SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુનિ શ્રી પુણ્યવિજ્યજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક ( દે પરાયું હતું; સૌ એમને મન સ્વજના સમા પ્રિયા હતા અને સૌને એમના નિર્વ્યાજ વાત્સલ્યની ભેટ મળ્યા કરતી. વળી, તેઓ વિચક્ષણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ ભાવના ઊંડા જાણકાર અને સમયને પ્રવાહને સારી રીતે પિછાનનાર હતા. એટલે કંઈક સાધુ-સાધ્વીઓ અને શ્રાવક-શ્રાવિકાઓને માટે તેઓ શિરછત્રરૂપ હતા. તેઓના ધીર અને સાગરગંભીર હૃદયમાં કેટકેટલી વ્યક્તિઓનાં દુઃખ અને વેદના સમાયાં હતાં અને કેટકેટલી વ્યક્તિઓ એમની પાસેથી આશ્વાસન પામતી રહેતી હતી ! તેઓની સંવેદનશીલતા, હિતચિંતા અને સાચી શાણી સલાહ અનેક ચિંતાગ્રસ્ત અને દુઃખી વ્યક્તિઓને માટે દુઃખનિવારણની સંજીવનીની ગરજ સારતી. કોઈ પણ સમુદાયની સાધ્વીજીઓ પ્રત્યેની તેઓની લાગણી તે દાખલારૂપ બની રહે એવી હતી. અનેક સાધ્વીઓને માટે તેઓ ધર્મગુર હોવાની સાથે સાથે ધર્મપિતારૂપ હતા. મહારાજશ્રી પાસે પ્રાચીન હસ્તપ્રત, કળાના ઉત્તમ નમૂનાઓ અને બીજી સામગ્રીને જે વિપુલ અને કીમતી સંગ્રહ થઈ શક્યો હતો તેમાં મહારાજશ્રીની સાધ્વીભગિનીઓએ ગુરુભક્તિ નિમિત્તે મોકલેલ સામગ્રીને હિસ્સો પણ નોંધપાત્ર ગણી શકાય એવે છે. મહારાજશ્રી પ્રત્યે આદર-ભક્તિ ધરાવનાર આ સાવવમાં આજે જે ઊંડું દુઃખ અને નિરાધારી અનુભવે છે, તે ઉપરથી પણ મહારાજશ્રી તેઓના જ્ઞાન-ચારિત્રની આરાધના અંગે અને બીજી બાબતો અંગે, એક મમતાળુ વડીલ તરીકે, કેટલી ચિંતા સેવતા હતા તેનો ખ્યાલ આવી શકે છે. સૌને સ્નેહ, શાંતિ અને સુખની શીતળ છાયામાં આવરી લે એવું, વટવૃક્ષ જેવું વિશાળ એમનું અંતર હતું. આજે એ વાત્સલ્યસભર વડલાની છાયા સદાને માટે સંકેલાઈ ગઈ ! વળી અપ્રમત્તા, નિસ્પૃહતા, નિખાલસતા, સહયતા અને બાળકસહજ સરળતા જેવા અનેક ગુણરત્નોથી તેઓની સાધુતા વિશેષ શોભાયમાન બની હતી. માનવજીવનને સફળ બનાવનારા ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો એમના જીવનમાં સાકાર બન્યા હતા. તેઓની એકેએક વૃત્તિ અને પ્રવૃત્તિમાં આદર્શ માનવતા અને સારામાણસાઈનું રસાયણ જોવા મળતું; અને તેઓ કેવા મોટા માનવ બન્યા હતા એની સાક્ષી પૂરતું. વિશ્વના વિરલ મહામાનમાં મહારાજશ્રીનું સ્થાન સદાય આગળ પડતું અને ગૌરવભર્યું રહેશે એમાં શક નથી. મુનિ શ્રી પુણ્યવિજયજીએ પ્રગટાવી જાણેલી કે જીવી જાણેલી માનવતા હંમેશને માટે માનવ-જન્મની મહત્તાની કીર્તિ - ગાથા સંભળાવતી રહેશે. મહારાજશ્રી ગુણેના સાચા ચાહક અને ગ્રાહક હતા. ગુણગ્રહણ કરવામાં તેઓને સમુદાય, ગ૭, ગણુ, સંપ્રદાય, ધર્મ, સમાજ કે દેશનાં કોઈ સીમાડા કે બંધનો ક્યારેય નડતાં ન હતાં. સાચા હીરાને પારખુ ગમે ત્યાંથી હીરાને સ્વીકાર કરવામાં ક્યારેય સંકોચ કરતો નથીઃ ગુણો પ્રત્યેની મહારાજશ્રીની દષ્ટિ પણ આવી જ ઉદાત્ત અને ઉમદા હતી. અને ગુણની કે સત્યની શોધ કરવા જતાં ક્યારેક પિતાની માન્યતાને ત્યાગ કરવાને કે કડવા સત્યનો સ્વીકાર કરવાનો વખત આવો ત્યારે એવી આકરી કસોટીમાંથી પણ તેઓ અતિ સહજ રીતે પાર ઊતરતા. કદાગ્રહ કે હઠાગ્રહનો અભાવ અને અનાગ્રહી મનોવૃત્તિ એ મહારાજશ્રીની સત્યભક્તિ અને ભવભીરુ વૃત્તિનું જ સુપરિણામ હતું એમ કહેવું જોઈએ. આ ઉપરથી સહેજે સમજી શકાય એમ છે કે જૈનધર્મની અનેકાંતદષ્ટિનું અમૃત મહારાજશ્રીના રોમરોમમાં પ્રસરેલું હતું. તેઓ જીવંત અને પ્રયોગાત્મક અનેકાંતવાદરૂપ જ હતા. * આ તે બધા મહારાજશ્રીના ધર્મમય આત્માને મહિમા થયો. જ્યારે મહારાજશ્રીના જ્ઞાનમય આત્માના વિકાસનો વિચાર કરીએ છીએ ત્યારે જ્ઞાનની તિથી જળહળતા એક વિરાટ વ્યક્તિત્વનાં દર્શન થાય છે. એમ પણ હોય કે જ્ઞાનની આટલી સિદ્ધિ જ આવી ઉત્કટ ધર્મપરાયણતાની પ્રેરક બની હેાય. છેવટે તે જ્ઞાન, For Private And Personal Use Only
SR No.531809
Book TitleAtmanand Prakash Pustak 071 Ank 03 04
Original Sutra AuthorN/A
AuthorJain Atmanand Sabha Bhavnagar
PublisherJain Atmanand Sabha Bhavnagar
Publication Year1973
Total Pages249
LanguageGujarati, Hindi
ClassificationMagazine, India_Atmanand Prakash, & India
File Size94 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy