________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ કમીશનની જરૂર પડતી નથી. જેનોનાં અનેક તીર્થ સ્થાનોમાં પણ ગિરનારનું પ્રભુત્વ અને છે. જેને સંપ્રદાય રાવ્યુંજયને વર્યાધિરાજની ઉપમા આપે છે અને મંદિરનો સમૂહ જોતાં તે ઉપમા અમુક રામાં સાચી છે, પણ ગિરનાર પર્વતની ભવ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. ગિરનાર કોઈ માત્ર જેનું જ ધામ નથી. અનેક સંપ્રદાયના અનુયાયીઓ ગિરનારની યાત્રાએ આવે છે. બાવા, જોગી, અદ્દભુત વેરાગી તે ગિરનારમાં જ વસે છે. ગિરનાર આસપાસ અનેક રોમાંચક વાર્તાઓ અને ઐતિહાસિક ઘટનાઓ વીંટળાયેલી છે. ગિરનારમાં પ્રવેશ કરો એટલે તમને એમ જ લાગે કે તમે કેદ જુદી જ દુનિયામાં આવ્યા છે. જેમ ગિરનાર અજોડ છે. તેમ જ તે ઉપર આવેલાં જિનમંદિરો જો કે શત્રુંજયની અપેક્ષાએ થોડાં તો ખરાં પણ શિલ્પવિધાનની દષ્ટિએ વધારે સુન્દર અને આકર્ષક છે. દરેક મંદિરને પિતપિતાનું
વ્યકિતત્વ છે. એક પણ મંદિર અન્યને મળતું દેખાતું નથી. કોઈ મને કહે કે મારે હિમાલયમાં એક સુંદર જિનમંદિર બંધાવવું છે અને કોઈ સારો પ્લાન સુચવા તે હું તેને ગિરનારના કોઈ પણ મંદિરનો 'લાને પસંદ કરવા સુચવું.
આ તીર્થસ્થાન ઉપર કેટલાંક વર્ષોથી જીર્ણોદ્ધારનું કામ ચાલે છે અને તે ઉપર અત્યાર સુધીમાં લગભગ પાંચેક લાખ રૂપિયા ખરચાયા છે. જીર્ણોદ્ધારના સૂત્રધારોએ ખૂબ પરિશ્રમ વેડ્યો છે અને ભારે ભોગ આપ્યો છે; પણ અરસિકતા અને અનભિજ્ઞતાને લીધે કેટલેક ઠેકાણે મંદિરની સુન્દરતા અને પ્રાચીનતાને ભારે હાનિ કરી છે. કેટલાંક મંદિરના શિખર અનેક પ્રકારની ડીઝાઈનવાળા ચીની કામથી કેવળ કદરૂપાં બની ગયાં છે. વળી કેટલાંક મંદિરોમાં રંગબેરંગી ચિત્રામણથી મૂળ સ્વરૂપની સાદાઈ અને તે દ્વારા પ્રતીત થતી દિવ્યતાને ભારે આઘાત લાગે છે.
ગિરનારના મંદિરના ઘટમાં જે સૌન્દર્ય ભર્યું છે તે સૌન્દર્ય તે મંદિરમાં બેસાડેલી કૃતિઓમાં તે પ્રમાણમાં દૃષ્ટિગોચર થતું નથી, પણ તેમાં અમીઝરા પાર્શ્વનાથની મૂર્તિ અપવાદરૂપે અસાધારણ ભવ્ય છે. આ મૂર્તિ નેમિનાથની ટુંકની ભમતીના એક ભોંયરામાં આવેલી છે. આ કૃતિની મુદ્રા એટલી શાન્ત–પ્રસન્ન-ગંભીર
For Private And Personal Use Only