________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[ ૬૭
ઉત્કટ જિજ્ઞાસા અને ઉદ્દીપ્ત શ્રમસાધનાના અવિરત જલસિચન વડે પેાતાની તેજસ્વી બુદ્ધિપ્રતિભાને લદાચિની બનાવનાર શ્રમશીલ 'શેાધક, દૃષ્ટિસપન્ન સપાદક ને વિનમ્ર વિદ્વદ્વ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગમપ્રભાકર મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રી ધીરુભાઈ પરીખ
*
આજથી લગભગ પાણા સેા વર્ષ પહેલાંની વાત છે. કપડવણજ ગામમાં ત્યારે ભારે આગ લાગેલી. ચિંતામણિ પાર્શ્વનાથની ખડકીમાં એક મકાન ભડકે બળતુ' હતું. એ વખતે ત્યાંથી પસાર થતા, એક મુસલમાન વહેારા ભાઈએ મકાનમાંથી આવતા કાઈ બાળકના રુદનના સ્વર સાંભળ્યે—અને ક્ષણને પણ વિલખ કર્યા વગર એ એમાં ધસી ગયા! જોયુ. તા, ચારેક માસના એક બાળક અગનજ્વાળાઓ વચ્ચે પારણામાં પડયો પડવો રડતા હતા. બાળકને લઈને એ વડેરા ભાઈ બહાર નીકળી ગયા. હિંદુનું બાળક હતુ. એટલે કાઈ હિંદુને ત્યાંથી પાણી લાવીને એને પાયુ* અને દૂધ પાઈ એક દિવસ રાખ્યું, ખીજે દિવસે એમણે એ બાળકના વાલીની ખેાજ આદરી.
આ તરફ ન્દીએ કપડાં ધોવા. ગએલી માતા પાછી ફરી. આગમાં ભરખાયેલુ. પેાતાનુ મકાન નજર સામે પડયુ... અને તરત જ પારણામાં સુવાડીને ગએલી તે પોતાના નાનકડા પુત્ર આંખ સામે તરવરી રહ્યો. માનું હૃદય ભાંગી પડયું ! એણે માની લીધું કે પેાતાને પુત્ર જરૂર આગમાં સ્વાહા થઈ ગયા હશે. ત્યાં તા ખીજે દિવસે પેલા પરાપકારી અને સાહસિક વહેારા ભાઈએ એ માતાનેા પુત્ર એના હાથમાં મૂકો અને એના જીવમાં જીવ આવ્યા. રામનાં રખવાળાં ખરેખર અકળ હોય છે!
Ογ
એ બાળક તે જ મુનિ શ્રી પુણ્યવિજયજી. એ વખતે બાળકને આમ અકસ્માતમાંથી ઉગારી લેવા પાછળ ભાવિમાં વિદ્વ* વિભૂતિના પ્રાકચના દૈવી સકેત કાણુ કળી શકયુ હશે ?
આવા મુનિજીનો જન્મ ઈ. ૧૮૯૫ ને સત્તાવીશમી ઑકટાબર રવિવારે થએલે. વિ. સં. પ્રમાણે એ દિવસ કાર્તિક સુદ પાંચમના. જૈનધર્મ પ્રમાણે એ જ્ઞાનપ ́ચમી. આમ, જ્ઞાનપંચમીને દિવસે જન્મેલા પુણ્યવિજયજીએ આજીવન તીવ્ર જ્ઞાનાપાસના કરીને જન્મદિનને સાર્થક કર્યા.
પુણ્યવિજયજી તો એમનું દીક્ષાનામ; એમનુ જન્મનામ તા હતુ. મણિલાલ. પિતાનું નામ ડાઘાભાઈ દેશી. પત્ની તથા પુત્રને કપડવણજમાં મૂકી એમણે મુ*બાઈમાં નસીબ અજમાવવુ શરૂ કરેલું; ત્યાં જ આ આગના અકસ્માત બન્યો; એટલે તરત જ એ વતન આવી, પત્ની માણેકબેન અને પુત્ર મણિલાલને પેાતાની પાસે મુંબાઈ લઈ ગયા. આ રીતે પુણ્યવિજયજીનાં બાળપણ અને કિશારકાળ મુબાઈમાં વીત્યાં.
પિતા ડાહ્યાભાઈ ધધાથી છતાં ય ધર્મબુદ્ધિવાળા. એમના જમાનામાં જ્યારે કન્યા-કેળવણી નામવત્ હતી કરેલા. માતાનુ આ વિદ્યાખીજ જ પુત્ર મણિલાલમાં છેવટે
માતા માણેકબેન તા પૂરેપૂરાં ધર્મનિષ્ઠ સન્નારી. ત્યારે માણેકબેને ગુજરાતી છ ધારણના અભ્યાસ વિકસીને વટવૃક્ષ બન્યુ
મુંબાઈમાં પિતૃછાયા નીચે અંગ્રેજી છ ધારણ સુધી અભ્યાસ કર્યાં ત્યાં જ પિતાનું અવસાન થયુ.. ધર્મનિષ્ઠ વિધવા માતાને હવે દીક્ષા લેવા પ્રબળ ઇચ્છા થઈ. પરતુ પુત્રની બાળ વય જોઈ વિચારમાં પડી ગયાં. આખરે પુત્રને પણ દીક્ષા લેવડાવવામાં જ એમણે શ્રેય માન્યું, પાલીતાણામાં ચતુર્માસ ગાળા, ત્યાંની નવ્વાણું ધર્માંયાત્રા વિધિપૂર્વક પતાવી, માતા માણેકબેન વડાદરા પાસેના છાણી ગામમાં આવી પહોંચ્યાં. ત્યાં પેાતાના પુત્ર મણિલાલને શ્રી કાંતિવિજયજીના મુનિમંડળને ચરણે સાંપ્યા. ગુરુ ચતુરવિજયજીએ મણિલાલને
For Private And Personal Use Only