________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર લે છે અને પાર તિષી પાલ અનુલોકમાં એટલે ચઢીપમાં ને બે સમુદ્રમાં છે, તેની ફરતો માનુત્તર પર્વત છે. તેટલા ક્ષેત્રની અંદરજ વર્તમનાદિ ક્ષણ કાળ દ્રવ્ય છે. બાકી કાળની વર્તના તે સર્વત્ર છે. બાકીના ચાર દ્રવ્યધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુગળ અને જીવ લેકવ્યાપી છે. ધર્માસ્તિકાય ને અધર્માસ્તિકાય લોકવ્યાપી એક અખંડ દ્રવ્યજ છે. સૂક્ષ્મ શરીરવાળા સૂફમ એકેદ્રિય જીવો આખા લેકમાં વ્યાપીને રહેલા છે. પુદ્દગળ પણ પરમાણને સ્કંધરૂપે આખા કાકાશમાં સર્વત્ર વ્યાપી રહેલ છે. એક જીવ પણ કેવળી સમુદ્દઘાત કરે ત્યારે આખા લેકમાં સર્વત્ર વ્યાપી જાય છે. ૨૧૩ હવે આ દ્રવ્યો શું એકેકજ છે કે અનેક છે? ઈત્યાદિ સ્વરૂપ કહે છે–
धर्माधर्माकाशान्येकैकमतः परं त्रिकमनन्तम् ।
कालं विनास्तिकाया जीवमृते चाप्यकर्तृणि ।। २१४ ॥ ભાવાર્થ –ધમસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશ એ ત્રણ એકેક છે. બાકીનાં ત્રણ અનંત છે. કાળ વિના પાંચ અસ્તિકાય છે અને જીવ વિના પાંચ અકતો છે. ૨૧૪
વિવેચન-ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણે એકેક દ્રવ્યજ છે. તેમાં આકાશને લેકાલેક વ્યાપકપણે એક દ્રવ્ય સમજવું કેમકે લકાકાશને અલકાકાશ એમ બે પૃથક દ્રવ્ય નથી. જીવો અનંતા છે અને તે ચારે ગતિમાં તેમજ સિદ્ધાવસ્થામાં પૃથફ પૃથ સ્વરૂપે રહેલા છે. પુગળ પણ અનંતા છે અને તે પરમાણુરૂપે તેમજ દ્વયાકાદિથી માંડીને અનંત પરમાણુના સ્કંધરૂપે પૃથક્ પૃથ રહેલા છે. કાળદ્રવ્ય અતિત અનાગતાદિ ભેદવડે કરીને અનંત સમયાત્મક છે. .
હવે અસ્તિકાય શબ્દ માટે કહે છે કે–અસ્તિકાય શબ્દ કાળદ્રવ્ય વિનાના પાંચ દ્રવ્યોને માટે છે. કારણ કે કાળ અસ્તિકાય નથી, બાકીના પાંચ અસ્તિકાય છે. અસ્તિકાય પ્રદેશના સમૂડનું નામ છે. પાંચ દ્રવ્યમાં પ્રદેશને સમૂહ છે. કાળના પ્રદેશનું નામ સમય છે. તે સમય વર્તમાન તો એક સમયરૂપ જ છે. તે સમયે પ્રચય થતું નથી. કારણ કે વર્તમાન સમયે બીજે સમયે અતિત ભાવને પામે છે તેથી કાળ અસ્તિકાય નથી. ધર્માસ્તિકાય, અધમસ્તિકાય ને એક જીવના અસંખ્યાતા પ્રદેશ છે. (ત્રણે સરખા છે.) આકાશ કલાક વ્યાપક હોવાથી અનંત પ્રદેશ છે. માત્ર કાકાશ તે અસંખ્ય પ્રદેશ છે. પુદ્ગલ દ્રવ્યે અનંતા છે.
For Private And Personal Use Only