________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી આત્માનંદ પ્રકાશ
અને ધર્મ બન્નેને એક જ આત્મામાં વાસ છે, અને બન્ને એકરૂપ બને છે ત્યારે જ આત્મસાક્ષાત્કાર થઈ શકે છે. - એક મોટા જ્ઞાની કે શાસ્ત્રપારગામી મોટા વિદ્વાન તરીકેની મહારાજશ્રીની સફળતાનો વિચાર કરીએ છીએ ત્યારે પણ એમ જ માનવું પડે છે કે આ પણ જન્મજન્માંતરની નિષ્ઠાભરી શ્રુતભક્તિનું જ સુપરિણામ હેવું જોઈએ.
મહારાજશ્રીએ ધર્મમય જીવન જીવવાની સાથે સાથે આ યુગમાં શાસ્ત્રોના રક્ષક અને ઉદ્ધારક તરીકે જે શ્રુતભક્તિ કરી છે, એનું મૂલ્ય આંકવાનું આપણું ગજું જ નથી. મહારાજજીની ધર્મસાધનાની જેમ એમની જ્ઞાન પાસનાની પણ એ જ વિશેષતા હતી કે એમાં પણ તેઓને મને મારા-તારાપણાના કોઈ ભેદ ન હતો. વિદ્યા માત્ર પ્રત્યે તેઓ સમાન આદરભાવ ધરાવતા હતા અને તેથી જ તેઓ જૈન-જૈનેતર, દેશી-વિદેશી વિદ્દવર્ગની સમાન ચાહના અને ભક્તિ મેળવી શક્યા હતા.
પદ્ધતિસર અભ્યાસ કરવાની તક બહુ ઓછી મળેલી; મોટે ભાગે પોતાના દાદાગુરુ આદર્શ શ્રમણ પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ અને વિદ્યામૂર્તિ ગુરુવર્ય શ્રી ચતુરવિજયજીની છત્રછાયામાં અભ્યાસ અને વિદ્યાકાર્ય સાથે સાથે જ ચાલતાં રહ્યાં. તેઓએ વિદ્યાસાધના અને જ્ઞાન દ્વારા વિવિધ ક્ષેત્રે જે અસાધારણ સિદ્ધિ મેળવી, તે હેરત પમાડે એવી છે.
વેરવિખેર થયેલા પ્રાચીન જ્ઞાનભંડારોના ઉદ્ધારક તરીકે, જૈન આગમો , બીજા શાસ્ત્રીય અને અન્ય પુસ્તકોના ઉદ્ધારક તરીકે અને દેશ-વિદેશના વિદ્વાનોના ઉદાર સહાયક તરીકે દાયકાઓ સુધી મહારાજશ્રીએ જે કામગીરી બજાવી છે, તેને સિકોઈ કૃતજ્ઞતાપૂર્વક ચિરકાળ સુધી સંભારતા રહેશે. તેઓના તથા એમના ગુરુશ્રીના હાથે સંશોધિત-સંપાદિત થયેલા ગ્રંથ સંપાદનવિદ્યાનો ઉત્તમ નમૂનો પૂરો પાડવા સાથે તેઓની સત્યપ્રિયતા અને તલસ્પર્શી અને વ્યાપક વિદ્વત્તાની સાક્ષી ભરતા રહેશે.
મહારાજશ્રીએ શરૂ કરેલ જ્ઞાનોદ્ધારને યજ્ઞ આજે થંભી ગયે! તેઓશ્રીના કાળધર્મથી જૈન પ્રવચનને પડેલી મેટી ખોટ ક્યારે કોના દ્વારા પૂરી થશે એની તો આજે કલ્પના પણ થઈ શકતી નથી. આ ખોટ ભારતીય અને જૈન વિદ્યાના અધ્યયન-સંશોધનની દૃષ્ટિએ વિશ્વખોટ બની રહે એટલી મોટી છે.
પણ આથી નિરાશ થઈને બેસી રહીએ, એ આપણને કઈ રીતે પાલવે એમ નથી. તેઓના જીવન અને કાર્યને નજર સામે રાખીને એ દિશામાં પુરુષાર્થ કરે એ જ એ દિવંગત આત્માને સાચી શ્રદ્ધાંજલિ છે.
એ ધર્મમય જ્ઞાનજ્યોતિને આપણી અનેકાનેક વંદના હે!
“જૈન” સાપ્તાહિક, ભાવનગર; તા. ૧૯-૬-૭
જ્ઞાને દ્ધારનું કપરું કામ
આગમપ્રભાકર મુનિરાજ શ્રી પુણ્યવિજયજી મહારાજ જ્ઞાનોદ્ધારનાં જુદાં જુદાં અનેક ક્ષેત્રે, એકલે હાથે, જે કામ કરી ગયા, તે સાચે જ અચરજ ઉપજાવે એવું વિરાટ છે. અને એનું મૂલ્યાંકન કરવાનું તે આપણું ગજું જ નથી. જેમ જેમ સમય વીતતો જશે તેમ તેમ તેઓશ્રીના કાર્યનું મૂલ્ય જૈન સંઘને અને ભારતીય વિદ્યાના અધ્યયન-સંશોધન ક્ષેત્રે કામ કરતા દેશ-વિદેશના વિદ્વાનોને વધુ ને વધુ સમજાતું જશે અને તેઓના
For Private And Personal Use Only