SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૂના રાજમહેલ ની એક મેડીમાં એ સમયને જામનગરના લેકજીવનનાં ચિત્ર ઘણી વિગતે છત તેમજ ભીંત પર કરછી કમાંગરોએ ચીતરેલાં છે.” કચ્છનાં અનેક મકાનોમાં ભીંતચિત્ર છે. માંડવી તાલુકાના મેટી રાયણ ગામમાં રમનાથના ભંડારાની ડેલીમાં “કમાંગરી છે તેમાં ચિત્રવસ્તુને વિસ્તાર ઘણે છે. અંજારમાં કચ્છના અંગ્રેજ અમલદાર જેમ્સ મેકડોના બંગલામાં એણે પિતાના મયખંડની ચાર દીવાલે રામ-રાવણુયુદ્ધ, અશોકવનમાં સીતા, લંકા દહન, ગોવર્ધનધારી કૃષ્ણ, કાનગોપી, હસ્તિયુદ્ધ, મૃગયા વગેરે દશ્ય અને પક્ષીઓ તથા લેવાના આકારથી સભર ભરેલી તે ભી મનહર દેખાય છે, ઈ.સ. ૧૮૧૮ માં મેકમ એ પિતાને બંગલે બંધાવેલ, જેમાં ૧૬૮ વર્ષ પહેલાંની ચિત્રણ જોવા મળે છે. ભૂજના કચ્છ મ્યુઝિયમમાંનાં નાગપંચમીની સવારીનાં ચિત્ર જોઈને તાજુબ થઈ જવાય. ચિની લયબદ્ધ પંક્તિઓ અને કમાંગર વાઢા જુમાએ ચીતરેલું હિન્દુ કન્યાના લગ્નની ચોરીનું એક દશ્ય જોઈ આફરિન પિકારી જવાય. આયનામહેલ (ભૂજ)ની કમાંગરી-ઈ.સ. ૧૭૬૧ માં એટલે કે આજથી સવાબે વર્ષ પહેલાનો કલા તેરીના દરબારગઢમાં રામાયણના પ્રસંગેનું સળંગ આલેખન થયેલ છે તેમાં ઝાડ પાન પશુ પક્ષી દેવ ગાંધર્વ રાક્ષસ વગેરે આબેહૂબ ભાતીગળ રંગથી ચીતરેલાં છે, ભારાપરના સુજાબાના દરબારના ભીંતચિત્ર કમર પછવનના કેટલું ઊંડા અભ્યાસી હશે એને ખ્યાલ આપે છે. સવારીના દશ્યમાં ધેડાઓની જે વિવિધ ભાવવાહી આકૃતિઓ ઉઠાવી છે તેમાં કમાલ કરી દેખાડ્યું છે, આ ચિત્રમાં ચીવટપૂર્વક એમણે પિતાની પ્રાચીન પ્રણાલિકા સાચવી છે. શ્રીરામસિંહજી કેડે પિતાના પુસ્તક “કચ્છનું સંસ્કૃતિદર્શન'માં જંગીના અખાડાનાં ચિત્રોની વિગત ધિી છે. જગીના અખાડામાં મેંકણુદાદાના ભક્ત મળરાજ માધવદસ વગેરે તેમજ પાવરિયે વગેરે અખાડાના સેવકનાં ચિત્ર છે. માંડવીમાં “ભૂતિયા બંગલા” તરીકે ઓળખાતા મકાનના અંદરના ઓરડાઓની દીવાલ પર એક વર્ષ પહેલાની કમાંગરીકલા હોવાનું શ્રી રસેન્દુ ઠાકરે નાયું છે. આ બંગલામાં દરતી રંગેના ઉપયોગથી મોર પિપટ કબૂતર જેવાં પક્ષી ચીતરવામાં આવ્યાં છે, જેના રંગ આજે એક સદી પછી પણ કમાંગરીકલાના અદ્દભુત નમૂના દીવાલે જડેલા પડ્યા છે. મુન્દ્રામાં શ્રી પ્રફુલ્લચંદ્ર શૈવ-હસ્તકના શ્રી અંજારિયાના મકાનમાં પહેલે માળ સવા વર્ષ ઉપરના ભીંતચિત્ર હજુ આજે સારી સ્થિતિમાં છે. ક્યાંયે માટી ખરી નથી કે રંગ ઊળ્યા નથી. મુન્દ્રાનાં કોઈક ચિત્ર ઝાંખાં થઈ ગયાં છે અને કથક બેઝરકારીને લીધે ડાઘા પડી પણ ગયા છે. ચેતરફ સળંગ રેખાંકન અને રંગપૂરણી સુંદર થયેલ છે. અહીં કમાંગરોને મન ભીત મોટે ચિત્રપટ્ટ છે. પ્રસંગ પૂરો થાય ત્યાં ચારે તરફ લીટીની હદ મારી, અથવા કોઈ આકર્ષક ભાત પાડી, અડે અડ બીજું એકઠું પાડી જુદો પ્રસંગ મળ્યો છે. અન્ય ઘણી જગ્યાએ કઈ પાત્ર શું કરે છે અને કોનું ચિત્ર છે એની અક્ષરનાંધ પણ હોય છે, જ્યારે મુન્દ્રાનાં ચિત્રોમાં એટલું નથી. અન્ય સ્થળોનાં ભીંતચિત્રોની જેમ મુન્દ્રામાં પણ શિકારનાં દ, રાજાશાહી વખતની સવારીનાં દ, દેવતાઓનાં ચિત્ર, ફૂલવેલ વગેરે ચિત્તાકર્ષક ચિત્રકાશનાં દર્શન કરાવે છે. કચ્છ ગેઝેટિવરે અને શ્રી રામસિંહજી રાઠોડે નોધેલ છે એ મુજબ કમાંગરીને વિકાસ કળાપ્રેમી સાવ લખપતજી(ઈ.સ. ૧૭૫-૧૭૬ ૧)ના વખતમાં થયો.” ઇ.સ. ૧૮૮૧ ની સાલના એક અંદાજ પ્રમાણે કચ્છમાં ૪૭ કમાંગર હતા. આજે પાંગળીના વેઢે ગણી શકાય તેટલાયે નથી! કચછની આ કલાને ગભવ અઢારમી સદીમાં ઉદય પામી ઓગણીસમી સદીમાં પૂર્ણતાને પામ્યાને એક અંદાજ છે. કચ્છમાં ભીંતચિત્રોનું આલેખન શુભ ચિહ્નન અને સમૃદ્ધિદાયક ગણવું છે. લોકે પિતાનાં ઘરોનાં દારે ઉપર અને ઊંચી દીવાલ ઉપર મંગલ પ્રસંગોએ ચિત્રો અચૂક દેરાવતા. ઠાકર-મંરિના ઓરડા પથિ-પેસવાં] ૧૯૮૯ -નવે. [૫૭ For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy