________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
સુવર્ણ મહોત્સવ અંક. ::
આ બધા રાજાઓ, તેમને સમય, તે વખતની પરિસ્થિતિ, પ્રજાપ્રેમ, રાજ્યાધિકાર આદિ તેમ જ જૈનાચાર્યોને ઉદ્દેશ આ બધું ખાસ ઝીણવટથી આ પુસ્તકમાં જણાવેલું છે.
મેં આપેલ નામ તેમ જ વ્યક્તિઓનો પરિચય કમશ: નથી. સમયે સમયે પરિચય આપેલ છે. આ તે રત્નાકરમાં રહેલા–વેરાએલા મક્તિકોની માસ્ક આવશ્યકનિર્યુક્તિરૂપી મહાસાગરમાં યત્રતત્ર પુષ્કળ પ્રમાણમાં એતિહાસિક વ્યક્તિઓ રૂપી માક્તિક વિખરાએલાં છે. કેઈ ઈતિહાસ વિદ્વાન્ પ્રયત્ન કરી તેને એકત્ર કરવાનું કાર્ય હાથ ધરે તો ભારતના ઈતિહાસના અનેક ઐતિહાસિક સુવર્ણ પ્રકરણે ઉઘાડવાનું મહાપુણ્ય ઉપાર્જન કરશે.
આવી રીતે ઐતિહાસિક જૈન સાહિત્યના આદ્ય ગ્રંથનો પરિચય ટૂંકમાં આપ્યો છે. વિસ્તૃત પરિચય આપતાં તો એક સ્વતંત્ર લેખ જ તૈયાર થાય તેમ છે. આ ગ્રંથને જે જેને ઈતિહાસને મહાસાગર કહીએ તે પણ ચાલે. આ મહા ગ્રંથ, આગમેદય સમિતિ તરફથી ચાર ભાગમાં પ્રકાશિત થયેલ છે.
આ પછી કલ્પસૂત્રસ્થ સ્થવિરાવલિ મૂળ કપસૂત્રના રચયિતા શ્રી ભદ્રબાહુસ્વામીજી છે. સ્થવિરાવલિમાં ભગવાન મહાવીરદેવના અગ્યારે ગણધરોનો પરિચય છે અને ત્યારપછી ક્રમશઃ શ્રી દેવદ્વિગણિ ક્ષમાશ્રમણ સુધીના આચાર્યોન-પટ્ટધરને પરિચય છે. તેમાં ખાસ નામનિર્દેશપૂર્વક પરિચય છે, તેમ જ ટૂંક જીવનપરિચય પણ મળે છે. આ પુસ્તક દે. લા. પુ. ફંડ તરફથી અને આત્માનંદ સભા તરફથી છપાયેલ છે.
દિસૂત્ર ગુર્નાવલીમાં પણ શ્રી દેવવાચક ગણિએ વાચક વંશની પટ્ટા વલી આપી છે, જે ઐતિહાસિક દષ્ટિએ બહુ મહત્વની છે. વિક્રમની દશમી શતાબ્દિને આ ગ્રંથ છે. આ પુસ્તક દે લા. પુ. ફંડ તરફથી પ્રકાશિત થયેલ છે.
વસુદેવહિડિ જેના કર્તા મહાન આગમધુરંધર, મહાન પૂર્વવિદ્દ શ્રી સંઘદાસ ગણિ અને ધર્મસેન ગણિ મહત્તર છે. તેમને અસ્તિત્વ સમય હજી નિર્ણિત નથી થયે, છતાં અનુમાનથી વીરનિવણ સંવત્ પાંચમી શતાદિ અને આઠમી શતાબ્દિની વચ્ચેને જણાય છે.
એક પુસ્તક તૈયાર કરી રહ્યા છે. તેના નામનો નિર્ણય અને ટૂંક પરિચય આ પુસ્તકમાંથી જ તેમને મળેલ છે. તેઓ આ પુસ્તક બહાર પાડી ભારતના ઇતિહાસનું એક અણઉખળ્યું પાનું ઉખેળવા ધારે છે.
(૫) આ પુસ્તકમાં ઐતિહાસિક વ્યક્તિઓનો પરિચય ખાસ હરિભદ્રસૂરિજીત આવશ્યકબૂવૃત્તિમાં છે. એટલે પુસ્તકની રચનાને સમયનિર્ણય તે આ પુસ્તકના ખાસ વિશેષ પરિચય વખતે આપ ધાર્યો છે.
For Private And Personal Use Only