________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨
:: શ્રી જૈન ધર્મ પ્રકાશ સંગીતના રસિક સૂર અનેક આવે, હૈયું શમે જગત તાપ સદા પ્રભાતે. ૩ હિંસાતણ મલિન વૃત્તિ અલોપ થાતાં,
ત્યાં વાઘ ને સુરભિ મિત્ર બની રહેતાં; જંતળનો અકથ થાક નિવારવાને,
શ્રેણિક એ મગધરાજ વને પ્રવશે. ૪ હરિગીત –
રમ્ય વન સંદર્ય નિરખી, ભૂપ ઉર નાચી રમે, જગનાં સચેતન કણ બધાં, નિજ વૈર વિસરી ને હસે; ધીમે વધી સ્તંભી ગયે, તરુ સ્નિગ્ધ છીએ કે હતું ?
ધ્યાનસ્થ મુનિ જ્ઞાની મહા, એ દશ્ય અદ્દભુત દીસતું. ૫ શિખરિણી –
“અહો ! કેવી કાન્તિ, મુનિ શરીરની ભવ્ય દસતી,
ખરે રૂડી કાયા, મુજ ઍવનમાં આજ નિરખી; ભલા આ તે શોભે, મુજ નગરના રાજગૃહમાં,
અકાળે કાં વેદે જગત તફૅને તાપ વનમાં.” ૬ અનુરુપ –
જદ પાસે જરા દૂર, રાજા ચણે ઢળી પડ્યો,
ધર્મલાભ” સુની શબ્દો, ઉરે હર્ષ મહા થયો. ૭ મંદાક્રાન્તા –
“ઓહો ! રાજા ! વદન પર આ, સાવરેખા પડી છે,
ધ્યાને જોતાં, હૃદયરમાં રૂપ મારું રમે છે; શાને કાજે મુજ શરીર સોંદર્ય ચિત્તે નિહાળે ?
ઊંચાં ઊંચાં વિભવ સુખડાં, આપવાં કાં વિચારે?” ૮ શિખરિણી:
પ્રભો ! સાચું ભાડું, ત્વરિત ગતિથી ભાવ પરખી, અને અંજા છું, વદન મધુરું દિવ્ય નિરખી; પધારો પ્રોતથી, મુજ જીવનના મિત્ર બનવા, બધી સત્તા સેપું, સકળ પુર ને પાટ કરમાં.” ૯
“સંસારીનાં, ચલિત સુખમાં, હું અનાથી તે રે ઊંડે ઊંડે, ધ્વનિ ફરકતો, હું અનાથી હતો તે; હૃદયું ટૂંકું, પ્રિય જગત આ, નાથ નાહીં મળ્યો ક્યાં? અંતે શોધ્યું, શરણ પ્રભુનું, નાથને નાથ ચાવા.” ૧•
For Private And Personal Use Only