SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮] શ્રી આત્માનંદ પ્રકાશ વિ. સં. ૧૯૬૫ના મહા વદ પાંચમે, એટલે કે ઈ. ૧૯૦૯ના ફેબ્રુઆરી માસમાં દીક્ષા આપી. એ વખતે મણિલાલની વયે તેર-ચૌદ વર્ષની. હવે બાળક મણિલાલ દીક્ષિત પુણ્યવિજય બન્યા. એમની સાચી કેળવણીને પ્રારભ દીક્ષિત જીવનના આરંભથી જ થયો કહેવાય. જો કે એકધારે સળંગ વ્યવસ્થિત અભ્યાસ કરવાનું તે ક્યારે ય બન્યું જ નહોતું, છતાં ય પ્રગુરુ કાંતિવિજયજી ને ગુરુ ચતુરવિજયજીએ નવદીક્ષિત પુણ્યવિજયજીમાં ઊંડો રસ લઈ એમને કેળવણીની કેડીએ લાવી મૂક્યો. એમના અભ્યાસ માટે જે બે-ચાર શિક્ષકો વિદ્યાદાન કરતા તેમાં પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી મોખરે હતા. પાછળથી તે આ ગુરુ-શિષ્ય સંબંધ ગાઢ મિત્રીમાં પરિણમેલો. વળી, ગુરુ ચતુરવિજયજી તે સંશોધન અને સંપાદનના પણ જબરા શોખીન. એમના જ સહવાસથી પુણ્યવિજયજીમાં સંશોધનની જિજ્ઞાસા મહેરી ઊઠી, જેનાં મીઠાં ફળ એમની સુદીર્ધ સંશાધનપ્રવૃત્તિમાં જોઈ શકાય છે. પ્રગુરુ કાંતિવિજયજીની વૃદ્ધાવસ્થા હેઈ પ્રશિષ્ય પુણ્યવિજયજીને લાગલગ અઢાર વર્ષ એમની પાસે સેવાથે પાટણમાં જ રહેવાનું થયું. આ વખતે પણ એમના જ્ઞાનપિપાસુ આત્માએ મળેલી તકનો પૂરેપૂરી લાભ ઉઠા. સૈકાઓથી સંધરાએલી, વિવિધ જ્ઞાનથી ખચિત હસ્તલિખિત પોથીઓથી સમૃદ્ધ એવા પાટણના બધા જ જ્ઞાનભંડારોનું એમણે એ દરમ્યાન અવલોકન કર્યું. પછી જુદા જુદા જ્ઞાનભંડારોની અવ્યવસ્થામાં વ્યવસ્થા લાવવાને એમને વિચાર આવ્યો, અને અત્યંત પરિશ્રમ ઉઠાવી એમણે એ ભંડારોનાં સુદીર્ઘ સૂચિપત્રો જાતે જ તૈયાર કર્યા. અંતે એમના પ્રયાસથી પાટણમાં “હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ની સ્થાપના થઈ. દીક્ષાના પ્રથમ વર્ષે જ પ્રગુરુ અને ગુરુ પાસે એમણે બધાં પ્રકરણોનો અભ્યાસ કરી લીધો. ત્યાર બાદ બીજે વર્ષે ખેડા જિલ્લાના વસો ગામના શ્રાવક ભાઈલાલ પાસે સંસ્કૃત માર્ગોપદેશિકા'ને અભ્યાસ કર્યો પછી પંડિત શ્રી નિત્યાનંદજી શાસ્ત્રીની નિશ્રામાં “સિદ્ધહેમ લધુવૃત્તિ, “હેમલધુપ્રક્રિયા, “ચંદ્રપ્રભા વ્યાકરણ, હિતોપદેશ.” “દશકુમારચરિત' વગેરે શાસ્ત્રો અને સર્વ ગ્રંથોનું પરિશીલન કર્યું. ત્યાર પછી તે પાળિયાદ નિવાસી પંડિત શ્રી વીરચંદભાઈ મેઘજી પાસે એમણે “લઘુવૃત્તિને અધૂરો રહેલો અભ્યાસ પૂરો કરવા ઉપરાંત કાવ્યોનું પણ વાચન કર્યું, તે જૈન તત્ત્વજ્ઞાન અને ભારતીય દર્શનશાસ્ત્રના પારગામી પંડિત સુખલાલજી પાસે વિ. સં. ૧૯૭૧-૭૨માં, અનુક્રમે પાટણ અને વડોદરામાં, “કાવ્યાનુશાસન,” “તિલકમંજરી, “તર્કસંગ્રહ' તેમ જ “ છંદનુશાસન' જેવા પ્રશિષ્ટ અભ્યાસગ્રંથનું વિગતે પરિશીલન કર્યું. આ બધા અભ્યાસે એમને જ્ઞાનની ક્ષિતિજોને અને દષ્ટિકોણને અદ્દભુત વિકાસ કર્યો. એમના આ અભ્યાસકાળમાં આપણને એક સત્વનિષ્ઠ અને સત્યનિષ્ઠ જ્ઞાનસાધકનાં દર્શન થાય છે. એક સાચા વિદ્યા-અથીને છાજે તેવી ઉત્કટ જિજ્ઞાસા, ઉચ્ચ બુદ્ધિમત્તા, ઉષ્માયુક્ત જ્ઞાનોપાસના, ઉદ્દીપ્ત શ્રમસાધના અને ઉદાહરણીય વિનમ્રતાનાં પુણ્યવિજયજીમાં જે દર્શન થાય છે તે આજના યુગના પરીક્ષાલક્ષી વિદ્યાર્થી ને માટે અનુકરણીય અને અનુસરણીય છે. એમની આ વિદ્યાભ્યાસની ધારા સાથે શાસ્ત્ર-સંશોધનની ધારા પણ ચાલતી જ રહી. સંશોધન અને કેળવણી અન્ય પૂરક થઈ પડ્યાં. એમની સાધન-પ્રવૃત્તિનો આરંભ મુનિ રામચંદ્ર રચિત સંસકૃત કૌમુદી-મિત્રાનંદ-નાટક”નું ઈ. ૧૯૧૭માં સંપાદન કર્યું ત્યારથી ગણી શકાય; ત્યાર પછીના જ વર્ષ, ૧૩મી સદીમાં થએલા મુનિ રામભદ્રના “પ્રબુદ્ધ રૌહિણેય નાટક'નું સંપાદન કર્યું. એ જ અરસામાં આચાર્ય મેધપ્રભનું ધર્માલ્યુદય-છાયા નાટક” સંપાદિત કર્યું. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત અદ્રસ્તુતિ ચતુર્વિશતિકા'નું સંપાદન એમણે ૧૯૨૮માં કર્યું. આ રીતે એમણે અભ્યાસ સાથે સંપાદનમાં પણ પોતાની પ્રતિભા કોળાવી. એમની સકલ જ્ઞાનપ્રતિભા ત્રણ માગે કાર્યરત રહી છે : (અ) પ્રાચીન સાહિત્ય સંસ્કૃતિના સંશોધન-સંપાદનમાં, (બ) પ્રાચીન ગ્રંથભંડારીના વિશ્લેષણ અને વ્યવસ્થાકાર્યમાં, (ક) દેશી-પરદેશી જ્ઞાનપિપાસુઓ અને અભ્યાસીએના સંશોધનકાર્યમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહાયભૂત થવામાં. For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy