________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૪ ]
શ્રી આત્માનંદ પ્રકાશ
એવી મેાટી છે. આવી જૂની કે કળાના નમૂનારૂપ વસ્તુઓ વેચનારને યેાગ્ય વળતર મળી રહે, એ માટેની મહારાજશ્રીની ચીવટ તેના જીવન સાથે એકરૂપ બની ગયેલ ઉદારતા અને ભવ્યતાનું જ પરિણામ કહી શકાય.
(૩) પેાતાના ગુરુવર્ય સાથે, ખીજા વિદ્રાના સાથે તેમ જ એકલે હાથે મહારાજશ્રીએ જૈન આગમા, અન્ય પ્રાચીન જટિલ જૈન શાસ્ત્રીય તેમ જ ખીજા ગ્રંથા અને ઇતર સાહિત્યના ગ્રંથેનુ જે સંશાધનસ'પાદન કયું છે, તે તેઓની મધ્યસ્થવ્રુત્તિ, સમભાવપૂર્ણતા, સત્યની શેાધની તાલાવેલી અને પ્રાચીન કિઠન પ્રથાને સમજવાની સિદ્ધહસ્તતાનું સૂચન કરે એવુ` છે. તેઓએ સ`શેષિત-સ`પાદિત કરેલ ગ્રંથાએ દુનિયાના વિદ્વાનોની પ્રશ*સા મેળવવા સાથે સશેાધનકળાના શ્રેષ્ઠ નમૂના તરીકે પણ નામના મેળવી છે. તેમાંય જૈનઆગમા અંગેનું મહારાજશ્રીનું જ્ઞાન તા જેટલુ' ઊંડુ એટલું જ વ્યાપક અને એટલું જ મૂળગામી હતું. એકખીજા' આગમસૂત્રો વચ્ચેના આંતર પ્રવાહેના ા તેઓ અનન્ય જ્ઞાતા જ હતા.
જ્ઞાનભંડારાના ઉદ્દારનું, પ્રાચીન હસ્તપ્રતાની સાચવણીનું અને પ્રાચીન શાસ્ત્રીય ગ્રંથાના સ ંશોધનનુ કામ તા, ધૂળધાયાના ધંધાની જેમ, ઉત્કટ ખડૂત, અપાર ધીરજ અને અનન્ય શ્રુતભક્તિ માગી લે એવુ’ અતિમુશ્કેલ કામ ગણાય. મહારાજશ્રીમાં આ ગુણ્ણા પૂરી માત્રામાં પ્રગટત્યા હતા. ખીજા ખીજા' કામેાની ગમે તેવી ભી'સ વચ્ચે પણ આ કામાને તેઓ, લેશ પણ ઉતાવળ કર્યા વગર, પૂરી સ્વસ્થતાથી ન્યાય આપવા ટેવાયા હતા. તેઓની વિરલ સફળતાની આ જ ચાવી હતી.
(૪) વળી, પ્રાચીન-અર્વાચીન ચિત્રો, નાની-માટી મૂર્તિ, સચિત્ર હસ્તપ્રતા, શિલ્પ-સ્થાપત્યના નમૂનાઓ અને લાકડા કે ધાતુની કે ખીજી કળાસામગ્રીનું મૂલ્યાંકન કરવાની તેઓશ્રીની કાઠાસૂઝ અને એ બધાનો સંગ્રહ કરીને એને સુરક્ષિત બનાવવાની વૃત્તિ, અને સાથે સાથે એ બધી સામગ્રી પ્રત્યેની અલિપ્તતા તેના પ્રત્યે વિશેષ આદર પ્રેરે એવી હતી.
(૫) અને જૈન વિદ્યા કે ભારતીય વિદ્યાના વિદ્વાનો, વિદ્યાર્થીઓ અને જિજ્ઞાસુએ માટે તા તેઓ જ્ઞાનકોષ કે જ્ઞાનતી રૂપ જ હતા. તેઓને જોઈતી માહિતી, સામગ્રી અને કચારેક તો ખર્ચમાં પૂરક થઈ રહે એવી સહાય પણ મહારાજશ્રી પાસેથી મળતી; ઉપરાંત, કોઈ કોઈ ગ્રંથની વિરલ હસ્તપ્રત પણ મહારાજશ્રીની પેાતાની જવાબદારી ઉપર જ્ઞાનભંડારામાંથી મળી રહેતી. મહારાજશ્રીની હમેશાં એ ઝંખના રહેતી કે કોઈ પણ વિદ્યાના સાધકની સાધના જરૂરી માહિતી, સામગ્રી કે સહાયના અભાવે રૂધાવી ન જોઈએ. આ ક્ષેત્રની મહારાજશ્રીની કામગીરી ઉદારતાનો એક ઉત્તમ નમૂનો બની રહે એવી છે. જૈન વિદ્યાના અધ્યયનસ‘શાધનમાં દેશ-વિદેશના વિદ્વાનાને ઉદારતાથી સહાય કરવાની જે ઉપયાગી પ્રવૃત્તિ સ્વસ્થ આચાર્ય શ્રી વિજયધસૂરીશ્વરજી મહારાજે વ્યવસ્થિતપણે શરૂ કરી હતી, તેનું સાતત્ય મુનિ શ્રી પુણ્યવિજયજીએ સાચવ્યું હતું,
(૬) જ્ઞાનોદ્દારના કાર્યાંમાં જેના વગર ચાલે નહીં એવા લહિયા તૈયાર કરવાની દિશામાં પણ મહારાજશ્રીએ, તેમ જ એમના ગુરુશ્રી અને દાદાગુરુશ્રીએ, જે કામગીરી બજાવી હતી. તે તેની દી દષ્ટિ અને વિદ્યાસાધનાની તીવ્ર ઝંખનાનું સૂચન કરે એવી છે. મુશ્કેલીથી ઉક્રેલી શકાય એવી લિપિમાં લખાયેલી શાસ્ત્રીય તેમ જ ખીજા અનેક વિષયાની પ્રાચીન હસ્તપ્રતોને ઉકેલવાનું અને એની શુદ્ધ અને સ્વચ્છ નકલ કરવાનુ` કામ ખૂબ જ મુશ્કેલ છે. આજે તો આવા નિપુણ લહિયાઓની સંખ્યા દિવસે દિવસે આછી થતી જાય છે; અને નવા લહિયાએ તૈયાર કરવા માટે કોઈ પ્રયાસ થતો દેખાતો નથી.
મુનિવય` શ્રી પુણ્યવિજયજી મહારાજે કુશળ વિદ્વાનોનું એક જૂથ જે કામ ન કરી શકે એટલુ' બધુ કા એકલે હાથે કરેલું હેાવા છતાં જ્ઞાનભંડારાના રક્ષણ, જ્ઞાનપ્રસાર અને આગમસૂત્રો અને સમગ્ર આગમિક સાહિત્યના વ્હારની દિશામાં હજી પણ ઘણુ ધણું કરવાનુ બાકી છે. અને જો આ કાર્ય સરખી રીતે આગળ
For Private And Personal Use Only