________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. :: દેહમાપની ભરાવી અને ત્યાર પછી સગર ચક્રના પુત્રએ તેની રક્ષા માટે ફરતી ખાઈ બનાવી ગંગાના પાણીથી ભરી દીધી. ચોતરફ ગંગા અને વચમાં અષ્ટાપદજી અને તેની ઉપર મંદિરે. અત્યારે પાંચમા આરામાં ત્યાં જવું સંભવિત નથી ( તદ્દભવ મેગામી જીવ જ સ્વલિબ્ધિએ ત્યાં જઈ શકે છે. અત્યારે તેનું સ્થાન પણ લભ્ય નથી.) એટલે અષ્ટાપદજી કે હતા તે જ શકાય તેમ નથી. આ વિરહના સમાધાનરૂપે જ હોય તેમ બારમાં તીર્થકર શ્રી વાસુપૂજ્ય સ્વામીના જન્મસ્થાન ચંપાનગર (ચંપાપુરી) થી ૧૨ માઈલ દૂર પશ્ચિમે એક સુલતાનગંજ નામનું શહેર છે; જ્યાં ગંગા પોતાને વિસ્તૃત દેહ લાંબો કરીને પથરાયેલી છે. આ સ્થાને ગંગાનો પટ ખૂબ જ પહેળે છે. સુલતાનગંજના પાદરમાં જ ગંગા નદી વહે છે. અહીં ગંગાનું પાણી બહુ જ સ્વચ્છ અને નિર્મળ છે. બારે માસ પાણી રહે છે અને જેમ જેમ આગળ વધે તેમ તેમ તેની ઉડાઈ પણ વધતી જાય છે. ગંગાની બરાબર વચમાં જ એક નાની પણ સુંદર પહાડી (ટેકરી) છે. લગભગ ચારથી પાંચ માળના મકાન જેવડી આ પહાડીની ઉંચાઇ છે. મહાન જૈનાચાર્યે જનતાને અષ્ટાપદજીના દર્શન કરાવવા ખાતર હોય તેમ આ સુંદર પહાડી ઉપર એક નાનું નાજુક મંદિર બનાવરાવી અંદર પ્રથમ તીર્થકરની મૂર્તિ બિરાજમાન કરાવી અને આ સ્થાનનું નામ અષ્ટાપદાવતાર રાખ્યું. આ પહાડીની ચેતરફ ગંગાનું પાણી બહુ ઉંડુ રહે છે ત્યાં પહોંચવા માટે હોડીમાં બેસવું પડે છે. હેડી બરાબર પહાડની પાસે જઈ ઉભી રહે છે અને ઉપર ચઢવાનાં પગથીયાં છે જેથી ઠેઠ ઉપર પહોંચાય છે. ઉપર સુંદર રનની આદિનાથ પ્રભુની મૂર્તિ સ્થાપન કરેલી હતી.
આજે એ નગર છે, એ પહાડી છે, એ ગંગા પણ છે અને ઉપર સુંદર મંદિરે ય છે; પરન્તુ ત્યાં જિનવરેન્દ્ર શ્રી આદિનાથ પ્રભુની મૂર્તિ નથી. તેને બદલે મહાદેવજીનું લિંગ બિરાજમાન કરી દીધું છે. કોઈએક સમયે પૂર્વ દેશના જેને ઉપર ભયંકર આફત આવી હશે તેથી તે સમયે જેને ત્યાંથી નીકળી ગયા હશે. એટલે જે સ્થાને પહેલાં સેંકડો જેના ઘર હતાં ત્યાં અત્યારે એક પણ જેન નથી અને એટલે જ રત્નમયી આદિનાથ પ્રભુની મૂર્તિ પણ ત્યાં રહી નથી, જિનવરેન્દ્રની મૂર્તિ રહેવા દીધી નથી અને તેને બદલે મહાદેવજીને બેસાડી દીધા છે.
આજથી ત્રણ સો વર્ષ પૂર્વે પૂર્વદેશની યાત્રાએ ગયેલા પ્રસિદ્ધ જૈન સાધુ સૌભાગ્યવિજ્યજીના સમયમાં આ સ્થાને જિનમંદિર હતું. તે જિનમદિર મટી શિવમન્દિર કયારે બન્યું તેને ઇતિહાસ ઉપલબ્ધ નથી.
અહીંથી સીત્તેર માઈલ દૂર વિજઇઓની પ્રાચીન રાજધાની બૈજનાથ છે જ્યાં પ્રાચીન જૈન તીર્થ હતું, પરંતુ શંકરાચાર્યજીના સમયકાળથી ત્યાં શિવજીનું પ્રસિદ્ધ તીર્થધામ મનાય છે, અને બૈજનાથ મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે. ત્યાં અભિબેક માટેનું જળ આ અષ્ટાપદાવતાર સ્થાનથી લઈ જવામાં આવે છે. આદિનાથ
For Private And Personal Use Only