SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૪ :: શ્રી જૈન ધર્મ પ્રકાશ સ્થાન, દીક્ષા, નવીન મત ઉત્પન્ન થવાનાં કારણે, તેમનો સિદ્ધાંત, તેમને વાદમાં જીતનાર જૈન સાધુ-આચાર્ય, મત ઉત્પત્તિનું સ્થાન, કયા સમયમાં મત કાઢ્યો ? વગેરે વગેરેનો સાલવારી સહિત સંપૂર્ણ ઇતિહાસ આ છે; તેમ જ દિગંબર મતની ઉત્પત્તિને ઈતિહાસ પણ જણાવ્યા છે. આ પછી વચમાં ભગવાન્ મહાવીરસ્વામીને સમયના અને ત્યારપછીના રાજાઓને રસિક ઈતિહાસ આપ્યો છે. હૈહયવંશીય ચેડા મહારાજ, શ્રેણિક, કેણિક, ચેડારાજા અને કેણિકરાજનું મહાયુદ્ધ, ચંપાન દધિવાહન અને તેની રાણી પ્રભાવતી, ઉદાયી અને પાટલીપુત્રની ઉત્પત્તિ, ગજાગ્રપદ તીર્થની સ્થાપના-ઉત્પત્તિ, ઉજજચિનીમાં શ્રી જીવંતસ્વામીની પ્રતિમા, અવન્તિ-સુકુમાળ, ઉજ્જયિનીને પ્રદ્યોત, ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને રાજા જિતશત્રુ અને કેશાબીને અજિતસેન વગેરેને ઈતિહાસ છે. ત્યારપછી નંદવંશની ઉત્પત્તિ, નંદવંશના રાજાઓ, કલ્પકવંશીય સુપ્રસિદ્ધ શકતાલ મંત્રી, શ્રી ભદ્રબાહવામી, શ્રી સ્થૂલભદ્રજી, નંદવંશનો વિનાશ અને તેનાં કારણ, વરરૂચિ, ચાણક્ય, ચંદ્રગુપ્ત, બિદુસાર, અશોક, સંપ્રતિ, શ્રી આર્ય સુહસ્તિસૂરિજી, આર્યમહાગિરિજી, સંપ્રતિને પ્રતિબોધ, ચાણકય અને ચંદ્રગુપ્તની જૈનધર્મ ઉપર શ્રદ્ધા-આ બધાને સાલવારી સહિત સુંદર જીવનપરિચય આપે છે. ઉજજયિનીના પ્રદ્યોતના બે પુત્ર પાલક અને ગોપાલક, પાલકના બે પુત્રે અવન્તિવર્ધન અને રાષ્ટ્રવર્ધન. આ બન્ને ઈતિહાસ પ્રસિદ્ધ વ્યક્તિઓ છે, જેમના સિકકા પણ મળે છે. આ આખુંય પ્રકરણ ખાસ વાંચવા જેવું છે. ગુકચ્છને નહ્વાહન-નહપાન જેને નવાહન પણ કહે છે, જે મહાન ઐતિહાસિક સમ્રાટ છે, જેને માટે પટણાના પ્રસિદ્ધ પુરાતત્ત્વવિદ્દ શ્રીમાન કે. પી. જયસ્વાલ મહોદય મહાન પરિશ્રમ કરી રહ્યા છે. તેમને પણ આ સમ્રાટનું ચરિત્ર આવશ્યકનિર્યુક્તિમાંથી જ પૂજ્ય ગુરૂદેવ શ્રી દર્શનવિજયજી મહારાજશ્રીએ આપ્યું હતું. તે સમ્રાટનો ઈતિહાસ બીજે સ્થળે ભાગ્યે જ મળે છે. તેમનો પરિચય આ પુસ્તકમાં છે, તેમ જ તેના સમકાલીન પ્રતિષ્ઠાનપુરના રાજા શાલિવાહનને પણ પરિચય આપે છે. . (૩) જેમ આર્ય મહાગિરિજી જિનકલ્પની તુલના કરતા હતા તેમ શ્રી સ્થૂલભદ્રજના સમયમાં પ્રતિષ્ઠાનનગરના નાગશ્રી અને નાગવેસુ શેઠનો પુત્ર સાધુ થયા પછી જિનક૯૫ની તુલના કરવા ઉદ્યક્ત થાય છે, તેમાં તે બહુ જ બિમાર પડે છે. પછી વિરક૯પી સાધુઓ તેને સમજાવી રિથર કરી ઔષધિ આદિનો ઉપચાર કરી નિરોગી બનાવે છે. પછી તે સ્થવિરકપીપણું પાળે છે. આ વસ્તુ તે વખતને ઇતિહાસ જાણવામાં સરસ મદદ કરે છે. તે વખતનું વાતાવરણ અને સાધુસંસ્થાની પરિસ્થિતિ જાણવા આ પ્રકરણ જરૂર વાંચવું જોઈએ. (૪) નવાહન રાજાના શિકાઓ ઉપરથી ર. કે. પી. જયસવાલ મહોદય For Private And Personal Use Only
SR No.533595
Book TitleJain Dharm Prakash 1935 Pustak 051 Ank 01 Suvarna Mahotsav Visheshank
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1935
Total Pages213
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size73 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy