SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતીય શિલ્પ-સ્થાપત્યઃ દેવાલયો [એક દષ્ટિપાત] શ્રી, મણિભાઈ પુ. વેર ભારતીય શિલ્પકલામાં ભારતીય સભ્યતાને અખંડ ધબકાર ચ ો આવે છે. પ્રજાજીવનની પ્રતિભા પ્રજાને તત્વજ્ઞાનમાં સાહિત્યમાં અને શિપમાં દેખાતી હોય છે. આપણી લલિત કલાઓ ભૌતિક છે લૌકિક માધ્યમ દ્વારા માનવને આધ્યાત્મિક કે અલૌકિક ધ્યેય પ્રતિ લઈ જાય છે. જ્ઞાની માણસ જીવનને ટુકડાઓમાં જો નથી, એ જીવનને અખંડ એકતામાં જુએ છે. હિંદુવિદ્યા–કલા માનવને દષ્ટિમાં રાખે છે, એ હંમેશાં જીવને શિવત્વ ભણી લઈ જાય છે. માનવજીવનમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ પુરુષાર્થના ચાર પાયા છે તેમાં એકેય નકામે કે અર્થ વગરને નથી. પુરષ જેટલું જ પાપ પણ ધ્યેયને પહોંચવા અમુક સંજોગોમાં જરૂરી છે. એના પ્રત્યે સૂર કે તિરસ્કાર ન હોવા જોઈએ. એ સાધકને અડચણ ઓળંગવાની શક્તિ આપતું હોય છે. આપણાં શાસ આ બધ આપે છે. પશુ-પક્ષી–મનુષ્યને પ્રેમભાવ રાધા કૃષ્ણના પ્રેમભાવ સુધી લઈ જાય છે. રાક્ષસનું રુધિર પાન, શ્રીકૃષ્ણદાનું મિલન, ગીતા માંહેનું વિરાટરૂપ સાહિત્યમાં સમાનપૂર્વક આવે છે તે જ રીતે શિપીઓએ અવાં દશ્ય ભકિતભાવપૂર્વક કંડાર્યા છે. બ્રહ્મસુત્ર આદિ સાહિત્ય સાધકને પરબ્રહ્મ સુધી લઈ જાય છે તેમ આ સર્વ બાહ્ય આલેખને દર્શન-રૂપે મનુષ્યને અંતઋક્ષ આપવા સહાયભૂત થાય છે. આદિ માનવ બેસીને વિચાર કરતે થયો ત્યારથી એને ઠીક-ઠીકનો ભેદ સમજવા લાગે, એ પિતાનાં રહેઠાણ સાધન રહન સહનને સરખાં કરતા પિતાનું અને પિતાના સમૂહનું શ્રેય થાય એવી પ્રવૃત્તિ કરતે થે, ખરા અર્થમાં મનુષ્ય થયા. આમાંથી કલાકાર જન્મે. હજારો વર્ષો પૂર્વેની ચદાને પર આદિ માનવે કરેલા લીટ એ કાપાઓ, પ્રાફ-હડપ્પીય યુગથી આજ પર્વતના પુરાવશે, વેદપુરાણની કથાઓ વગેરેમાં શિલ્યના સંસ્કાર જન્મી આગળ વધતા જણાય છે. સર્વ વિદ્યાકલામાં એના આદિ પુરુષ ભગવાન શંકર મનાયા છે અને પ્રકૃતિ સર્વની જનેતા મનાયેલ છે. કલાના સ્વામી શિવ છે. શિવત્વમાંથી જ સોંદર્ય સાંપડી શકે. આપણા ખંડમાં આર્ય દ્રવિડ સમય થયો અને વેદિક દેવ અનેનાં રશૂળ પ્રતીક સાથે ભળવાથી ભારતીય દેવમૂર્તિઓ સજન પામી. નિર્ગુણ સુમને પામવા સગુણ સ્થલ દેવપ્રતીની પૂજા થઈ. આમ અલૌકિકને પામવા લૌકિક પ્રથા શરૂ થઈ. મૂર્તિ યંત્ર વગેરે યોગી માટે માનસિક વિકાસનાં સાધન ' બન્યાં. આમ જનસમાજને ધર્મ માટે મૂર્તિની જરૂર પડી અને એ દેવને બિરાજવા દેવઘરની આવશ્યકતા ઊભી થઈ. સમાજમાં આ અર્થે શિલ્પીઓ-સ્થપતિઓ દેખાયા. શિપીને બ્રહ્મા” અને સ્થપતિને “વિશ્વકર્મા માનેલ છે. ભૂતકાલનાં તૂટેલાં દટાયેલાં શિલ્પ સ્થાપત્યોનાં અંગ પૃથ્વીપટે ઠેર ઠેર મળી આવે છે. અ, ભગ્ન અંગે આપણા ઈતિહાસને ઘડવા સહાયભૂત બને છે. આપણાં શાસ્ત્રોમાં શિલ્પી અને સ્થપતિને એક જ માનેલ છે. કલાકાર એ જ કારીગર શિ૯૫ તિષ અને ગણિત જ્ઞાતા હેય. કુશળ સ્થપતિ એ જ ગણાતે, જે વર્ષકિ સુત્રધાર પ્રજ્ઞાવાન શિપી હોય તેમજ શીલ સાધના અને રસવાળે પુરુષ હોય. ભારતીય શિલ્પ-સ્થાપત્યને ઉદ્દભવ વૈદિક વેદી-નિર્માણથી થયેલ છે. સ્થાપત્યને ભગવાકાર્ય ગણ્ય છે. ભારતીય શિ૯૫ ભારતીય સંસ્કૃતિની છાયારૂપે ભૌગોલિક ભારતવર્ષના વિસ્તારમાં ફેલાયું હતું, રાજકીય ભારતવર્ષની બહાર ગાંધાર પાકિસ્તાન મધ્ય—એશિયા તિબેટ નેપાળ બ્રહ્મદેશ શ્રીલંકા સિયામ બેડિયા અને જવાના પુરાવશેષમાં ભારતીય પડઘા પડે છે, For Private and Personal Use Only
SR No.535290
Book TitlePathik 1985 Vol 25 Ank 03
Original Sutra AuthorN/A
AuthorK K Shastri and Other
PublisherMansingji Barad Smarak Trust
Publication Year1985
Total Pages35
LanguageGujarati
ClassificationMagazine, India_Pathik, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy