SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલાક વિદ્વાન ભારતીય નાટથશાસ્ત્રમાં જણાવેલી કેટલીક પરંપરાઓમાં શોની અસર હોવાનું માને છે; જેમકે “સ્વામિન' “ભદ્રમુખ અને “રાષ્ટ્રિય શબ્દના પ્રયોગમાં. ચાનિકા (પડદે) શબ્દનું તાત્પર્ધ શંકાસ્પદ છે, પરંતુ ભારતીય રાજઓ યાવની સ્ત્રીઓને પિતાની સેવામાં રાખતા હતા એ નિશ્ચિત છે. વરાહમિહિરે નિરૂપલ પંચસિદ્ધાતિમાં, ખાસ કરીને પિલિશ અને રોમક સિદ્ધાંતમાં વિદેશી જતિપદ્ધતિઓ કરતાય છે. ભારતીય તિષમાં શક સંવતને અપાયેલું મહત્વ પણ આ સંદર્ભમાં નોંધપાત્ર છે. ગેરક વંશના સિક્કાઓમાં તથા ગુપ્ત સમ્રાટોએ પશ્ચિમ ભારતવર્ષ માટે પડાવેલા ચાંદીના સિક્કાઓમાં સ્પષ્ટતઃ ક્ષત્રપ–સિક્કાઓનું અનુકરણ રહેલું છે. બુદ્ધનું દેહિક સ્વરૂપ આલેખવામાં તેમજ બૌદ્ધ ધર્મના મહાયાનના ઉદ્દભવમાં પણ શાસકેનું પ્રદાન મહત્વનું ગણાય છે. શક ક્ષત્રની જેમ કુષાણેના સિકકાઓને પણ પછીનાં અનેક રાજ્યના સિક્કાઓ પર પ્રભાવ વરતાય છે. ખાસ કરીને મગધના ગુપ્ત સમ્રાટોના સેનાના સિક્કાઓ ઉપર સાસાની તથા હૃણ રાજાઓના શાસ્ત્ર દરમ્યાન અહીં જે સિક્કા પ્રચલિત થયા તેઓનો પ્રભાવ એ શાસનના અંત પછી પણ સૈકાઓ સુધી ચાલુ રહ્યો... દૂગોએ બૌદ્ધ વિહારને તથા નાલંદા વિદ્યાપીઠને ઘણું નુકસાન કર્યું હતું. ગુર્જર ભારતવર્ષના હેય કે વિદેશથી આયા હેય, પણ એઓ દૂ સાથે ગાઢ સંબંધ ધરાવતા હતા એવું માલૂમ પડે છે. રાજપૂતની ૩૬ જાતિઓ દૂને સમાવેશ કરવા માં આવ્યું છે. ભારતીય સિકકાશાસ્ત્રમાં બે વિદેશી શબ્દ ઘણા પ્રયલિત થયા હતા. આમને એક છે દમ, જે ગ્રીક ભાષાના “દમ” પરથી વ્યુત્પન્ન થયો છે. “દમ” શબદ સંસ્કૃત સાહિત્યમાં ઠેકઠેકાણે પ્રયોજાયો છે, ગુજરાતી શબ્દ “દા સંસ્કૃત રૂપ” “મ'મ થી ઉતરી આવ્યો છે. બીજો શબ્દ છે 'દીવાર', જે રોમન ભાષાના “દીનારિયસમાંથી ઉદભવ્યું છે. દ્રિગ્સ” અને “દીનાર' મૂળમાં અનુક્રમે અમુક તેલના ગ્રીક અને રોમન રિલ્કાઓનાં નામ હતાં. - રોમન સામ્રાજ્ય ભારતવર્ષ સાથે ગાઢ વાણિજ્યિક સંબંધ ધરાવતું ત્યારે એ ભારતવર્ષમાંથી અનેક આવશ્યક વસ્તુઓની આયાત કરતું ને એના વિનિમયમાં એની પાસે નિકાસ કરવાની વસ્તુઓ ન હેવાથી એને ભારતીય વસ્તુઓનું મૂલ્ય નાણામાં ચૂકવવું પડતું. પરિણામે ભારતવર્ષમાં, ખાસ કરીને દક્ષિણ ભારતવર્ષમાં, રોમન સમ્રાટેના સેનાના સંખ્યાબંધ સિક્કા મળી આવ્યા છે. “રમા' નગરીને નિર્દેશ ભારતવર્ષના સાહિત્યમાં મહાભારત(સભા પર્વ)થી મને ઉપલબ્ધ છે. રોમન “એમ્ફ' નામે મદિરા-પાત્રોના નમૂના ગુજરાતમાં પણ પ્રાપ્ત થયા છે. તિષમાં અહીં “રોમક રિ દ્ધાંત' પણ પ્રચલિત હતા. ભારતીય જ્યોતિષમાં પહેલાં નક્ષત્રોનું મહત્ર હતું. મેવદિ ૧૨ રાશિ ભારતવર્ષમાં આગળ જતાં વિદેશથી, પ્રાયઃ ખાદયામાંથી આવી પ્રચલિત થઈ લાગે છે. અંધક માસ અહીં છેક વેદકાલથી પ્રચલિત હતા, પરંતુ વાર આગળ આવતાં પ્રચલિત થયા છે. કેટલાક વિદ્વાને સાત વારની પદ્ધતિ ભારતવર્ષમાં વિદેશથી આવી હોવાનું માને છે. ભારતીય શિલ્પકલામાં મયુર -શૈલીમાં મુખ્ય ભારતીય હેલેનેટિક અસર મુખ્ય હેવાનું માલૂમ પડે છે ભારતવર્ષનાં કેટલાંક રીતરિવાજેમાં વિદેશી અસર હેવાનું સૂચવાયું છે, પરંતુ એને લગતા તર્ક શંકાર કે વિવાદાસ્પદ લાગે છે, છતાં ઉપર જણાવ્યા મુજબ ભારતવર્ષમાં આવી વસેલી વિદેશી પ્રજાના પ્રભાવથી ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં અનેક વિદેશીય તાવ સમાવિષ્ટ થયાં. શ્રીલંકા અને ઈન્ડોનેશિયા જેવા અલ્પ-વિકસિત દેશોમાં ત્યાં જઈ વસેલા ભારતી દ્વારા ભારતીય સંસ્કૃતિની અસર વિપુલ પ્રથાણમાં થયેલી. ચીન જેવા વિકસિત દેશ સાથેના સંપર્કમાંય મૂખ્ય અસર ભારતવર્ષના બૌદ્ધ ધર્મના પ્રસારની થઈ. ભારતવર્ષના અનેક બૌદ્ધ વિદ્વાન ચીન ગયા ને ચીનના અનેક શ્રવણે ભારતવર્ષમાં આવ્યા, પરંતુ એ બે દેશો વચ્ચે સાંસ્કૃતિક સંબંધ મુખ્યત્વે ૬૮] ૧૯૮૯ -નવે. [ પથિક-દીપિત્સવ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy