SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કચ્છને પ્રથમ માનવી શ્રી રાજરાન ગોસ્વામી દુર્ભાગ્યે આજે હડપ્પીય સંસ્કૃતિના ભારતમાં અને ખાસ તે ગુજરાતમાં અવશેષના સંશોધનમાં આપણે એટલા તે ગુલતાન થઈ ગયા છીએ કે પુરાતાત્વિક સંશોધનમાં પાષાણયુગીન માનવસભ્યતાના અવશેષે શોધવામાં જરાય રસ લેતા નથી. આને સૌથી ખરાબ પ્રભાવ એવો પડ્યો છે કે આજે ગુજરાતમાં એકેય સ્થળે પાષાણયુગીન સભ્યતાની બેજ માટે વિધિવત્ ઉખનન-કાર્ય વીસ વરસોથી હાથ જ ધરવામાં આવ્યું નથી. એક તે પાષાણકાલીન શોધો પુરાતત્ત્વવિદોમાં રોમાંચ પેદા કરી શકે તેવી ભવ્યતાઓ–વિહીન હોય છે, તે બીજી બાજુ એની શોધખોળમાં ભટકવાનું વધારે હોય છે, તેથી પુરાતત્વવિદો કદાચ નિષ્ક્રિય થઈ જતા હોય. આવી ઉપેક્ષાને સૌથી ખરાબ શિકાર રહ્યો છે ક૭. કચ્છ કે જેણે આજ લગી વિશ્વની વિવિધ જાતિઓ અને એમની સભ્યતાઓને ન કેવળ આશ્રય આપ્યો છે, અપિતુ એમને સુરક્ષિત પણ રાખી છે કે આજે પણ એક અથવા બીજા સ્વરૂપે એ સંસ્કૃતિઓ અને જાતિઓ અહીં યત્ર-તત્ર દષ્ટિગોચર થાય છે. એને જ પ્રાચીનતમ માનવી વિષયે નહિ જેટલી માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે અને જે પણ છે. તે ક્ષેત્રની વિશાળતાના પ્રમાણમાં ખૂબ જ અલ્પ છે, અપૂરતી છે, છતાં, જે કાંઈ છે તેને જ આધાર માની, અન્ય સ્થળેના તુલનાત્મક અભ્યાસના આધારે આજે આપણે જોઈએ કે “કચ્છને પ્રથમ માનવી કોણ હતે.” કરછમાં પુરાતાત્વિક સંશોધનમાં પ્રાચીન માનવી વિશે જોડાયેલ સંશોધનના વ્યવસ્થિત પ્રયાસ ડેકકન કેલેજ-પૂના દ્વારા ૧૯૬૭ દરમ્યાન થયા. ત્યાર બાદ રાજયના પુરાતત્ત્વ ખાતાની “નદી-સર્વેક્ષણ અને ગામે-ગામ સર્વેક્ષણ” જેવી યોજનાઓ હેઠળ ૧૯૭૭ થી ૧૯૮૪ સુધી કેટલાંક સ્થળોનાં અભ્યાસ અને ઉપરિ–સર્વેક્ષણ (સફેસ-સર્વે હાથ ધરવામાં આવ્યાં. આ સર્વેક્ષણના ફલસ્વરૂપે ભૂજ અંજાર નખત્રાણા ભચાઉ લખપત અને રાપર તાલુકાઓમાંથી અશ્મીભૂત અવશેષો અને પાષાણયુગનાં વિવિધ કાલનાં હથિયાર પ્રાપ્ત થયાં.' (આ હથિયારો પૈકીના ઘણા નમૂના કચ્છ સંગ્રહાલયમાં પ્રદર્શિત કરવામાં આવ્યા છે તેમજ થોડાક પુરાતત્ત્વ અધીક્ષકશ્રી કચ્છ વર્તુળ, ભૂજની કચેરી ખાતે સચવાયા છે.) છેલ્લા બે દાયકાથી પ્રાગૈતિહાસિક અધ્યયનના ક્ષેત્રમાં એક નવું પરિણામ ઉમેરાયું છે. પહેલાં અધિકાંશ પુરાતત્વવિદ કૃત્યાવશેષો'(artifacts)ના પ્રકાર, તકનીક, કાલક્રમાનુસાર વિકાસ અને પાષાણ તથા વાસણ-કૃત્યાવશેષના સમૂહોના ક્રમબદ્ધતા અને ક્ષેત્રીય સંબંધ સ્થાપિત કર્યા કરતાં પરંતુ હવે થોડાક સમયથી વિદ્વાને કૃત્યાવશેષોનાં ઉપયુક્ત પૃથક્કરણની સાથે-ખાસ તે ભૂસંરચના. આઘજીવવિજ્ઞાન (વનસ્પતિ અને પ્રાણુઓ) અને આદ્ય હવામાન ઈત્યાદિના વિશદ અભ્યાસ ઉપર ભાર મૂકી. પ્રાગૈતિહાસિક સભ્યતાને એક પૂર્ણ નિવસનતંત્ર રૂપે માનવી અને કુદરતના સંસર્ગમાં થયેલા એના વિકાસના અભ્યાસને વધુ ભાર મૂકવાની નવી વિચારપ્રણાલી અપનાવવા લાગ્યા છે, એટલે કે બને તેટલું જે તે સમયના માનવી અને એના પર્યાવરણના સંદર્ભમાં એના ઈલેજિકલ સંબંધે વિષય જાણવું અને તેથી કૃત્યાવશેષોને( artifacts)ને કેઈ પણ સંસ્કૃતિનું એક પાસું માત્ર-છે કે ખુબ જ અગત્યનું સમજવામાં આવે છે. આવા અભ્યાસને ઘણા અન્યાન્ય પુરાવાઓની આવશ્યકતા રહે છે, જેમાં પ્રાણીઓ વનસ્પતિઓ અને અન્ય કાર્બોદિત અવશેષની સાંસ્કૃતિક અને ભૂસ્તરીય રચનાપથિક] એ/૧૯૯૩ For Private and Personal Use Only
SR No.535368
Book TitlePathik 1991 Vol 31 Ank 08
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1991
Total Pages24
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy