SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સૌંદર્યધામ સાદરા શ્રી. ધનેશ રાવળ જીવનમાં કેટલીક મુલાકાત સમૃતિપટ પરથી ખસતી નથી. સંવેદનશીલ હૈયાને પ્રકૃતિના નિશાળ ખોળામાં બેસી કુદરતનું અતી સૌંદર્ય નિહાળવાની ક્ષ જ્યારે મળે છે ત્યારે હું ખરેખર પુલકિત ભારે ભાવવિભોર થઈ આનંદ અતિરેકમાં ખેલાઈ જાઉં છું. આ જ એક પ્રસંગ ગયા વાકાણમાં ગાંધીનગર પાસે રિલેડ ચાર રસ્તાથી ૧૫ કિલોમીટર દુર સાબરમતી નદીની ભેખડ ઉપર હરિયાળી વનરાઈમાં વસેલ સાદર ગામને અતય થશે એ બને. જોઈ એની ભવ્ય ભૂતકાળની ભવ્યતા અને ઉખે એને ઈતિહાસ, ખંડેર એક એક અવશેષ જાણે ખડખડાટ અટ્ટહાસ્ય કરતે મારી સામે પોતાની વીસરાઈ ગયેલી ગૌર ગાથાને અનેક પ્રસંગચિત્ર ખડાં કરી રહ્યો. આ એ નગર છે કે જે બ્રિટિશ કાલ દરમ્યાન જાહેરજલાલી-ભરેલ એક સુંદર નગર હતું. રાજકીય બાબતનું કેન્દ્ર અને એની ભવ્યતા માટે સમગ્ર વિસ્તારના લોકો માટે આકર્ષણ અને મુલાકાતનું નગર હતું. આ, આપને એના ગૌરવ-ભરેલા ભૂતકાળ તરફ લઈ જાઉં. ચાળીસ વર્ષ પહેલાના એના ઈતિહાસમાં દષ્ટિ કરો તે મળશે એને સુવર્ણ-સમય અને ભવ્યતા કે સુંદરતા અને રૂઆબ. એક રજવાડી શહેરથી પણ અધિક નજરમાન હતી એ નગરી, જાણે કોઈ મધ્યયુગના સંમાનનું કિ. બંધ લશ્કરી છાવણીનું નગર. અંગ્રેજી હકૂમત સમયે આજુબાજુમાં નાનાં મોટા દેશી રજવાડાંઓની પ્રવૃત્તિ તેમજ એએની સમગ્ર હિલચાલ ઉપર નજર રાખવા પિતાની હકૂમતના નેજા નીચે વહીવટી અને રાજકીય નિરીક્ષણ માટે ગર્વનર જનરલ ઓફ ઈન્ડિયાને નીમેલ પોલિટિકલ એજન્ટ લશ્કરી દરજજાના અફસરનું નગર તે સારા. રસ્મ સાબરમતીના કિનારે, દેશી રજવાડાંઓની રિયાસતેની મખમાં યુરોપિયન પ્રજાને માફક આવે તેવું ખુશનુમા હવામાન ધરાતું સાદરા નગર પસંદ કરવામાં આવેલું. | દોસણ માણસ બરોડા રસ આંબલિયાસ પેથાપુર અલુવા વાસણ અને છેક હિંમતનગર ઈડર તથા સાઠંબા સુધી દેશી રજવાડાં જેની હકુમત નીચે હેય તેમજ કેટલાક જાગીરદાર દેશી રાજપીઓની હેસિયત જેટલી બ્રિટિશ સરકારમાં પગ અને મોભે ધરાવતા હોય તે પણ એની સત્તા નીચે છે. પીંડાયા લોદરા જેગો જાગીરદાર એભો પલિટિકલ એજન્ટ જાળવતે હેય એવું આ નગર આજે ખંડેરભૂમિ બની પિતાનું પ્રતિબિંબ સાબરમતીના જળમાં ઓગાળી રહ્યું છે. આ, એની એ સમયની અમિતા બતાવું. પ્રથમ લિટિકલ એજન્ટ એક લશ્કરી અમલદારનેરૂઆબનું ભવ્ય સ્થાન-બંગલે કે જેના મુખ્ય બે વિશાળ દરવાજા ફરતે કિલ્લેબંધી અને અંદર વિશાળ એડા ભોયતળિયું અને ઉપર માળ જેમાં રડું દીવાનખંડ વાંચન-ખંડ, મુલાકાતીઓ માટે પ્રતીક્ષારૂમ, બેડરૂમ તેમજ એની વિશાળ બારી અને નદીનું સમગ્ર સૌદર્ય નિહાળી શકાય એવી ખુલી ગેલેરી વિશિષ્ટ રીતે ધ્યાન ખેંચે છે. આથમતા સૂરજની ખીલતી સંખ્યા એના ઝરૂખે ઉભા રહી જેવાની અહીં અમે તક છે. ખીલેલી સંધ્યાના રંગમહેલમાં જાણે કોઈ આપણી પ્રતીક્ષા કરતું હોય એમ લાગે છે. બીજુ એનું કીર્તિ– તંભ સમું ગૌરવસ્થાન તે મહારાણી વિકટારિયાની સિ૮૫-મૂર્તિ જોડેલો ઐતિહાસિક ટાવર કે જે મુખ્ય બજારમાં આવેલ છે. એના સમયની કલાકારીગીરીને નમન અને સારા નગરની સુંદરતાની ઝલક તથા ત્યાંથી શરૂ થતા પોલિટિકલ એજટના બંગલા સુધીના વિશાળ રસ્તે, એની આ જુબાજુ દેશી રજવાડાંઓના નામશેષ ઉતારા, વિશાળ નિવાસસ્થાને, વેરાઈ અંબાજીનું જૂન/૧૯૯૨ ૧૩,, For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy