________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
સુવર્ણ મહોત્સવ અંક : ખિરિણી –
હસી રાજા મીઠું, વચન સુણતાં શાંત મુનિનું, છટ લાવી બોલ્યો, “નવ સમજતે લેશ જરી હું; વેદ શાને વાણી ? તમ જીવનમાં નાથ ન મળે, મને લાગે છે કે રજ કથનમાં સત્ય નવ છે ! ૧૧ કૃપા હું વાંછું છું, મુજ શરણ સ્વીકાર કરજે, પ્રભે ! આ ઈછા છે, તમ જીંવનનો નાથ કરજે, સુંવાળી આ કાયા, મૃદુ કુસુમના પુંજ સરખી, તપે તે જોવાલામાં, કમ સહી શકું દશ્ય નિરખી ?” ૧૨
મંદાક્રાન્તા
“ભોળા રાજા ! કથન સુણતાં ઉદ્દભવે હાસ્ય વૃત્તિ,
શું ઈચ્છે છે ? તર નિરખવા બીજની ના પ્રવૃત્તિ; જાણી લેજે, મુજ કથન આ, નાથ તારે જ ક્યાં છે? મારો સ્વામી કામ થઈ શકે જે અનાથી જ તું છે ? ૧૩ શાને ભાખે ? “મગધ સરખા દેશ મારે ઘરે છે, ઋદ્ધિ સિદ્ધિ સહિત સઘળા મુઝ પાયે પડે છે; આજ્ઞાધારી, રસ ભવનમાં રમ્ય રાણી બિરાજે,
સાચું કહું તો જગતભરમાં, નાથને નાથ જાણે.” ૧૪ રા લવિક્રીડિતા
“ કાદવથી ધવાય પાદ કર શું? ધળા બને કેયલા ? સંસારી સુખ પામશે દુઃખથકી ? સ્વામીત્વ સાચું નત્યાં; નાથાના વિચારભેદ સઘળા, એ કણ શોધી શકે ?
રાજ ! સાંભળ આજ કર્મ-કથની કેજે પછી વાતને. ૧૫ હરિગીત –
“કૌશાંબી નામે એક નગરી સ્વર્ગ સમ સહામણી.
સદ્ધિ અને સિદ્ધિ ભરી જાણે દિસે અમરાવતી; મુજ તાત ધનસંચય હતા તે નગરશેઠ પુરીતણા,
નિજ ધર્મ જીવન ગાળતા દુઃખ દીનનાં બહુ કાપતા. ૧૬ માલિની:
“વરસ વિપળ સરખાં, જાય છે સાહ્યબીનાં, પ્રિય જન બહુ ચાહે, માત ને તાત ભ્રાતા; પ્રણય–કલહ પાઠા, પત્ની પ્રીતે પઢાવે, અકથ વિભવ સુખડાં, દકિને નચાવે. ૧૭
For Private And Personal Use Only