________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુવર્ણ મહોત્સવ અંક. : | મુનિજનના ભાગને પવિત્ર કરી કરીને જેઓ મુનિજનને કરવાલાયક ક્રિયામાં નિરંતર મગ્ન રહેતા હતા, ગુણીઓના ગુણસમૂહની સ્તુતિ કરી કરીને જેઓ શુદ્ધ સમકિતધારી થયા હતા તથા ઉત્તમ જિનેશ્વરની સ્તુતિ કરી કરીને જેઓએ પુણને પ્રક પ્રાપ્ત કર્યો હતો, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૩.
પ્રાણીઓમાં પ્રીતિના સમૂહરૂપ અતુલ અને ઉત્તમ અભયદાન આપી આપીને તથા સદ્દબુદ્ધિરૂપી સ્ત્રીનું સ્તનપાન કરાવી કરાવીને જેમણે કલ્યાણરૂપી બાળકને પુષ્ટ કર્યો હતો તથા સિદ્ધાંતના વચનને ભાવી ભાવીને (ધારી ધારીને) શ્રી મહાવીરદેવ ઉપર જે બહુમાનવાળા થયા હતા તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૪.
કામદેવરૂપી સુભટને મારી મારીને જેમણે મહાદિક દેને ત્યાગ કર્યો હતો. મુનિપતિની પદવી (ચારિત્ર) ધારણ કરી કરીને જેમણે કર્મરૂપી શત્રુના સમૂહને કાપી નાખ્યું હતું તથા માર્ગ ગમનનું નિવારણ કરી કરીને જેઓ જેન સિદ્ધાંતમાં આસકત થયા હતા, તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરુ શ્રી વૃદ્ધિચ મહારાજ સુખે વિલાસ કરે છે. પ.
માયા-કપટ કરવામાં નિપુણ અને ન્યાય રહિત એવા નિવના ઉપર દ્વેષ કરી કરીને કલ્યાણનો નાશ કરનાર મોટા કામના સમૂહને પીસી પીસીને તથાચિત્તરૂપી નિર્મળ કમળનું પિષણ કરી કરીને જેઓ મહાત્મા ગણાતા હતા તે આ સ્વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ મુખે વિલાસ કરે છે. ૬.
પાપ રૂપી સમુદ્રનું શોષણ કરી કરીને જેમણે અશુભ કર્મ રૂપી પંકને નાશ કર્યો હતો, સમગ્ર અશુભને બાળી બાળીને તથા જિનાગમના તત્વે વિગેરે કહેવાવડે ભવ્ય જનને અંતેષ પમાડી પમાડીને શુદ્ધ બુદ્ધિવાળા જેઓ આત્મધ્યાનમાં મગ્ન રહેતા હતા, તે આ વર્ગમાં વિરાજમાન મારા ગુરૂ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સુખે વિલાસ કરે છે. ૭.
સિદ્ધાંતરૂપી સમુદ્રને મથન કરવાથી ઉત્પન્ન થયેલા (મેળવેલા) જ્ઞાનાદિક ને સમૂહ શિષ્યને આપતા આપતા જેઓ સમાધિ સહિત ( પૂર્વક) ઉત્તમ સ્વર્ગને પામ્યા છે, તે આ મારા ગુરુ શ્રી વૃદ્ધિચંદ્ર મહારાજ સર્વદા વિર્ય પામે અને તેમની જ સ્તુતિરૂપ આ અટકને ભવ્યને હમેશાં પ્રાતઃકાળે પઠન કરે. ૮.
સ્વર્ગસ્થ વિજયધર્મસૂરિ.
For Private And Personal Use Only