________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
:ઃ શ્રી જૈન ધર્મ પ્રકાશ
લલિત:
“ નવે ફરી શકે કર્મ પૂર્વનાં,
કદિ ટળે નહિ દુઃખ દેહલા; દરદ એક દિ આંખમાં થયું, મરણ જીન્દગીથી ભલું ગણું. ૧૮
મુન્દ્રાકાન્તા:
મારી પત્ની કમલ-કરથી સ્પર્શ શીળો કરાવે. મારી માતા નયનદ્રયમાં શેકનાં આંસુ સારે; દુઃખી થાતાં સ્વજન સઘળાં લાગણી દાખવે છે,
પીડા ભારે, સહન થતી ને, કેમ છવાય ત્યારે ? ૧૯ ધરા
સોહન્તી એક રાત્રી, શશિસહ ગમન, આત્મશાંતિ પ્રસારે, સૂતી ત્યાં રૂપ રંભા, રડી રડી શયને, શક નિઃશ્વાસ નાંખે; મીંચાઈ આંખ સર્વને, સરવર પરથી, દિવ્ય સંગીત આવે,
દીઠા મેં ભવ્ય આત્મા, મુજ પર નયન, ઠેરવી આમ બેલે– ૨૦ શાર્દૂલવિક્રીડિત –
રે ભોળા ! ગભરાય આમ દદે આવે દયા આ સમે, નાહી લે પ્રિય આ જ માનસમાં તાપે બધા ત્યાં મે; જાણી લે જગજળ આ ભ્રમણની છે. ભૂલ ભૂલામણી, લેકે ત્યાં અટવાય છે પળ પળે એ વાટ બીહામણું. ૨૧ શે શું શરણું અનાથ! જગમાં છે ઝાંઝવા નીર એ,
ધેલાં પડ દુઃખ દૂર કરવા નું સંસારને; તારું કોઈ ન છે જ આ અવનીમાં તું કોઈનો ના જ છે, માટે સામ્ય જ સાંધે સર્વ જીવથી સિદ્ધાંત સાચો જ એ. ૨૨ આત્માને નવ આદિ અંત ગણજે જ્યાં જ્ઞાન કૈવલ્ય છે, તે આત્માતણી શોધ ખૂબ કરવા એકાન્ત તું સેવજે; જે બાળી અરિ રાગદ્વેષ સઘળા પામ્યા મહા-સ્થાનને,
એનું શર્ણ સ્વીકારતાં બધું મળે હા નાથ ત્યાં તું બને.” ૨૩ માલિની:
“મધુર મધુર પંખી, ગીત ગાતાં પ્રભાતે, પ્રિય જગ હિત અર્થે, સૂર્ય પર પ્રસારે; ઝબક ઝબક કિરણ, આંખમાં હાસ્ય રેડે, મૃદુ પ્રિય કર સ્પર્શ, નાસતું દર્દ વેગે.
For Private And Personal Use Only