________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાભાર સ્વીકાર
1, વાડજના વડલા : સચિત્ર : લે. શ્રી સુરેશભાઈ પુનાભાઇ ભરવાડ, પ્ર. ગુજરાત ગોપાલ સાહિત્ય સમિતિ, ઠે. ગોપાલધામ, 12/બી/1, નીલકંઠ કેલેની, વેદમ દિર રોડ, કાંકરિયા, અમદાવાદ380022; સિગ્નલ ડેમી 8 પેજી પુ. 16+112; તા. 1-8-1892, જન્માષ્ટમી; મૂલ્ય અમુદ્રિત.
ગુજરાતની સુપ્રસિદ્ધ ભરવાડ જ્ઞાતિના સામાજિક અભ્યાસમાં સહાયક થાય એવા આ એકાંગી લાગતે છતાં મહત્ત્વને સૂચક ગ્રંથ ભરવાડ જ્ઞાતિના આગેવાન શ્રી સુરાભાઈએ તૈયાર કરી આ છે. હકીકતમાં નવાવાડજમાં આવી વસેલાં ભરવાડ-કુટુંબેની સાથે જૂના વાડજમાંથી થોડે જ દૂર નવું વાડજ કેમ અસ્તિત્વમાં આવ્યું એ બતાવવાને આ ગ્રંથમાં લેખકને પ્રયત્ન છે. એક વાયખંડ આપણને અતિ સંક્ષેપમાં ઘણું કહી જાય છે, જેમકે
“વાડજના વડલા'માં કુદરતના કેપથી નવું વાડજ કેમ વસાવ્યું અને જૂના વાડામાં, અરે કાંટા કે થોરની વાડીમાં પોતે અને પશઓ રહી વાડામાંથી વાડજ કેમ બનાવ્યું તેની વાત છે. એ પછી સામાજિક સંસ્કાર, શિક્ષણ અને વ્યવસાય વગેરેમાં ગોપાલક જ્ઞાતિ શુન્યમાંથી સાત પગથિયાં કેમ ચડતી ગઈ એના આંકડા, હકીકત અને નામઠામ સહિતનો ઈતિહાસ આવે છે.” (પ્રસ્તા. પૂ. 9)
1 લા પ્રકરણમાં (જુના) વાડજ ગામને પરિચય જોવા મળે છે. આ ગામ સ. 702 (ઇ. સ. 949)ના રૌત્ર સુદિ 5 ને રવિવારે “વીરપુર” નામથી અસ્તિત્વમાં આવ્યું હોવાની માહિતી મળે છે. નવ વાડજ સં. 1928 (ઈ. સ. 1876)ના માધ સુદિ 5 ને સોમવારે અસ્તિત્વમાં આવ્યું. કારણમાં સાબરમતીના ઘેલા પૂરે જૂના વાડજને વિનાશ કરી નાખેલ. ગામની થાંભલી બાંધનાર ભરવાડ બ્રાહ્મણ સુથાર કુંભાર અને હરિજન હતા, તે ખાતમુહૂર્તવિધિ કરનાર શ્રી. કુંવરાભાઈ પૂજાભાઇ ભરવાડ (ગોહિલતર) તથા શ્રી ભલાભાઇ હિંદુભાઇ ભરવાડ ખીંટ હતા. આ નવા ગામે પણ અનેક તડકીછાંયડી જોઈ હતી, છનાં એ સારી રીતે વિકસી આવ્યું છે. અહીં જ શ્રી રાધાકૃષ્ણ ઠાકર ભરવાડમંદિરને અને નવા વાડજ ગ્રા-શતાબ્દી મહોત્સવ પણ ઊજવાઇ ગયેલ છે.
આ પ્રકરણમાં જ આગળ “આ પલ્લી : આસાવેલ અને કર્ણાવતીને ઈતિહાસ રજૂ કરી આપે છે, જેમાં પછીથી અમદાવાદ વસ્યું અને એ નગર તે આજનું અમદાવાદ.
બીજું પ્રકરણ “વસવાટ' અને વસ્તીને ખ્યાલ આપે છે. પાંચ મહોલ્લા પાટીદારોના થયા અને દક્ષિણે “ભરવાડવાસ' વિકસ્યો. આ પ્રકરણમાં ભરવાડનાં સાત કુટુંબ વિકસ્યાં એને વિસ્તારથી વિગતવાર તે તે કુટુંબના સભ્યોના નામોલેખ સાથે ખ્યાલ આપે છે.
3 પ્રકરણ આવી વસેલ ભરવાડ કુટુંબના સામાજિક અને સાંસ્કૃતિક વિકાસને સારા વિસ્તારથી ખ્યાલ આપે છે,
4ધું પ્રકરણ છેલ્લાં 50 વર્ષના ભરવાડ ભાઈઓ-બહેનના થયેલા શૌક્ષણિક વિકાસને પરિચય સુલભ કરી આપે છે. આમાં અનેક ક્ષેત્રે તેજસ્વી તારલાઓ પ્રકાશમાં આવ્યા છે એને સમુચિત ખ્યાલ મેળવવાનું ભાગ્ય મળે છે.
For Private and Personal Use Only