________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જનધમ પ્રકાશ.
જરૂર છે તેમજ વ્યાપાર હુન્નરની કેળવણી માટે અભ્યાસ કરવામાં મોટી મદદની જરૂર છે. કન્યાશાળા અને પાઠશાળાઓના અભ્યાસક્રમમાં નિય થવાની જરૂર છે અને વિધવાઓને તથા મેટી ઉમરની સ્ત્રીઓને અભ્યાસ કરાવી યોગ્ય રસ્તે ચડાવવાની જરૂર છે. આ સર્વ બહુ અગત્યની બાબત છે અને તે સંબંધમાં બહુ વિચાર કરવાની જરૂર છે.
માનસિક ઉન્નતિનો આ ક્રમ છે. સાંપત્તિ સ્થિતિમાં સુધારો થતો નથી. એ સંબંધમાં અનુમાન કરવું કાલ્પનિક છે, કારણ કે આપણી પાસે આંકડા નથી. છેલ્લાં પાંચ વરસથી આખા ભરતખંડમાં જે દુકાળ ચાલે છે તેથી ગરીબ શ્રાવકેની સ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે. ગામડામાં કરનારા મુનિ મહારાજે અથવા દરકાર રાખનારા શ્રાવકોને જ આ વાતને ખ્યાલ આવે છે. આવા દુઃખી શ્રાવકને ઉગે ચડાવવાની અને નિભાવવાની બહુ જરૂર છે. આ બનાવની નોંધ અત્યંત દુ:ખ સાથે લેવી પડે છે, પણ જેઓ કોન્ફરન્સમાં નિરાશ્ચિત શબ્દ કાઢી નંખાવવા માગતા હોય તેમણે થોડા દિવસ ગામડાએમાં ફરવું એમ અમારી પ્રાર્થના છે. સાંપત્તિક સ્થિતિમાં જીવ જે વધારો કર્યો હોય એમ અમારું માનવું નથી. વ્યાપાર જનેના હાથમાં છે, તેટલા માટે પણ ઓછામાં ઓછી મેટ્રીક્યુલેશન સુધીનો અભ્યાસ કરી કળા કૌશલ્ય અથવા વ્યાપારી અમુક શાખાનો અભ્યાસ કરવો જોઈએ. અત્યારે આપણી કોમના હાથમાંથી વ્યાપાર જતો જાય છે જ્યારે ભાટી, મેમણ વિગેરેના હાથમાં તે વધતો જાય છે. આ બાબત બહુ અગત્યની છે.
સાંસારિક ઉન્નતિ પર બધો આધાર છે, આ બાબતમાં વીશ વરસામાં બાપુ સારે ફેરફાર થયો છે, બાળલગ્ન બહુ ઓછા થતા જાય છે. વીશ વરસ પહેલાં કજોડાનું પ્રમાણુ બહુ વધારે હતું. હાલ બે છેડા થાય છે, પણ લોકોના વિચારમાં મોટો ફેરફાર થતો જાય છે. એવી જ રીતે મરચું પાછળ જમણવાર કરઆન છે તે બંધ થતા જાય છે, છતાં આયાવર્તના લોકોની ખાસીયત છે કે કોઇ પણ રિવાજ ખરાબ છે એમ જાણે તોપણ તાતઆ કુપ ના ન્યાયથી ફેરફાર કરતા નથી. છતાં વિચારમાં સારો જેવા ફેરફાર થઇ ગયો છે.
રડવા કુદવાનો રિવાજ ઓછો થયો છે, છતાં પણ એ જંગલી રિવાજને એકદમ બેસારી દેવો જોઈએ છે. કન્યાવ્યવહારનું શ્રેત્ર સાંપ્રત જમાનાને અનુસરી વિસ્તારવું જોઈએ, પણ આ બાબતમાં આગેવાન ઈ કરી શક્યા નથી. ન કરવાના કેટલાક કારણે છે, પણ તે હાસ્યાસ્પદ છે. આ બાબત કાળ ક્રમેજ થાય તેવી લાગે છે. લગ્નાદિક પ્રસંગે અતિ ખરચ કેટ
For Private And Personal Use Only