________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સમાવલેકન. સંસ્કૃત અભ્યાસ મંદ થઈ ગયો હતો, તેમાં સુધારે થતું જાય છે. હાલમાં કેટલાક મુનિ મહારાજે બહુ ઉત્તમ અભ્યાસ કરી શક્યા છે અને બનારસમાં સંસ્કૃત પાઠશાળા જે એક મુનિરાજના અધ્યક્ષપણ નીચે ચાલે છે ત્યાંથી એક સારો ના સંસ્કૃતમાં નિપુણ થઈ બહાર પડવાની વકી છે. સંસ્કૃતના જ્ઞાન સાથે વ્યવહારિક કેળવણી આપી ચાલુ જમાનાની પદ્ધતિઓથી વાકેફગાર થવાની આ વર્ગને જરૂર છે અને એ સંબંધમાં પણ પ્રયાસ થઈ રહ્યા છે.
સ્ત્રી કેળવણીની બાબતમાં છેલ્લા વીશ વરસમાં બહુ સારો સુધારો થયો છે. જો કે હજુ ઘણી ઘેાડી બાળાઓ કેળવણી લે છે છતાં પણ લે કાના વિચારમાં બહુ મેટા ફેરફાર થઈ ગયા છે. અમને સ્પષ્ટ રીતે યાદ છે કે વશ વરસ પહેલાં છેડીને ભણવવી અને ભણેલી છડી સાથે પુત્રનું વેવિશાળ કરવું એમાં મોટા વહેમ મનાતો, જ્યારે અત્યારે વેવિશાળ કરતાં રૂપ અને ધરની સાથે બાળાને અભ્યાસ કેટલું છે એ પ્રથમ સવાલ થાય છે. આ મોટા ફેરકાર છે અને વીશ વરસમાં મેળવેલી વસ્તુઓમાં પ્રથમ જગા લે છે. આ ઉપરાંત નાના શહેરોમાં પણ કન્યાશાળાઓ થઈ છે અને થતી જાય છે. આ રાવ લોકવલણ બતાવે છે અને અમને અત્યંત આનંદ થાય છે કે વીશ વરસના અમારા પ્રયાસમાં અમે કેળવણી સંબંધી, વારંવાર લેખ લખી ને કોને જાગૃત કરી છે તે વિચારો લોકોને અનુકૂળ લાગ્યા છે.
સામાન્ય રીતે છેલ્લા વીશ વરસમાં કેળવણી સંબંધમાં જૈન કોમે સારો વધારો કર્યો છે, વીશ વરસ પહેલાની અને હાલની સ્થિતિમાં બહુ ફેરફાર થઈ ગયો છે, પણ આટલા ઉપરથી આનંદમાં આવી જવાનું નથી. કેટલુંક થયું છે, પણ કરવાનું બહુ છે. જનીઓ તરફથી યુનિવર્સટિમાં એક પણ સ્કોલરશીપ નથી, કે યોગ્યતાવાળા ગરીબ માણસોને મદદ કરનાર નથી. માગે છે તેવાને મળી રહે છે, પણ માગનારાઓમાં સર્વ હમેશાં લાયકાતવાળા હોતા નથી. આનું પરિણામ એ થાય છે કે ખરેખરી મદદને લાયક માણસ શરમથી અભ્યાસ છોડી દે છે અથવા અસહ્ય મુશ્કેલી વચ્ચે અભ્યાસ ચાલુ રાખી વ્યાધિનો ભોગ થઈ પડે છે. કોમનો વધારો ઈછનારે આ બાબતમાં ખાસ ધ્યાન આપી રત્નને શોધવા જોઈએ. વળી મોટા મોટા શહેરોમાં જાહેર લાઈબ્રેરીઓની જરૂર છે. શહેર ભાવનગરમાં અમારી સભા તરફથી સારી લાઈબ્રેરી થયેલી છે, પણ તેમાં પણ વધારે થવાની જરૂર છે. મુંબઈ અમદાવાદ જેવા શહેરોને તેની ખાસ જરૂરીઆત છે. આ ઉપરાંત ગ્રેજ્યુએટ થયા પછી અભ્યારા આગળ વધારનારને મેરી મદદ મળવાની
For Private And Personal Use Only