________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(5
જ ૨
+'
સ*
*
* * * * *
*
*
* * * ના
?
ભાઈ પરમાનંદે, ગિરનારની યાત્રા કરતી વેળા પ્રકૃતિનાં જે વિવિધ દશ્ય જોયેલાં અને એ વિષે જે એક લાબો પત્ર એ જ વખતે લખેલ તેમાંની કેટલીક કંડિકાઓ અહીં ઉતારી છે. સ્થળસંકોચને લીધે આ ય પત્ર પ્રકટ કરવાનું બની શક્યું નથી.
. હિંદુસ્તાન ભરમાં જૈનમંદિર અને જૈન તીથો મહિમા અપૂર્વ છે. જેવી રીતે મદ્રાસીઓ સાધારણ રીતે ન્હાના કદની પણ તેમનાં મંદિર અસાધારણ કદના હોય છે તેવી જ રીતે જેને સાધારણ રીતે ઘરની રહેણીકરણીમાં ગંદા હોય છે પણ તેમના દેવમંદિરો સ્વચ્છતા અને સુંદરતાના અપૂર્વ નમુનાઓ હેય છે. જૈન મંદિર એટલે નાનું સરખું સ્વગીય વિમાન. ત્યાં ન હોય કરે કે ન હોય ત્યાં ગંદકી. સર્વ કાંઈ સ્વચ્છ અને સુઘડ. સુંદર સુવાસ અને સંપૂર્ણ પ્રકાશ એ જૈન મંદિરોની ખાસ વિશેષતા છે. વૈષ્ણવ-બ્રાહ્મણ મંદિરે એવા કેટલાંય છે કે
જ્યાં મુખ્ય દેવમૂર્તિનાં દર્શન દિવસે પણ દીવાની મદદ વિના થઇ શકતા નથી. જૈન મંદિરના શિલ્પનું ધોરણ જ એવું છે કે મંદિરના ગર્ભદ્વારમાં વિરાજતી મૂર્તિઓનાં દર્શન સૂર્યપ્રકાશવડે સહેલાઈથી થઈ શકે છે. કેસર, ચંદન, પુષ્પ, ધૂપ, કર આદિ સુગંધી દ્રવ્યોને જૈન મંદિરમાં સારો ઉપયોગ થતો હોવાથી સમસ્ત મંદિરનું વાતાવરણ ઉલાસપ્રેરક અને ભાવસંચારક હોય છે. વળી જૈન મંદિરમાં સૌ કોઈ આવી શકે છે અને જિનક્તિને સૌ કે પૂજી શકે છે. મૂર્તિ પણ સાદી, સુન્દર, પ્રસન્નવદની, ધ્યાનનિમગ્ન, પર્યકાસનસ્થ હોય છે જેને જોતાં જ તે મૂર્તિ પાછળ રહેલી ત્યાગ-સંયમ-તપ-જ્ઞાનની ભાવનાઓ જોનારના ચિતમાં સ્કરાયમાન થઈ આવે છે. આવી જ રીતે જૈન તીર્થો પણ અન્ય તીર્થસ્થાનોની અપેક્ષાએ અસાધારણ વિશેષતાઓ ધરાવે છે, સહેલાઈથી જઈ આવી શકાય એવાં અનેક ટેકરાકરીકે પર્વત ઉપર ખાસ કરીને જેન તીર્થસ્થાન નિર્માયલાં છે. તીર્થનું વાતાવરણ સાધારણ રીતે નિર્મળ અને ભાવનાવાદી હોય છે. મથુરાના ચબાઓ કે કાશીના પંડ્યાઓ જેવી સંસ્થાઓ જેને તીર્થસ્થામાં કેદ પણ સ્થળે હયાતી ધરાવતી નથી તેથી મુમુક્ષુ યાત્રાળુને ભગવાનને ભેટવામાં કોઈની મદદની કે કોઈના
For Private And Personal Use Only