SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને સાધુ સંતોનાં રહેઠાણોમાં ધાર્મિક ચિત્રોનું આલેખન થતું. ઠકરાઈઓના બેઠકના ઓરડા તથા ઠકરાણીઓનાં અંતઃપુરના ઓરડા વિવિધ શૈલીનાં અને ભાવભર્યા ચિત્રો વડે શણગારવામાં આવતા. ભીંતને ચૂના અને ચિરોડીથી લીસી લસોટીને એ તાજા ચૂના ઉપર મુખ્યત્વે લાલ કે કાળ રેખાઓથી સાદાં કરેલાં રેખાચિત્ર અને એમાં સપાટ ભરેલા વિવિધ મૂળ રંગોથી આ ચિત્ર તળપદી એક વિશિષ્ટ રીલીનાં બની રહે છે, ખજૂરીના કૂણા પાનની પીંછી વડે રેખાએ આલેખી એમાં ભભકદાર રંગો પૂરેલાં ભીતચિત્રો આજે પણ એટલાં જ સુંદર અને સ્પષ્ટ છે, એકસરખી ઘટ્ટ રેખાઓની આકૃતિઓમાં અહીંતહીં રંગપટ્ટ આપીને કમાંગરે ભીતચિત્રો નેત્રાકર્ષક બનાવ્યાં છે અને કચ્છી કમાંગરીને ગૌરવ અપાવ્યું છે. શ્રી ન. મ. જોશી કી કમ મરકલા વિશે પ્રકાશ પાડે છે કે ભદ્ર ધર માં ચિત્રોમાં રાજસ્થાની અસર દેખાય છે, તે રાયણમાં દાદા ઘેર મનાય પ્રત્યેની ધર્મભાવનાવાળાં પંચમાં અજંતાની છાપ વર્તાય છે, જયારે ભૂજના આયના મહેલમાં મુઘલરીલી સ્પષ્ટ જોઈ ચકાય છે,” આમ અજંતા રાજસ્થાન અને મુઘલકલાની વિશિષ્ટતા વડે વણાયેલી કરી કમાંગરકલા કમાલ છે ! - આ કમાંગરી ચિત્રકલાના ચિત્રકાર-કમાંગરે કેશુ? આ પ્રશ્નના જવાબમાં શ્રી હરેશ ધોળકિયા કહે છે કે “સમગ્ર ઈતિહાસમાં કે ચિત્ર નીચે કોઈ નામ કે માહિતી નથી, માત્ર જોધપુરના રાજા અભયસિંહના ચિત્ર પાછળના લખાણમાં કમાંગર ખાજા હસન વંચાય છે. ઉપરાંત લખપતજી અને દેશી છનાં બે ઘિામાં કમગર દેખાય છે તેથી એમ નકકી થાય છે કે કમાંગર નામના ચિત્રકાર ચિત્રકળાનું કામ કરતા શતા. એ એમનું ધંધાદારી નામ લાગે છે. એમાં આ કાર્યમાં એટલા પ્રખ્યાત થયા હશે કે એ કમાંગરી કળા' કહેવાય છે. આ કાર્યમાં મુસ્લિમો વધુ દેખાય છે.” આ કલામાં મુસ્લિમે વધુ હતા એ વાતની ગવાહ પૂરતાં અન્ય ભી તાંચમાં પણ કલાકારનાં નામ મળેલ છે. હિન્દુ કન્યાના લગ્નની ચોરીનું દશ્ય છે, જેમાં ચિત્ર નીચે કમાંગર વાઢા જામા લખેલ છે. ઉપરાંત, ઈ.સ. ૧૮૬૯ માં બનાવાયેલું એક ચિત્ર છે તેમાં જાહેજા વીરચૂડામણિ ર” ખેગાર પહેલા અમદાવાદના બાદશાહ મહમુદ બેગડાને શિકારમાં સિંહના પંજામાંથી બચાવે છે એનું ચિત્ર છે તેની નીચે ‘ભચુ અભા કમાંગર ૧૯૨૫” એવું લખેલું વાંચવા મળે છે. ૧૯૨૫ એ વિક્રમ સંવત છે. વિશ્વના કલાકાર અને વિવેચકે જેને અભ્યાસ કરે છે તે કચ્છની કમાંગરી કલા વિશે કચ્છ ગેઝેટિયરે જે નોંધ લીધી છે તેના અંશ (મૂળ અંગ્રેજી પરથી ગુજરાતીમાં) અત્રે પ્રસ્તુત છે: “કરછ પાસે એની પિતાની આગવી ચિત્રકળા છે કે જે કમાંગરીના નામે ઓળખાય છે. કમાંગરીકામના જના અને આધુનિક નમૂના કરછમાં દરેક જગ્યાએ જોવા મળે છે... પ્રાણુઓ પક્ષીઓ પણે ફૂલે, રોજબરોજની જિંદગીના પ્રપંગ, રામાયણ અને મહાભારતનાં દશ્ય, હાથીઓની લડાઈ અને હરણના શિકારનાં ચિત્ર આમા કારણું સૌદર્યથી દોરવામાં આવ્યાં છે કે જે એમની કલ્પનાને પૂર્ણ રૂપથી અભિવ્યક્ત કરે છે.... આ રંગીન ભીંતચિત્રો ૧૫૦ વર્ષ પહેલાની કરછના કમાંગરની અદભુત કળા વિશે સારો પરિચય સાપે છે.” આરસપહાણ જેવી લીસી કયતી ભારત પરનાં આ પાકા રંગવાળાં ભીંતચિત્ર આપણને નિવ્યજ આનંદ આપે છે અને સૈકાઓ પહેલાંની બેનમૂન ચિત્રકારીનાં દર્શન કરાવે છે. લેકજીવનને બહે આવતી આ કળ ને હયાત નમૂનાઓ પર સરકાર અને વિદ્વાને આ બાબતની નેધ કરવામાં વિલંબ કરશે તે ગત યુગના નમૂનાઓનો લેપ થઈ જવાને પૂરો ભય છે. ભીંતચિત્રોમાં ભૂતકાળની અનુસંધાન પા. પ ની ] ૧૯૮૯ઑકટો.-નવે | [પથિ-દીપેસવાં For Private and Personal Use Only
SR No.535337
Book TitlePathik 1989 Vol 29 Ank 01 02
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1989
Total Pages85
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy