________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
o]
શ્રી આત્માનંદ પ્રકાશ
પ્રાતઃસ્મરણીય આગમપ્રભાકર મુનિવર્ય શ્રી પુણ્યવિજયજી મહારાજ આવા જ એક જીવનસાધક અને જ્ઞાને પાસક ધર્મપુરુષ હતા. તેઓનું જીવન ધર્મની સર્વમંગલકારી ભાવનાથી સુરક્ષિત અને જ્ઞાનની તિથી, સદાય પ્રકાશમાન હતું. તેઓની જ્ઞાનોપાસના એવી અખંડ અને ઉત્કટ હતી કે તેઓના રોમરોમમાં જાણે સાચા જ્ઞાનની ગુણગ્રાહક અને સત્યચાહક વૃત્તિ સદાય ધબકતી રહેતી હતી; તેઓ સ્વયં જ્ઞાનજ્યોતિ જ હતા.
તેઓશ્રીને થોડોક પણ નિકટને પરિચય થતાં સહેજે મનમાં એક આનંદકારી સવાલ ઊઠતે કે આ મહાપુરુષની સાધુતા વધે કે વિદ્વત્તા વધે ? અને એને એવો જ આહલાદકારી ઉત્તર મળે કે તેઓની સાધુતા વિદત્તાથી વિશેષ શોભાયમાન બની હતી; તેઓની વિદ્વત્તા સાધુતાના પારસપર્શથી વિશેષ કલ્યાણકારી બની હતી; અને આવી વિમળ સાધુતા અને નિર્ભેળ વિદ્વત્તાના સુભગ સમન્વયને લીધે તેઓનું જીવન સમભાવપૂર્ણ, પ્રભાવશાળી અને ઉચ્ચાશયી બન્યું હતું.
શ્રી આગમપ્રભાકરજી મહારાજના યશેજજવલ વ્યક્તિત્વને વિચાર કરીએ છીએ અને એક આદર્શ શ્રમણ શ્રેષ્ઠની ભવ્ય છબીનાં મંગલકારી દર્શન થાય છે. ન કોઈની નિંદા-કૂથલીમાં પડવાનું; ન કેઈના પ્રત્યે વિર કે દેવ ધરવાને; ન કોઈની ઈર્ષ્યા–અદેખાઈ કરવાની; અભિમાન-અહંકારથી સદાય દૂર રહેવાનું; નામના -કીર્તિને મોહ અંતરને અભડાવી કે રંક બનાવી ન જાય એની તેમ જ વિનય, વિવેક અને વિનમ્રતામાં
ક્યારેય ખામી આવવા ન પામે એની સતત જાગૃતિ રાખવાની; નાના કે મોટા, ભણેલા કે અભણ, પાપી કે પુણ્યવંત, સાધુ કે ગૃહસ્થ, શ્રીમંત કે ગરીબ, સ્ત્રી કે પુરુષ સૌ પ્રત્યે સમાન હેત અને આદરભાવ દર્શાવવાને;
પ્રશંસાથી ન કદી કુલાઈ જવાનું કે નિંદાથી ન ક્યારેય વિલાઈ જવાનું; ધર્મજીવન કે સાધુજીવનના પાયારૂપ નિવૃત્તિનું જતન કરીને છળપ્રપંચ કે માયાભાવથી સદાય અલિપ્ત રહેવાનું; રાગ-દ્વેષ, ડંખ કે મારાતારાપણુથી અળગા રહીને નિષ્કપાયપણને જીવન સાથે વણી લેવા સતત પ્રયત્નશીલ રહેવાનું કેઈનું પણ કામ કરી આપવાની પરગજુવૃત્તિ; દીન-દુઃખી પ્રત્યે અપાર અને સક્રિય કરુણ; ઋણસ્વીકારની તત્પરતા આવા આવા અનેક ગુણોની વિભૂતિને લીધે તેઓનું જીવન અપ્રમત્ત સંયતના જીવન જેવું ખૂબ ઉન્નત અને પવિત્ર બન્યું હતું, અને છતાં પિતાને આવા ઉન્નતપણાને કે મેટાપણાને લેશ પણ ખ્યાલ એમના અંતરને સ્પર્શી શક્યો ન હતો, એ બિના મહારાજશ્રીની અંતર્મુખ વનસાધનાની કીર્તિ ગાથા બની રહે એવી છે; એ તેઓની આત્મસાધનાની વિરલ વિશેષતા છે. જન્મજન્માંતરની અખંડ સાધનાને લીધે જાણે અહિંસા, સંયમ અને તપમય જ્ઞાન -ચારિત્રમય ધર્મની આરાધના એમને માટે બિલકુલ સહજ અને સ્વાભાવિક બની ગઈ હતી. એમની આસપાસ સદાય ધર્મભાવનાનું માધુર્ય પ્રસરેલું રહેતું અને એમની પાસે જનારના અંતરને પાવન કરતું.
તેઓનું જીવન તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય અને તિતિક્ષાને વરેલા એક ધર્મગુરનું જીવન હતું; અને છતાં ઉદાસીનતા કે અણગમો એમની પ્રસન્નતાને જરા પણ ઓછી કરી શક્યાં ન હતાં, એ પણ એમની સંયમસાધનાની એક વિશિષ્ટતા જ લેખાવી જોઈએ. ઘરના કે બહારના ગમે તેવા ગંભીર પ્રશ્નો સામે આવીને ઊભા હોય, પરિસ્થિતિ ઘેરી ચિંતા કરાવે એવી હોય કે શરીર અસ્વસ્થ બન્યું હોય, છતાં એમની પ્રસ
નતા ભાગ્યે જ ખંડિત થતી. ગમે તેવા વિષમ સંગોમાં પણ પ્રસન્નતાપૂર્વક પિતાની સંયમયાત્રાને આગળ વધારવાની કળા જાણે તેઓને સહજસિદ્ધ હતી. જેઓએ મહારાજશ્રીની હાસ્ય-ઉલ્લાસ વેરતી પ્રસન્નતાને શેડો પણ અનુભવ કર્યો હશે તેઓ એને ક્યારેય વિસરી નહીં શકે.
અને મહારાજશ્રીના અંતરની વિશાળતા અને ઉદારતા તે મેટા મહેરામણનું સ્મરણ કરાવે એવી હતી–સાચે જ તેઓ દરિયાવદિલ મહાપુરુષ હતા. સૌને માટે એમનાં અંતરનાં દ્વાર ઉઘાડાં રહેતાં; સીકોઈને એમની પાસે સદાય ઉમળકાભર્યો આવકાર મળતો. એમને માટે ન કોઈ પોતાનું હતું કે ન કોઈ
For Private And Personal Use Only