SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ડિસેમ્બર ૮૫ પથિક ભારતીય કલાનું આગવું લક્ષણ લય-નૃત્ય છે. શિલ્પી નટરાજને પૂજક છે, એટલે તે એણે પથરને ધાતુને કાષ્ઠને નૃત્ય કરતાં કરી દીધાં. પુરુષત્વ દાખવતી હિંદુકલાએ સ્વાભાવિક રીતે સ્ત્રી પાત્રોને સુંદર ઉઠાવ આપે છે. સંસારની લીલા, સર્જનથી સંહાર સુધી, લય-તાંડવ શિવજીનું દિવ્ય રૂપ છે. ભારતીય શિલ્પ બે અઢી હજાર વર્ષોથી નવાં નવાં રૂપ લેતું અખંડ પ્રવાહમાં વહેતું આવે છે. પ્રાંતે પ્રાંતે યુગે યુગે. જૂજવી લઢણમાં સુભગ મેળમિશ્રણ સાધી, જટિલ સ્વરૂપે કઈ પણ કલાને મટવા દીધા સિવાય અખંડતા પ્રાપ્ત કરી ભારતીય શિપ ઊભું છે. - પૃથ્વી પર પ્રાણીને પ્રાકૃતિક બળ સામે ટકી રહેવા માટે રહેઠાણની જરૂર પડી, આદિ માનવ ગુફા શોધી, એને જોઈતી રીતે દી ઠીકઠાક કરતે રહ્યા. પછી તે એણે ઘાસ વાંસ કાષ્ઠનાં ઝૂંપડાં-ઘર કર્યા અને છેલ્લે એણે ઇટ-પથ્થરનાં મકાન બાંધ્યાં, સમૂહમાં રહેવા ટીંબા નેશ વસાવ્યા. ગામ શહેર થયાં. ભય અહોભાવ પ્રેમ ભકિતથી દૈવી શક્તિને માનવો માનતા થયા. એની વિવિધ રીતે પૂજા શરૂ થઈ. એમાંથી એ પ્રભુશકિતને પૂજવા-ભજવા દહેરી-મંદિરો ઉદ્દભવ્યાં. સ્થાપત્યકલા-કસબની લઢણુૌલીએ દઢ થતી ગઈ અને શિપથાપત્યનાં શાસ્ત્ર થયાં. હજારો વર્ષોમાં આદિ કાલથી વર્તમાન યુગ સુધીમાં શિષ્ટ સંસ્કારી માનવીને એ પ્રકૃતિપરાયણ રહી શકે એવી અને એટલી વિદ્યાકલાનું દર્શન થયું અને એણે કલાને સરકારસંપન્ન કરી. અતિ સર્વત્ર વર્જિત ગણ્યું. આજ પર્યત માનવ મર્યાદામાં રહી વિદ્યાના અપચાથી દાનવ થતાં બચે છે. સર્વ કલામાં-વિદ્યામાં પ્રગતિ થતી રહી. પરા વાણીમાં, ગીતામાં તેમજ પ્રાસાદિક શિ૯૫માં, માનવહૃદયને રૂચે, આંખને ગમે અને માનવને ઊગતિ તેમજ અંતર્દષ્ટિ પ્રાપ્ત થાય, તત્ત્વદર્શન થાય, તેવાં સન ભારતવર્ષમાં ચેદિશે થયાં, માનવધર્મને લક્ષમાં રાખનાર ભારતવર્ષમાં મધ્યયુગ સુધીનાં સ્થાપત્ય દેવસ્થાન અર્થે જ થયાં; લોકિક બાંધકામ, રાજમહેલ વગેરે તે મધ્યયુગના ઉત્તરાર્ધથી જ થયાં છે. આપણા મંદિર પૃથ્વી પર દઢ ઊભાં છે. એનાં પાયા જગતી સ્ત ભે ભીતે શિખરે પૃથકી ઉપરથી ઊંચે જાય છે. દર્શનાથી માનવ પણ પૃથલી પર પગ ઠેરવી ઊર્વ દષ્ટિ બની શકે છે. મંદિર પરનાં શિપ પણ સુંદર સ્વસ્થ શરીરધારી માન ગાંધ દેવનાં હોય છે. કિનારે વ્યાસે પશુ પક્ષી વૃક્ષો વેલ ફૂલે પણ પૃથ્વી પરના જીવંત કાવ્યમય દેખાય છે. શિલ્યમાં જીવન પ્રત્યે ઉદાસીનતી નથી, જીવનમાં ઉત્સાહ આનંદ અને અહંભાવ પ્રાપ્ત થાય એવી કલાદ્રષ્ટિ છે. આપણું અમર સાહિત્યનું સર્જન ઋષિઓએ સમાધિઅવસ્થામાં સાંભળવા-સમજવા માટે કર્યું તેમ આપણું શિ૯૫સન સાધક શિલ્પીઓએ ભાવ-અવસ્થામાં જોવા-સમજવા અર્થે કર્યું છે. મંદિરના મંડોવર પરની બાહ્ય શિલ્પસમૃદ્ધિ જોઈ, મંદિરની અંદર ગૂઢ મંડપમાં થઈ દેવગૃહ આગળ આવી માણસ ઊભો રહે ત્યારે અંદરનું શિલ્પ-સમૃદ્ધિ વગરનું સાદું સ્વ૨૭ ગંભીર શાંત વાતાવરણ એને દેવમૂર્તિ કે પ્રતીકરૂપ પ્રભુ સાથે જોડે છે. દર્શનથી અંતર્દષ્ટિ બની દેવકૃપાથી શાંત હદયે બહાર આવે છે ત્યારે મંદિરના શિખર પર બ્રહ્મ-અંડરૂપ સુવણ. કળશ પર દકિટ જાય છે અને અવકાશમાં લહેરાતા ધર્મવિજના દર્શનથી દિલમાં શાંત મુક્તિને સંચાર અનુભવે છે; આસપાસનું વાતાવરણ એને સાથ આપે છે. ઊજવંદષ્ટિ થતાં બાહ્ય સ્થૂલ શિપસમૃદ્ધિ સૂક્ષ્મત્વ પ્રાપ્ત કરે છે. માનવહૃદય બીજી દુનિયામાં પહોંચતું લાગે છે, ભૌતિકતા તે પૃથ્વી પર જ જેનારના પગ પાસે પડી રહે છે. મંદિરશિ૯ -સ્થાપત્યની આ છે અજબ અસર ! હડપ્પીય કે પ્રાગાર્ય માતૃકા વૈદિક અદિતિ છે. લેરિયા નંદનગઢની સુવર્ણમા સિંધુખીણની સંસ્કૃતિની માતૃકાને અંગઉપાંગે મળતી છે. હડપીય માતૃકા ને પુરોહિતનાં શિ૯૫ પર ગ્રીસ-સીરિયાના જેવી અસર જણાય છે અથવા એનાથી ઊલટું હોવાની વધુ સંભાવના. આ બધામાંથી આપણી ગાંધાર અને મથુરાની શિ૯૫ણેલી ઉદ્ભવી છે. હડપ્પા અને મૌર્યકાલ વચ્ચેના ગાળામાં માનવ-રહેઠાણ કાચાં હશે એનાં For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy