________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦]
શ્રી આત્માનંદ પ્રકાશ ટીકાઓ સાથેનું “નંદીસૂત્રમ–તો અનુક્રમે ઈ. ૧૯૬૬ અને ૧૯૬૮માં છપાઈને પ્રકટ પણ થયાં છે. એમના આ ભગીરથ પ્રયાસને અનુલક્ષીને એમને “આગમપ્રભાકર” કહેવામાં આવ્યા છે તે ઉચિત જ છે.
સંપાદન ઉપરાંત હસ્તપ્રતો ભેગી કરવી, ગોઠવવી, તેની અન્વીક્ષા કરવી, એ પણ એમની પ્રિય પ્રવૃત્તિ રહી. તે અંગેને ઈ. ૧૯૩૫માં પ્રગટ થએલે “ભારતીય શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા” નામક દીર્ધ નિબંધ આ વાતની સાખ પૂરે છે. વિવિધ કાળની હસ્તપ્રત વાંચવાની આ પ્રવૃત્તિને પરિણામે એમણે દેવનાગરી પહેલાંની બ્રાહ્મી લિપિ ઉકેલવાનું તેમજ દેવનાગરીના સદીએ સદીએ બદલાએલા મરેડ ઉકેલવાનું કાર્ય આત્મસાત કર્યું. સાથે સાથે વિવિધ સૈકાની દેવનાગરી લિપિ લખવામાં પણ એમણે નિપુણતા મેળવી લીધી. પ્રાચીન ચિત્રકળા, લિપિશાસ્ત્ર, સિક્કા, મૂતિઓ વગેરે પુરાતત્વ વિષયોના પણ એ અછી જ્ઞાતા હતા. લિપિશાસ્ત્રના તે એ એવા અસાધારણ અભ્યાસી હતા કે લિપિ પરથી કઈ હસ્તપ્રત કઈ સદીની હશે તેનું ચોકકસ અનુમાન કરી શકતા.
સંશોધક તરીકે સાંપ્રદાયિક અને છતાં વ્યક્તિગત મત-માન્યતાઓથી મુક્ત એવી ઐતિહાસિક દ્રષ્ટિ તેમની પાસે હતી. તુલનાત્મક અભ્યાસરીતિ અને સત્યાન્વેશી સંશોધન પ્રીતિ એમને સહેજ હતાં. આથી જ એઓ પોતાના સંશોધન હેઠળની કૃતિની ખૂબી-ખામીનું તાશ્યપૂર્ણ દર્શન કરી શકતા. ગુણગ્રાહક દષ્ટિએ એમનામાં કોમળતા અને સહાનુભૂતિ પ્રગટાવ્યાં હતાં, તે સત્ય પાસનાએ નિર્ભયતા અને નિષ્પક્ષપાત ખીલવ્યાં હતાં. એમની સર્વાગી અન્વેષણાત્મક દૃષ્ટિએ એમની પાસે અણિશુદ્ધ સંપાદન કરાવ્યાં છે. માઈકે ફિલ્મ, ફેટેસ્ટેટ તેમજ એન્લાર્જમેન્ટ જેવી વૈજ્ઞાનિક સાધનપદ્ધતિને પણ એમણે સંશોધક તરીકે પૂર ઉપયોગ કર્યો છે.
આવા જ્ઞાનવીર સાધુપુરુષનું વ્યક્તિત્વ પણ આકર્ષક અને અદ્ભુત હતું. ચિત્તની નિર્વિકાર અવસ્થામાંથી પ્રગટેલી મુદા હરહમેશ એમના વદન પર અંક્તિ રહેતી. નિર્ભેળ જ્ઞાનસાધનાએ એમના વ્યક્તિત્વને અત્યુચ બનાવ્યું હતું. પરિણામે એમની વિરતિ રસહીન કે ઉદાસ નહોતી, પણ સદા પ્રસન્નતાથી છલકાતી રહેતી. એમની સરળતા ને સમતા એમનાં વાણી-વર્તનમાં સદા નર્તન કર્યા કરતી. એમની અનાસક્તિએ એમને કઠોર નહિ પણ કમળ બનાવ્યા હતા. કેઈનું પણ દુઃખ જોઈ એમનું દિલ દ્રવી જતું. એમની પાસે આવનાર કઈ પણ દુખિયું પ્રશાંત થયા વગર પાછું ફરતું નહિ. - હસ્તપ્રતોને એમને પરિગ્રહ પણ ઉદારતા અને પરોપકારને પ્રેર્યો હતો. આથી જ કોઈ પણ અભ્યાસી કે વિદ્વાન એમની પાસે આવે કે તરત જ પોતાના સંગ્રહમાંથી, સહેજ પણ સંકોચ વગર, એ આવનારને ઉગી સામગ્રી પૂરી પાડતા. આશંકા કે અવિશ્વાસનું સહેજ પણ નામ નહિ. એમની આ વૃત્તિ જ સામેની
વ્યક્તિમાં પણ વિશ્વાસનું વાવેતર કરતી, વિશ્વાસથી જ વિશ્વાસ કેળવાય છે એની પ્રતીતિ એમણે પોતાના વર્તન દ્વારા કરાવી આપી હતી.
ઉદારતા પણ એવી જ અનુકરણીય. અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરના આરંભમાં એમણે જ પોતાની દસ હજાર હસ્તપ્રત તદ્દન નિમીમપણે કાઢી આપી હતી. નિખાલસતા અને નમ્રતા પણ એમના વ્યક્તિત્વને દીપ્તિમંત કરતાં. અને એમની વત્સલતાથી તે કાઈ અનભિજ્ઞ નથી, જેન કે જૈનેતર, નિરક્ષર કે સાક્ષર, ધનિક કે નિર્ધન સૌના પ્રત્યે એ પૂરો સમભાવ રાખતા.
એ રૂઢિગ્રસ્ત આચારવિચારની મર્યાદા જાણતા, તે નવીનની ઉપયોગિતાને પણ પિછાણતા. આથી જ ક્ષીરનીર-વિવેક એઓ જાળવી શકતા. શ્રમણસંધના ભિન્નભિન્ન સમુદાયો વચ્ચે જે વાડાબંધી જેવું હોય છે તેનાથી તેઓ સર્વદા અલિપ્ત રહેતા. કઈ પણ ગચ્છના અનુયાયીને એમને છોછ નહોતો. આ રીતે
For Private And Personal Use Only