________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પોરબંદરના મહિનદાસ ગાંધીનું પ્રથમ સંમાન
શ્રી. નલિનકાંત જોશી પોરબંદર દેશી રાજ્યના સમયમાં મહારાણા ભાવસિંહજીનું રાજ્ય હતું. રિબંદરમાં જન્મેલ અને એમાં પણ રાજ્યના કારભારી ગાંધી કરમચંદ ઓતમચંદના પુત્ર મેહનદાસ ગાંધી પરદેશથી બેરિસ્ટર ઍટ-લેનું ભણીને પિતાના વતનમાં આવતા હતા ત્યારે હજુ મેહનદાસ મહાત્મા”નું બિરુદ પામેલ ન હતા, એક સામાન્ય નાગરિકની જેમ ઉચ્ચ કેળવણી લઈને વતનમાં આવતા હતા. આવા પિતાના રાજ્યના પનોતા પુત્રનું સંમાન ન કરે તે રાજપર્તા કૃતની જ કહેવાય.
પોરબંદર રાયે આવા પનોતા પુત્રનું સંમાન કરવા હજુરહુકમ કરી, સ્વાગત-સમાનની તૈયારી કરી રાજ્યના અમલદારો અગ્રગણ્ય નાગરિકને તા. ૬-૧૨-૧૯૦૧ના રોજ શુક્રવારે બપોરે બે વાગે બંધ ઉપર સ્ટીમર રસ્તે આવનાર મોહનદાસને સરકારના નિમંત્રણ આપ્યું. રાજ્ય સ્વાગત માટે ૧. પેટ સુપ૨ અને ૨. બરદાસ્ત ઐફિસરનુ ડેપ્યુટેશન નીમી સ્વાગત માટે મોકલ્યા. દરિયાકિનારે ઊભા કરેલ સમિયાણામાં મેહનદાસને લઈ જઈ ત્યાં રાજયના સરન્યાયધીશે અંગ્રેજીમાં તૈયાર કરેલ માનપત્ર વાંચ્યું, જેનું ગુજરાતી ભાષાંતર શ્રી ગણપતરાય નાનાભાઈએ વાંચ્યું. ત્યારબાદ સેપારી-વિધિ કરવામાં આવ્યું. " મોહનદાસ ગાંધીને રાજપના મહેમાન ગણી ભાવસિંહજી મહારાજના બંગલા “દરિયા મહેલમાં ઉતારો આપવામાં આવ્યું. રહે ત્યાં સુધી રાજ્યના મહેમાન ગણી સ્ટેટની ગાડી એમના હવાલામાં રાખવામાં આવી. એ દિવસે સાંજે દરબારગઢમાં મોહનદાસ ગાંધી મહારાણાની સલામીએ જાય ત્યારે અધિકારીઓ, અગ્રગણ્ય નાગરિકોને હાજર રહેવા નિમંત્રણ-આદેશ આપવામાં આવ્યું. આ અમલદારોમાં મેહનદાસના ભાઈ અને રાજયના બરદાસ્ત ઓફિસર લક્ષ્મીદાસ પણ હતા. આ સમયે લક્ષમીદાસના હદયમાં કેવા ભાવ ઉમંગ હશે ? માન પત્ર ઉપરાંત રાજ્ય રૂપાની કઈ ચીજ બક્ષિસ પણ આપેલ,
આ મોહનદાસ ગાંધીને આપેલ માનપત્રની ગુજરાતી નકલ નીચે મુજબ છે. વંદન છે એ નાગરિકને અને કૃતની રાજ્યને : “ર ૨. મોહનદાસ કરમચંદ ગાંધી, બાર-એટ-લે
“દક્ષિણ આફ્રિકામાં દશ વર્ષ ઉપરાંત વાસ કર્યા પછી આપની વૃભૂમિના કિનારે આનું પાછું પધારવું થતાં, ખુદ નેકનામદાર મહારણિ સાહેબ તેરાથી, આપને ઘણું જ અંતઃકરણપૂર્વક આવકાર આપવા માટે મને આજ્ઞા થયેલી છે. આપની જન્મભૂમિ પોરબંદર છે, તથા પોરબંદર સંસ્થાનના એક માજી દિવાનના આ૫ પુત્ર છે એથી ખુદ નામદાર મહારાણાસાહેબ મગરૂર છે. દક્ષિણ આફ્રિકામાં આપની કારકીર્દિ એવી સ્વાર્પણયુકત તથા દેશભક્તિવાળી નીવડેલી છે કે આ સંસ્થાનની જે રેત વેપારવણજ અર્થે આફ્રિકામાં થડા સમય માટે ઘરબાર કરી રહેલી છે, તેઓ જ ફક્ત નહિં, પણ તમામ હિંદવાસીએ, જે તે પ્રમાણે ત્યાં વસેલા છે, તેઓ સર્વે, આપના નામને માન તથા ઉપકારની લાગણીથી હંમેશાં સ્નેહપૂર્વક સંભારશે.
દક્ષિણ આફ્રિકામાં હિંદવાસીઓનાં કાર્ય માટે આપે કરેલા સ્વાર્થ રહીત પરીશ્રમ વગર તેઓને તે દેશ કક્ષારોએ છોડી દે પડ્યો હેત, તે સાથે આપ એવું બતાવી આપવામાં ફતેહ પામ્યા છો કે મલિકે મુઆઝમ કૈસરેડિદના વિશાળ મુલકમાં વસનારી બીજી પ્રજાઓ કરતાં હિંદવાસીઓ બ્રિટિશ તાજે પ્રત્યે વફાદારીની બાબતમાં કઈ પણ રીતે ઉતરે તેવા નથી, હિંદી એમ્યુલન્સ પલટણે જેણે પથિક
જૂન/૧૯૯૨
For Private and Personal Use Only