SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વેશ ધર્મની યોગ્યતા. १५ લીક વખત પાળેલું શીલ, કરેલી ઉદારતા, તપેલે તપ, બતાવેલી ક્ષમા, દેખાડેલે તેષ વિગેરે એવા એવા પૃથક પૃથક્ કારણેને લઈને આચરેલાં હોય છે કે તેને ગુણુતરીકે લેખવવામાં પણ વિચાર કરવો પડે છે. આપણે પોતે પણ જરા ઉંડા ઉતરીને વિચારીએ છીએ તે તેના હેતુ જુદા જુદા આપણને સમજાય છે. સ્ત્રી સાથેતે અણબનાવથી કે દ્વેષથી પાળેલું શીલ, પારકી ઈર્ષા કે સ્પર્ધાથી કરેલી ઉદારતા, કષાયના કારણે પરત્વે કરેલ તપ, લેકનિંદાથી બચવા માટે અંદરથી ધમધમતાં છતાં ઉપરથી બતાવેલી ક્ષમા, લોકોમાં લોભી તરીકેનું ઉપનામ ન મળે તેટલા માટે અંદર તે પારાવાર તૃષ્ણા હોવા છતાં ઉપરથી બતાવેલે સંતેષ ઈત્યાદિ અનેક પ્રકારના બહિર્દેખાવના ગુણ ગુણ રૂપ ન હોવા છતાં આપણે તેને ગુણપણે માનીએ છીએ. બીજાઓ ગુણની પ્રશંસા કરે એમ ઈચ્છીએ છીએ અને વખતપર સ્વમુખે પણ આત્મપ્રશંસા કરીએ છીએ, શાસ્ત્રકાર તે તેમાં લજજા ધારણ કરવાનું સૂચવે છે. કેટલાએક વિચક્ષણ પુરૂ પિતાની પ્રશંસા સીધી રીતે સ્વમુખે ન કરતાં આડકતરી રીતે કરે છે અથવા બીજાઓ પોતાના પ્રશંસનિય કાર્યને જાણે તેવા સંગે ખડા કરે છે. અથવા બીજા પાસે કરાવે છે. આ બધા આત્મપ્રશંસાના જ પ્રકાર છે. આમ પ્રશંસા કરનાર ગુણમાં આગળ વધી શકતા નથી, પ્રશંસા પિતે કરે છે એટલે નિંદા પારા મુખમાં જાય છે. પણ જે પિતે આત્મ પ્રશંસા ન કરે તે તેજ બીજાના મુખમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે છે. આ વિષય વારંવાર ચર્ચા હવા છે. તાં તેનાથી પાછા ઓસરનારા બહુ અલ૫ મનુષ્ય દ્રષ્ટિએ પડે છે. જરાક વાત ચલાવે કે તરતજ “આપણે તો આમ ને આપણે તે તેમ” ઈત્યાદિ વાકય રચના નીકળવા માંડે છે. તે સાથે પારકી નિંદા થયા શીવાય રહેતો જ નથી. ઓછી યા વતી થાયજ છે. કારણ કે તે આત્મપ્રશંસાની સખી છે. જે ધર્મની યોગ્યતા મેળવવી હોય તે ગુણ મેળવવા માટે અનિશ પ્રયત્ન કરે પણ તેને સ્વમુખે બોલવામાં તે મુંગાજ થઈ જવું. ત્યાર પછી વીસમું વાકય એ કહેવામાં આવ્યું છે કે – બરથમ િસુકd – આશુમાત્ર સુકૃત કર્યું હોય તે તેને પણ સંભારવું, અર્થાત્ મહાન સુકૃત તે શી વાત પરંતુ અ૫ સુકૃત પણ જે પિત કર્યું હોય તેને ભુવી ન જવું–સંભારવું. સુકાના અનેક પ્રકારો છે પરંતુ તેમાં દાન, શીલ, તપ, ભાવ, તીર્થયાત્રા, સ્વામીવાત્સલ્ય, સમક્ષેત્રપષણ, ધર્મક્રિયાકરણ ઈત્યાદિ મુખ્ય સુક ગણાય છે. તેમાંના જે જે સુકૃતિ એટલે જેટલે અંશે પૂર્વે કરેલાં હોય તે તે સંભારવા. એને સંભારવાથી તે તે સુકૃતે ફરીફરીને કરવાની ઈચ્છા થાય છે, કરી શકાય છે અને પુર્વે કરેલા સુકૃતથી મેળવેલા પુણ્યમાં વૃદ્ધિ થાય છે. આ સંભારવું તેના અનુદન નિમિત્તેજ છે, અને તેથી જ મોક્ષ માર્ગની આરાધનાના દશ પ્રકારે For Private And Personal Use Only
SR No.533309
Book TitleJain Dharm Prakash 1910 Pustak 026 Ank 12
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Prasarak Sabha
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1910
Total Pages36
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Jain Dharm Prakash, & India
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy