________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૬૫ વધારવું હોય તો મુનિવર્ય શ્રી પુણ્યવિજયજીના હાથે થયેલ ઉપર સૂચવેલ છ છ પ્રવૃત્તિઓ આગળ ચલાવ્યા વગર આપણને ચલાવવાનું નથી. આ પ્રવૃત્તિઓ કેવી રીતે ચાલુ રહે અને વિકાસ પામે એની વિચારણા અને યોજના જૈન સંઘે–શ્રમણસમુદાયના અગ્રણીઓએ અને શ્રાવકસંઘના અગ્રણીઓએ—સત્વર કરવી જોઈએ.
આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ તથા તેઓના શિષ્યના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયજંબુસૂરીશ્વરજીના પ્રયાસથી, પ્રવર્તક શ્રી કાંતિવિજયજી, મુનિરાજ ચતુરવિજયજી તથા મુનિ શ્રી પુણ્યવિજયજીના પ્રયાસથી, આચાર્ય શ્રી વિજયધર્મ સૂરીશ્વરજી અને એમના શિષ્યના પ્રયાસથી તેમ જ બીજા પણ કેટલાક આચાર્યો કે મુનિવરોના પ્રયાસથી અનેક સમૃદ્ધ જ્ઞાનભંડાર અસ્તિત્વમાં આવ્યા છે, તે રાજી થવા જેવું છે. પણ આમાંના કેટલાક ભંડારોની વિગતવાર સૂચીઓ તૈયાર થવી અને એમની સામગ્રીનો અભ્યાસીઓ સહેલાઈથી ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા થવી બાકી છે. આવી સૂચીઓ અને આવી વ્યવસ્થાના અભાવમાં, આ ભંડારોનો ઉપયોગ કૃપણના ધનની જેમ, અતિ મુશ્કેલ કે અશક્ય ન બની જાય, તે આપણે જેવું જોઈએ. નહીં તો છતી સામગ્રીએ આપણે વિદ્વાનો અને જિજ્ઞાસુઓ આગળ દરિદ્ર દેખાઈશું.
પ્રાચીન પુસ્તકોનું સંશોધન-પ્રકાશન કરવાનો રસ પણ આપણા શમણસમુદાયમાં સારા પ્રમાણમાં જોવા મળે છે; અને જૂનાં-નવાં પુસ્તકોના પ્રકાશનમાં જૈન સંઘ દર વર્ષે અઢળક દ્રવ્ય પણ ઉદારતાથી ખરચે છે. - આ બધું જ છે, છતાં એ બધામાં જે વ્યવસ્થા અને સળંગસુત્રતા હોવી જોઈએ તે નહીં હોવાને લીધે, આ બધા પ્રયત્નો અને ખર્ચનું જોઈએ તેવું સારું પરિણામ આવતું નથી. * આ બધા કથનને સાર એ છે કે હવે પછીની જ્ઞાનોદ્વાર અને જ્ઞાનપ્રચારની આપણી કોઈ પણ પ્રવૃત્તિ કેવળ જૈન સંઘને જ લક્ષમાં રાખીને નહીં પણ દેશ-વિદેશના વિદ્વાનોને અને અત્યારની વૈજ્ઞાનિક સંશોધનપદ્ધતિને ધ્યાનમાં રાખીને ચાલવી જોઈએ. આ કામ જરૂર કપરું-અતિ કપરું છે, પણ અશક્ય તો નથી જ. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી તથા અન્ય વિદ્વાન આચાર્યો, મુનિવરે અને ગૃહસ્થાની કામગીરી આ બાબતમાં સારી રીતે માર્ગદર્શક બની શકે એમ છે. જે રીતે બની શકે એ રીતે જ્ઞાનોદ્ધારના મુશ્કેલ કાર્યને આગળ વધારવા જન સંધ સજજ બને એ જ અભ્યર્થના.
જૈન” સાપ્તાહિક, ભાવનગર, તા, ૨૬-૬-૭૧
स्व० मुनि श्री पुण्यविजयजी महाराज
___ मुनि श्री नेमिचन्दजी
साधुजीवन में ज्ञान-दर्शन-चारित्र की उत्कृष्ट आराधना निश्चिन्ततापूर्वक हो सकती है, क्योंकि साधु को परिवार के भरणपोषण की चिन्ता नहीं है, वह रत्नत्रय की उत्कृष्ट आराधना के लिए ही साधु बना है और उसके पास समय भी पर्याप्त है. जिसके पास अनेको गृहस्थी के झंझट हों, उसे समय नहीं मिल पाता. परंतु साधु के जीवन में न ऊधो का लेना हैं, न माधो का देना है.
मगर इस भौतिक युग का असर साधुसमाज पर भी होने से साधुसमाज में निश्चिन्तता और समय की कमी आ गई है. साधुओं के पास दर्शनार्थी भक्तों का तांता लगाना, मिनिस्टरों से
For Private And Personal Use Only