SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ મારવાડ તરફના વેપારીઓએ જ પોતાના વતનેમાંથી ભગાવી અને પ્રતિષ્ઠિત કરાવી હતી. આમાં સ્થાનિક વૈષ્ણએ સાથ અને સકાર આપેલે એ વાત સાચી, પણ આજની પૂજાની મુખ્ય મૂર્તિ સિંહની નથી, એ તે કાળા રંગના કટ્ટમાંથી કંડારેલ જગદીશ કે શ્રી જગનાથ ભગવાનની છે. આવી જ મૂર્તિ આપને ભાવનગરના વિશાળ અને ભવ્ય વિષ્ણવ મંદિર જગદીશ બાપાની જેવા મળશે. ત્રીજી આવી જ મતિ અહીંના દરિયાકાંઠાના દરિયાખેડુઓનાં રહેઠાણમાં આવેલ મંદિરમાં પણ છે. આ ઉપરાંત આ ગર્ભાગારમાં જગદીશની જમણી બાજુ રાધાકૃષ્ણની શ્યામ આરસની નમણી અને સુરેખ મૂર્તિ છે. સાથે રામ લક્ષ્મણ જાનકીની પંચ ધાતુની ત્રિપુટી છે. નૃસિંહ ભગવાન કયાંક એક જગ્યાએ વાઘા-પિત હેાય એમ જણાયું. મંદિર આજે ગામમાં પ્રવેશતાં આવતા રામકું અને પછીના બે શિવમંદિર બાદ આવે છે. એના એક દક્ષિણ કોણ પર બહુચરાજીનું નાનું મંદિર છે. બરાબર પૂર્વમાં સહેજ ઉત્તર તરફ નગરના ઈષ્ટદેવ હાટકેશ્વરનું મંદિર પ્રતિષ્ઠિત છે, જે તદ્દન નવી ભાત પાડતું પશ્ચિમાભિમુખ છે. આમ આ મંદિર અને સરાઈ સમુદ્રથી દુર નથી, બંને પપ કિ.મી. આશરે ગણી શકાય, મંદિરની સ્થાપના કરી હોય તેમણે જ નિભાવ માટે પણ વ્યવસ્થા કરી જણાય છે. આજના જે રજદરબારી હસ્તક્ષેપ નહિ હોય, કારણ કે ઘોઘાની શાસન-પ્રણાલિમાં સતત ફેરફાર થયા કર્યા છે. અહીં એવું જમીન જાગીર આપ્યાનું જાણમાં નથી. દાન દgિણા–અનુયાયીઓની સહાય પર જ મંદિર નભતું હોય એમ એને ઇતિહાસ તપાસતા જાણવા મળે છે. આજે જે પૂજારો છે તેની પહેલાં પૂજા અર્ચા અને જાળવણી કે દેખભાળ માટે એક બીજી જ વ્યવસ્થા હતી. આવી વ્યવસ્થા બીજાં મંદિર કે દેવસ્થાનમાં ગુજરાતમાં, રાજસ્થાનમાં, ઉત્તર ભારતમાં ઘણી જગ્યાએ વિખશવ ધર્મના એકાદ સંપ્રદાયના સાધુઓ કરતાની જાણવા મળે છે. અહી એ જ પરંપરા હતી. આ સાધુએ શિષ્યપરંપરાથી મંદિરની જવાબદારી સંભાળતા હતા. આના આધાર જેવી ત્રણ ચરણ પાદુકાઓ જોવા મળી. આ પાદુકાઓ પરના અનિલેખે વચત એમની શિષ્ય પરંપરા અને ગુરુશિષ્યનાં નામે અને સમય જાણવા મળ્યું. એમાં શિષ્ય ગુરુની કે શિષ્યને શિષ્ય કે ગુરુમાઈએ ગુરુની માસી વરસી કે ભંડારા જેવા તપણવિનિ કર્યાને ઉલ્લેખ છે. જેમ ગૃહસ્થી હિંદુઓમાં શ્રાદ્ધ તર્પણ અને ભજન જેવા વિધિ હોય છે તેવી રીતે આ સાધુસમાજમાં પણ કેટલાંક વિધિ અને રૂઢિએ કે કેમ ચાલતી મરર પ્રસંગ-ઉજવણીની જેમ ચાલતી હોય છે તે આ પરંપરામાં ચાલતી દેખાય છે. આજે મંદિરની પૂજા કરતા નવા બ્રાહ્મણ પૂજારી ભી ખભાઈ પાઠકે આવું કેટલુંક જૂનું સાચવી રાખ્યું છે અને વ્યવસ્થિત ગોઠવ્યું છે એટલે એની પૂજા પણ શ્રદ્ધાળુ લેકે કરતા હોય એમ દેખાય છે. આ ત્રણે પાદુકા આરસની સમરસ આશરે ૫૦ થી પર સે.મી.ની ચેરસ છે. એકાદ તૂટેલી છે, પણ એમાંનાં કંડાર અને લેખ સૂવાય છે, એના બે ચરો વચ્ચે કમળનું સુંદર ચિત્ર છે. નીચે લખાણ નાગરી લિપિમાં છે. ભાષા ગુજરાતી છે, પણ લખાવનાર સાધુ હિંદીભાષી સાધુ હેએના ગુજરતી તક્ષકને લખાવ જે બેલાયું તે કંડારાયું છે, પરંતુ મિતિ ઘણી ચેકસ છે. મૃત્યુ પામનારને પાદુકાની પ્રતિષ્ઠા કરાવનાર સાથેને સંબંધ પણ સ્પષ્ટ સમજી શકાય એમ છે. ચરણપાદુકાન ચિત્રો પણ નીચે જણાવ્યા મુજબ એકસરખાં છે. ૫૦૫૦ સે.મી.ની સફેદ આરસની તકતી(સાદી)માં ઉપર લખાણ અને નીચે પદચિહ્નો વચ્ચે કમળદળ અને તળભાગે કુલ તથા અંગૂઠા અને આંગળીઓ પણ સ્પષ્ટ ગણી શકાય એમ કંડારેલાં છે. અંદરનું લખાણ ક્રમવાર ત્રણે પાદુકાઓમાંનું For Private and Personal Use Only
SR No.535369
Book TitlePathik 1991 Vol 31 Ank 09
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages32
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy