________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક
[૬૩ સ્વર્ગવાસથી કેટલી મેટી ખોટ પડી છે એનો ખ્યાલ વધારે ને વધારે આવતે જશે. એ ખેટ ક્યારે, કેના દ્વારા, કેવી રીતે પુરાવાની છે, એ જ્ઞાની જાણે. આજે તે એવી આશાની કોઈ રેખા ક્ષિતિજમાં નજરે પડતી નથી. કંઈક નિરાશ થઈ જવાય એવી મેટી આ ખોટ છે !
આમ છતાં આ હકીકતને, એટલે કે મુનિરાજ શ્રી પુણ્યવિજ્યજીના જીવન અને કાર્યને, કંઈક આશા જગાવે એવી બીજી રીતે પણ વિચારી શકાય એમ છે. ધર્મસાધકો અને ધર્મશાસ્ત્રોએ આત્માની શક્તિ અનંતઅખૂટ હેવાનું વારંવાર ઠેરઠેર કહ્યું છે. મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી કે એમના જેવા નિષ્ઠાવાન ધર્મપુરુષે કે માનવજાતને સેવક, પિતાના જીવનકાળ દરમ્યાન, જે ન કલ્પી શકાય એટલી કાર્યસિદ્ધિ કરી ગયા, તે આત્માની શક્તિ અખૂટ હોવાની વાતની સચ્ચાઈની સાક્ષીરૂપ બની રહે એવી છે. આ હકીકતમાંથી આપણે કંઈક આશા અને આશ્વાસન મેળલી શકીએ. પણ એ વાતની વિશેષ ચર્ચા જવા દઈએ અને નજર સામેની પરિસ્થિતિને જ વિચાર કરીને જૈન સંધે જ્ઞાનોદ્ધારને પુણ્યયજ્ઞ ચાલુ રાખવા શું કરવું જોઈએ એનો જ વિચાર કરીએ..
શ્રી આગમપ્રભાકરજી મહારાજે જ્ઞાનના ઉદ્ધારના ક્ષેત્રે જે વિરલ અને વિપુલ કામગીરી બજાવી છે, એની વિગતો કંઈક આ પ્રમાણે આપી શકાય
(૧) મહારાજશ્રીએ, પોતાના દાદાગુરુ શ્રી કાંતિવિજયજી મહારાજ તથા ગુરુ મુનિવર્ય શ્રી ચતુરવિજ્યજી મહારાજની સાથે, અને તેઓના સ્વર્ગવાસ બાદ તેના પગલે પગલે, જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ હસ્તકના સંખ્યાબંધ પ્રાચીન હસ્તલિખિત જ્ઞાનભંડારોને નમૂનેદાર જીર્ણોદ્ધાર કર્યો કરાવ્યો હતો. આ જીર્ણો દ્વારમાં માત્ર હસ્તલિખિત પ્રતને સુરક્ષિત બનાવીને જ સંતોષ માનવાને બદલે એ પુસ્તકોનું માહિતી પૂર્ણ સૂચીપત્ર તૈયાર કરીને એ પુસ્તકો એને ઉપગ કરવા ઇરછતા વિદ્વાનોને ઓછામાં ઓછી મુશ્કેલીથી મળી શકે, એવી વ્યવસ્થા પણ તેઓએ કરાવી હતી. અને કેટલાક જ્ઞાનભંડારોમાંનાં પુસ્તકોની સૂચીઓ તે તેઓએ ખૂબ મહેનત લઈને મુકિત પણ કરી છે, જેથી દેશ-વિદેશના જુદાં જુદાં સ્થાનમાં રહેતા વિદ્વાનોને માટે ક્યા ભંડારમાં કેવાં કેવાં પુસ્તકો છે, તેની માહિતી ઘેરબેઠા મેળવવાનું સહેલું થઈ પડતું. આ ઉપરથી એમ સહેજે કહી શકાય કે મહારાજશ્રીને જ્ઞાનભંડારને સુરક્ષિત બનાવવાની જેટલી ધગશ હતી એટલી ધગશ તેઓને જ્ઞાનભંડારનો ઉપયોગ સહેલાઈથી થઈ શકે એવી વ્યવસ્થા કરવાની હતી. આ માટે મહારાજશ્રીએ કેટલી જહેમત ઉઠાવી હતી, એની તે કેવળ કલ્પના જ કરવી રહી. એમ લાગે છે કે શ્રી પુણ્યવિજયજી મહારાજના દાદાગરને ગુરુ યુગપ્રભાવક મહાપુરુષ શ્રી આત્મારામજી (આચાર્ય શ્રી વિજયાનંદસૂરીશ્વરજી) મહારાજને જ્ઞાનપ્રચાર અને જ્ઞાનોદ્ધારની જે ઉત્કટ ઝંખના હતી, એ પરંપરાનું જ સાતત્ય શ્રી પુણ્યવિજયજી મહારાજે સવાઈ રીતે સાચવી અને શોભાની જાણ્યું હતું.
(૨) જ્ઞાનભંડારોના ઉદ્ધારમાં હસ્તપ્રતોનો ઉદ્ધાર તે સ્વયમેવ સમાઈ જાય છે. આમ છતાં શ્રી પુણ્યવિજયજી મહારાજે હજારે પ્રાચીન જીર્ણ હસ્તપ્રતોને સુરક્ષિત બનાવવા માટે, માતા જેવી મમતાથી, એમની જે માવજત કરી હતી, તેનો જુદો નિદેશ કરવો ઉચિત છે. જુદી જુદી પ્રતોનાં ભેગાં થઈ ગયેલાં પાનાંઓને તપાસી તપાસીને છૂટાં પાડીને એમને સળંગ પુસ્તકરૂપે વ્યવસ્થિત કરવાની, પુસ્તકોનો વિષય સમજી જવાની, છૂટાંછવાયાં પરચૂરણ પાનાંઓને જોઈને એક એક પાનાની ઉપયોગિતા નકકી કરવાની, ફાટી તૂટી કે વળી ગયેલ પ્રતને સરખી કરવાની, પ્રતિમાંના પુસ્તકની મહત્તાને પિછાની જવાની, વિશિષ્ટ મહાપુરુષના હસ્તાક્ષરોને ઓળખી કાઢવાની અને અન્ય સાહિત્યનાં પુસ્તકોની વિશેષતાને પણ પામી જવાની મહારાજશ્રીની ચકોર દૃષ્ટિ, આવડત અને સૂઝ ખરેખર અનોખી હતી. પ્રાચીન પ્રતેિની કિંમત પણ તેઓ બરાબર આંકી શક્તા. આવાં પુસ્તકો વેચનારાઓ પાસેથી તેઓએ જે હસ્તપ્રતો ખરીદાવી હતી એની સંખ્યા હજારે ઉપર પહોંચી જાય
For Private And Personal Use Only