SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આયનામહેલનું અનેરું આકર્ષણ શ્રી. પ્રાદડી નાગપંચમીની સવારીના દૂબહૂ ચિતાર આપતું કમાંગરી ચિત્રઃ કચ્છની આગવી ચિત્રકલા એ કમાંગરી ચિત્રકલા' છે. કચ્છના કમાંગરે પિતાની હૈયાસુઝથી ચિત્ર બનાવતા. એમની શૈલી અનોખી છે. લગ્નપ્રસંગે કે નવાં મકાન બનાવવા પ્રસંગે ઘરના મુખ્ય બારણાં બહારની બાજુએ હિંદુ લે શુભ અને લાભ તેમજ હાથી અને સિંહનું ચિત્ર કમાંગરે પાસે કરાવતા. નવા મકાનને બહારથી સુશોભિત કરવા માટે પણ કમાંગરી ચિત્રોને ઉપયોગ કરવામાં આવતા. અંજ પણ જુની માને છે તેની બહારની બાજુએ આ જાતની ચિત્રકલા જોવા મળે છે. આ કમાંગશે પથ્થરોને ઘેરીને રંગ બનાવતા. એઓની પ્રોસેસ-ક્રિયા અલગ જ હેય છે. એમની ચિત્રની સ્ટાઈલ પણ અલગ તરી આવે છે, અને ૧૯૪૮ માં ભારત સ્વતંત્ર થયું ત્યારે આ કર્ભાગનાં અમુક કુંટુબ પાકિસ્તાને ચાલ્યાં! ગયાં. આ કમાંગરી ચિત્રની કલા હાલમાં મૃતપ્રાય અવસ્થામાં છે. કચ્છ-ભૂજમાં છેટલા કમાંગર ચિત્રકા શ્રી અલીમામદ હતા. કચ્છમાં જુદી જુદી જગ્યા એ અંજારમાં મકમર્ડોને બંગલે, મુંદ્રામાં એસવાળ ડેલી પાસે, ભારાપરમાં અજાબાની ડેલી, તેરામાં રાજગઢમાં, ધીણોધર થાનમાં દીવાલ પર પક્ષીઓની ગાડીઓ(ર) જોવા મળે છે. કચ્છ-મ્યુઝિયમમાં નાગપંચમીને રેલ અને તાજિયાનું દશ્ય કમાંગરી શૈલીમાં જોવા મળે છે. ભૂજના આયના મહેલમાં ભા જાતની ચિત્રકારીનું અમૂલ્ય ચિ રીતે પ્રજાને જોવા માટે મુકેલ છે. આયનામહેલમાં દાખલ થતાં જમણા હાથ પર આ સવારીને સ્ક્રોલ લગાડવામાં આવેલ છે શરૂમાં એના પર લખેલ છે : “આ સ્વારી કચ્છના રાઓશ્રી પ્રાગમલજી બહાદુરની છે. લંબાઈ ૪૭ કુ. છે. રહેવાસી કરછ ભુજના વાઢાં જીમ ઈબ્રમે આ સ્વારીને નકશે લખ્યો છે. સં. ૧૯૩૨.” આ આ સવારીનું ચિત્ર ૪૭ કટ લાંબુ ને હું ઇચ પહેલું છે. આ ચિત્રને ૧૧૫ વર્ષ થયેલ છે. પરંત એના રંગે આજ પણ મનમોહક લાગે છે. આ ચિત્રમાં ઘેડા ૮૮, હાથી ૮, ઊંટ ૭ અલગ અલગ મુદ્રામાં બતાવેલ છે. વળી, તે પગાડી, માતાજીની વેલ, બજાણિયે, મેજર, માહી-મરતબ(માછલી, સિંહનું મહેણું ગણેશ અને હનુમાન-પતાકા, ગંગાજડી, જરીપત્રકો, રણજિત-નિશાન, નાગાબાવા, જમાદારને રસાલે મુલાઈ રસાલે, કરછી રસાલો, મોક સૈયદને રસાલો, અરબી બેરખ, રણશીંગાવાળે, નગાર નિશાન, સાહેબી નગારું તથા ઊંટ નગારું વગેરેનાં લાક્ષણિક મુદ્રામાં ચિત્ર કરી કમાંગર જમા કમાલ કરી બતાવેલ છે. કરછમાં સવારનું મહત્વ હતું. આ સવારીની શરૂઆત સં. ૧૭૮૫ શ્રાવણ સુદિ ૫ ના દિને ભજિયા કિલ્લા પર અમદાવાદના સબા શેરબુલંદખાન સામે કરછ રાજયનું યુદ્ધ થયેલ, જેમાં કચ્છ રાજ્ય વિજય થયે એ યોદ્ધાઓને સંપૂર્ણ માનપાનથી ભૂજિયાના કિલ્લા પરથી ગામમાં લઈ આવ્યા છે વખતે રાવસાહેબ પોતે પોતાનાં તમામ લશ્કર રાજરસાલે અમીર ઉમરાવો સાથે વાજતે ગાજ ભૂજ્યિા પર પધાર્યા ત્યારથી થયેલી. આ વિજયદિન કચ્છની પ્રજાના હૃદયે યાદ રહે એ માટે ત્યારપત્ર વર્ષોવર્ષ વિજયદિન ઊજવવામાં આવતા હતા. જૂન/૧૯૯૨ For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy