ય' છે અને પુરાવિદોનાં ચરિત’ પણ છે. સોમનાથ-જૂનાગઢ નામ નોંધી સુરક્ષિત કરવા પૂરતાં બેસી ન રહી, એમણે પિતાને સમય પ્રાપ્ત મહત્વના અવશેષાના અભ્યાસમાં ગાળ્યા છે એની આ લેખો સાક્ષી પૂરે છે. અમારા સંતેષ અમે આ ગ્રંથના “અમે ખમાં બતાવ્યો જ છે. એમની પાસેથી આપણને અવારનવાર નવું નવું મળતું રહે છે એ નોંધપાત્ર છે. પ્ર. શ્રી જયંત મ. ઉદાણી, કુલસચિવ–સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકેટ-૩૬ 0005; ડેમી સિગ્નલ 8 પેજી પૃ. 6 + 105; 1990; કિં. રૂા. 18/- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પાસે એના ગુજરાતી ભાષા-ભવનના હસ્તલિખિત ગ્રંથસંગ્રહમાં નાના પણ નોંધપાત્ર વિવિધ લોકકવિઓએ રચેલી ડિગળ ભાષાની કૃતિઓને જથ્થા પણ છે. બહેરા-મૂંગા છતાં ચારણી સાહિત્યના ઉચ્ચ કોટિના વિદ્વાન શ્રી. રતુદાન રોહડિયાની સેવાઓ સૌ. યુનિ.ને લગભગ એના આરંભથી જ મળી છે. આ બહુમૂલય હસ્તપ્રતા સ્વ. ડે. ડોલરરાય 2. માંકડ કુલપતિ હતા ત્યારે સંગૃહીત કરવામાં આવેલ આજે વ્યવસ્થિત રીતે સચવાઇ રહી છે. સૌ. યુનિ. દ્વારા આ મહત્ત્વની હસ્તપ્રતાની વિગતો આપતા એક ગ્રંથ પણ “ચારણી સાહિત્યપ્રદીપ' પ્રકાશિત થયેલો જ છે. આ પૂર્વે પણ નિવૃત્ત અધ્યાપક ડો. ઈશ્વરભાઈ દવે અને શ્રી રતુદાનજીએ મળી એક ગ્રંથ પ્રસિદ્ધ કરેલા. બીજે ગ્રંથ હૈ, તેરૈયાએ અને શ્રી રતુદાનજીએ મળીને તૌયાર કર્યો તે છપાઈને આપણા હાથમાં આવ્યો છે. બે અર્ધ દોહરા અને ચાર ચરણ પ્લવંગમ છંદના એ રીતે 8 ચરણાના કુંડળિયા પ્રકારની 27 કડીઓના “ઝમાળ' સંજ્ઞાથી જાણીતા છંદમાં રચાયેલા, કવિ રણમલ મોતીસરે રચેલે લીંબડીની ઝમાળ' શીર્ષકને આ ડિંગળી ભાષાને કાવ્યગ્રંથ છે. મૂળ વાચના આપી એની નીચે પ્રત્યેક શબ્દને અર્થ અને એની નીચે ભાવાર્થ આપવામાં આવેલ છે. દોઢ સૌકા પૂર્વે મરાઠી–ગાયકવાડી ફાજના ત્રાસથી કંટાળીને એના એવા અન્યાયી વલણ સામે યુદ્ધે ચડેલા લીબડી રાજ્યના ઠાકર હરભમજી ઝાલાના પરાક્રમની ગાથા ગાતું આ ઇતિહાસ-કાવ્ય છે, વિઠાન સંપાદકાએ 50 જેટલાં પાન'માં કવિ, કાવ્યનું વસ્તુ અને કાવ્યની વિશિષ્ટતા વિશે અધિકૃત રીતે નિરૂપણ કરેલ છે. ઇતિહાસની વિગતેથી સભર પ્રસ્તાવના નાંધપાત્ર છે. એટલે પાંચ પરિશિષ્ટમાં ‘ઝમાળ' છંદનાં પાંચ ગીતા, છઠ્ઠા પરિશિષ્ટમાં મરાઠાઓએ રૂપાવટી ગામ બાળ્યાના પુરાવારૂપ દસ્તાવેજ, એ પછી શબ્દોશ અને સંદર્ભસૂચિ આપેલ છે. આ કાવ્યનું સંપાદન સં', 1911 (ઈ.સ. ૧૮૫૫)ની હસ્તપ્રત પરથી થયેલું છે. બંને વિદ્વાન ધન્યવાદને પાત્ર છે અને સૌ. યુનિ.એ પ્રકાશન કર્યું છે માટે એ પણ. –તંત્રી મુદ્રી પ્રકાશક અને તત્રી : પથિક કાર્યાલય ' માટે છે , ડે. કેશવરામ કા. શાસ્ત્રી, . મધુવન, એલિસબ્રિજ, [ અમદાવાદ-૩૮૦ 006 તા. 15-6-1992 મુદ્રણસ્માન : પ્રેરણા મુદ્રણાલય, રુસ્તમઅલીને ઢાળ, મિરજાપુર, અમદાવાદ૩૮૦ 001 પ' : ઈન્ટરનેશનલ પ્રિન્ટિગ વસ, શાહપુર, માળીવાડાની પોળ સામે, અમદાવાદ-૩૮૦ 0 01 For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy