SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક [૭૧ એમણે એક આદર્શ શ્રમણનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. પરનિદાથી પર પુણ્યવિજયજીએ સામી વ્યક્તિના નાનામાં નાના ગુણને પણ મોટો ગણું સન્માન્યો હતો. જ્ઞાનની જેમ એમણે ચારિત્ર્ય પર પણ ખૂબ ભાર મૂક્યો હતો. શીલ અને પ્રજ્ઞા જ ઉચ્ચ વ્યક્તિત્વનાં ઘડતર બળા છે એમ એમના જીવન પરથી કઈ પણ કળી શકતું. એમની વિદ્યાને અહંકારને ઓપ નહોતે દીધો, પિતાના અવિરત જ્ઞાનયજ્ઞ ભંગ ન થવા દેવા માટે એમણે જુનવાણી કક્ષાના મેટામેટા આડંબરી મહત્સવો ટાળ્યા હતા, તેમ એ જ ઈરાદાથી સુધારાના બહાના નીચે ઉપાડવામાં આવતી ઊહાપેહયુક્ત ચળવળથી પણ એઓ સદા દૂર રહ્યા હતા. પદવી કે પદનો એમણે કદાપિ આકાંક્ષા રાખી નહતી. શિવે કે નામના મેળવવા પાછળ પણ એમણે નજર રાખી નહોતી. આથી જ આવા સાંસારિક વ્યામાહથી પર રહી એઓ એકધારી જ્ઞાનસાધના અને આત્મસાધના કરી શક્યા હતા, “મુનિ તે જૈન સૂરિઓમાં સામાન્ય પદવી છે, જ્યારે “આચાર્યની પદવી અતિ માનવંતી છે. વડીલ સૂરિઓ અને પાટણના શ્રી સંઘે એમને આચાર્ય પદથી વિભૂષિત કરવાનું ઠરાવ્યું ત્યારે એમણે નમ્રતાપૂર્વક એ પદને પણ અસ્વીકાર કર્યો. વિદ્વત્તાના પ્રતીકરૂપ અપાતી પન્યાસ પદવીને પણ એમણે અસ્વીકાર કરે. વડોદરાના શ્રીસંઘે તે એમને પૂછ્યા વગર જ વિ. સં. ૨૦૧૦માં આગમપ્રભાકર'નું બિરુદ આપી દીધેલું. પરંતુ આનું કશું ય વળગણ એમને નહેતું. દેશી-પરદેશી અનેક વિદ્વાનોએ એમની રાહબરી નીચે સંશોધન કર્યું છે. છતાં ય ગુરુપદને લેશ પણ મદ ક્યાંય કળી શકાશે નહિ. ઉચ્ચતમ ઉપાધિ પીએચ. ડી. ના પરીક્ષક તરીકે પણ એમણે એટલી જ નિલેપતાથી કામગીરી કરી હતી. ઈ. સ. ૧૯૫૯માં અમદાવાદ ખાતે મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના વીસમા અધિવેશનના ઇતિહાસ-પુરાતત્વ વિભાગને એઓ પ્રમુખ વરાએલા. ઈ. ૧૯૬૧માં કાશ્મીર ખાતે મળેલા “લ-ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સ’ના એકવીસમા અધિવેશનમાં “પ્રાકૃત અને જૈન ધર્મ વિભાગના અધ્યક્ષ તરીકે એ પસંદ થએલા. ઈ. ૧૯૭૦માં અમેરિકાની “ઓરિયેન્ટલ સોસાએટીએ એમને માનાર્ડ સભ્ય તરીકે ચૂંટી કાઢયા હતા. આવું માન મેળવનાર કદાચ એ પ્રથમ જ હિંદી હશે. એમના પાંડિત્યને આ કંઈ ઓ છે. પુરાવો નથી. આથી જ છે. ડે. ડબ્લ્યુ. નોર્મન બ્રાઉનના શબ્દ યથાર્થ લાગે છે? (He is ) a worthy representative of the best Indian tradition of learning and teaching. ( તેઓ ઉત્તમ ભારતીય અધ્યયન-અધ્યાપન-પ્રણાલીના એક આદરણીય પ્રતિનિધિ છે.) એમની જ્ઞાનપ્રવૃત્તિનાં બે સુફળ તે પાટણના “શ્રી હેમચંદ્રાચાર્ય જૈન મંદિરની તેમજ અમદાવાદના લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના. અનેક વિદ્વાન અને અભ્યાસીઓને માટે આ બંને સંસ્થા આશીર્વાદ રૂપ બની છે. એમની સક્રિય પ્રવૃત્તિની તેમજ પ્રાચીન જ્ઞાનવિસ્તરણ વૃત્તિની આ ન ભુલાય તેવી દેણગી છે. અનેક વ્યક્તિઓ અને વિદ્વાનોથી ઘેરાએલા પુણ્યવિજયજી એક વ્યક્તિ નહિ પણ સ્વયં સંસ્થારૂપ હતા. વિદ્યાવ્યાસંગમાં તે એઓ વ્યાધિને પણ વીસરી જતા. ઈ. ૧૯૫૫ની વર્ષાઋતુના દિવસે હતા. સંગ્રહણના રોગે એમને ઘેરી લીધા. વ્યાધિ ઉગ્ર સ્વરૂપ પકડતે ગયે. લગભગ દોઢ વર્ષ સુધી એઓ પીડાયા; પરંતુ તે દરમિયાન એમને સધિયારે આ શાસ્ત્રવ્યાસંગે. કથારત્નષ'નું સંપાદન અને નિશીથચર્ણિ”નું અધ્યયન એમણે આ નાદુરસ્ત તબિયતે જ કર્યું. એમની જ્ઞાનભક્તિ અને ચિત્તની સ્વસ્થતા અહીં પ્રગટ થયા વગર રહેતાં નથી. { આવા આત્મસાધક સંત પોતે અનેકાંતવાદની સાક્ષાત પ્રતિમા હતા. પિતાની તેજસ્વી બુદ્ધિને સ્વાશ્રયના જળસિંચનથી એમણે અવિરત ફળદાયિની બનાવી હતી. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ને જૂની ગુજરાતીના આ For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy