________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
સુવર્ણ મહોત્સવ અંક. ૪
આ લેકની સરસ વ્યાખ્યા શ્રી હરિભદ્રસૂરિજીએ જ આપી છે.
આવી અર્થગંભીર ઢ ભાષામાં જૈનધર્મને પ્રાચીન ઈતિહાસ આ પુસ્તકમાં રજુ થયેલ છે. વર્તમાન ચોવીશીના તીર્થકરના જે જે ચરિત્ર ત્યારપછીના આચાર્ય મહારાજેએ રચ્યાં છે તે બધાનું મૂળ આવશ્યક-નિર્યુક્તિ છે. ખૂદ ભગવાન મહાવીર દેવનું જે રોચક, સરસ અને સુંદર ભાવવાહી સંપૂર્ણ ચરિત્ર આવશ્યકનિર્યુક્તિમાં આપ્યું છે તેવું અન્યત્ર મારા જેવામાં આવ્યું નથી.
આ પછી ભગવાન મહાવીર દેવના અગિયાર ગણધરના સંપૂર્ણ ચરિત્ર છે, જેમાં જન્મનક્ષત્રથી લઈને જન્મસ્થળ, પિતામાતા, પૂર્વ પરિસ્થિતિ, ગણધરવાદ, દીક્ષા, તેમનાં કાર્યો, નિવણનક્ષત્ર વિગેરે ટૂંકમાં છતાં સરસ રીતે આપેલ છે. પછી વિકમની પ્રથમ શતાબ્દિના મહાન પ્રભાવક શ્રી વજાસ્વામીનું ચરિત્ર આપ્યું છે. સાથે જ મહાન કૃતધર શ્રી આર્યરક્ષિતસૂરિજી કે જેમણે વર્તમાન યુગના હિતને માટે અને આગમના રક્ષણથે અવિભક્ત આગમને ચાર અનુગમાં વિભક્ત કર્યું તેમનો સંપૂર્ણ પરિચય આપે છે. જુઓ તેની એક ગાથા
देविंदवंदिएहिं महाणुभागेहि रक्खियअजेहिं ।
जुगमासज विभत्तो अणुओगो तो कओ चउहा ॥ દેવતાઓથી વંદિત આર્ય રક્ષિત આચાયે તે સમય જોઈને પ્રવચનના હિતને માટે ચાર અનુયોગ જુદા કર્યા.
ત્યારપછી તે વખતના સમકાલીન આચાર્યને ટૂંકે છતાં ય સરસ પરિચય આપ્યો છે. સાથે જ દશપુરનગરની ઉત્પત્તિ, પ્રદ્યોત રાજા અને રાણી પ્રભાવતીને સંપૂર્ણ ઈતિહાસ આપે છે.
આ પછી શ્રી વીરશાસનમાં અત્યાર સુધી થયેલા ઈતિહાસપ્રસિદ્ધ નિન્હને સંપૂર્ણ પરિચય-ઈતિહાસ આપવામાં આવ્યો છે. બધાનું જન્મ
(૧) અગીઆર અંગનો ચરણકરણાનુયોગમાં સમાવેશ કર્યો, ઋષિભાષિત, ઉત્તરાધ્યયનાદિને ધર્મકથાનુયોગમાં સમાવેશ કર્યો, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ વિગેરેને ગણિતાનુગમાં સમાવેશ કર્યો અને દષ્ટિવાદને દ્રવ્યાનુયેગમાં સમાવેશ કર્યો અર્થાત આગમશાસ્ત્રને ચાર ભાગમાં વહેંચી નાખ્યાં. આવશ્યકનિયંતિ પૃ. ૩૯
(૨) નિન્ટેના નામ અને તેમને મત-સિદ્ધાંત આ પ્રમાણે છે.
૧ જમાલીથી બહુરત, ર તિષ્યગુપ્તથી જીવપ્રદેશ, ૩ અષાઢથી અવ્યકત, ૪ અવમિત્રથી સમુચ્છેદ ૫ ગંગથી બે ક્રિયાવાદી, ૬ ઘડુલુકથી ગૅરાશિક, છ ગોષ્ટમાહિલથી સ્પષ્ટઅબદ્ધકર્મ, ૮ શિવભૂતિ બોટિકથી દિગંબર મતની ઉત્પત્તિ. પૃ. ૩૧૧ અને આગળ આ બધાને પ્રમાણસર ઉલેખ કર્યો છે-વિરત ઇતિહાસ આપે છે.
For Private And Personal Use Only