________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ, માનસ'ગજી બા૨ડ મારક ટ્રસ્ટ સંચાલિત
વર્ષ ૩ મું અંક ૯ છે સં', ૨૦૪૮ સન ૧૯૯૨
તંત્રી-મંડળ : ડે. કે. કા. શાસ્ત્રી છે. ના. કે. ભટ્ટ છે. સો. ભારતી બહેન
શેલત
[ ઇતિહાસ-પુરાતત્ત્વનું એક માત્ર ગુજરાતી માસિક્ર]
આદ્ય તંત્રીઃ ર૧, માનસ'ગજી બારડ
ઇતિહાસની આરસીમાં : ૧. પુરૂરવા
ભારતીય ઉપખંડમાં પ્રાચીનતમ બે વંશ વિકસ્યા તે ચંદ્રવંશ અને સૂર્યવંશ. વર્ણની દષ્ટિએ વિચારતાં આ ગૌર વર્ણ કિંવા ગૌરાંગ અને પીત્ત વર્ણ કિંવા પીતાંગ છે. હિમાલયના પૂર્વ પશ્ચિમ બે વિભાગ કહીએ તો એના પશ્ચિમાધે માં ગૌરાંગ અને પૂર્વાર્ધ માં પીતાંગ વ શોનો વિકાસ થયો કહી શકાય. ચંદ્ર વંશ(ગૌરાંગ-white race ને આદિ પુરુષ પૌરાણિક વંશાવલી પ્રમાણે ઐલ પુરૂરવા છે. એને અંદાજે સમય કહેવું હોય તે ઈ. પૂ. ૩૦૦૦ આસપાસને આવે. સૂર્યવંશ(પીતાંગ-yellow race ને આદિ પુરુષ પૌરાણિક વંશાવલી પ્રમાણે દવાકુ છે અને એને સમય પણ છે. પૂ. ૩૦૦૦ આસપાને આવે.
આ બંને રાજવી એનો ઉલેખ ઋગ્વદ(૧૦-૯૫ અને ૧૦-૬૦-૪)માં થયેલ છે. પુરૂરવા અને ઉર્વશીના સંવાદમાં એ ઋગ્વદમાં એક પાત્ર છે અને આખું (૯૫ મું) સૂક્ત આપવામાં આવ્યું છે. આ સિવાય બીજી કોઈ વિગત ત્યાં મળતી નથી. અન્યત્ર(ઋ. ૧-૭૧-૪ માં) પણ એને ઉલેખ થયેલો છે, જ્યાં મનુને પણ ઉલ્લેખ છે. પુરૂરવા અને ઉર્વશીના સંવાદ શતપથ બ્રાહ્મણ(૧૦-૫. ૧, ૧)માં ઋવેદના તદ્વિષયક મંત્રો ઉલિખિત કરીને કરવામાં આવ્યા છે ત્યાં એને એલ’ પણ કહ્યો છે, અર્થાત્ ‘ઈલ' હે ‘ઈલા’ને પુત્ર. પુરાણોના મનુની શાપિત પુત્રી ‘ઈલા'માં ચંદ્રના પુત્ર બુધથી ઉત્પત્તિ કહી છે, એનું મૂલ્ય પૌરાણિક ગાથાથી વધુ નથી. ઇતિહાસમાં આપણે માટે એ ચંદ્રવંશના આદિ પુરુષ છે એ મહત્વની વાત છે. એની રાજધાની પ્રયાગ પાસે પ્રતિષ્ઠાન (પછીનું પૌઠણુ).
– તંત્રી
For Private and Personal Use Only