________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ લેખોમાં મહારાજશ્રીના ચિરઅંતેવાસી અને નિકટના સહકાર્યકર પંડિત શ્રી અમૃતલાલ મોહનલાલ ભેજકને “પુણ્ય મૂર્તિનાં કેટલાંક સંસ્મરણ” નામે લેખ અને અમારામાંના એક શ્રી મનસુખલાલ તારાચંદ મહેતાને “થોડાંક સંસ્મરણ” નામે લેખ—આ બે લેખે સીધા મહારાજશ્રીના જીવનપ્રસંગોને લગતા હેવાથી વિશેષ ભાત પાડે એવા તથા વાચનક્ષમ અને રુચિકર બની રહે એવા છે. તેમાંય પંડિત શ્રી અમૃતભાઈના લેખમાં, મહારાજશ્રી જીવનબોધ કરાવવા માટે અવારનવાર અનેક રમૂજી વાર્તાઓ કે ટુચકાઓ કહેતા હતા, એમાંની કેટલીક વાર્તાઓ સંગ્રહાયેલી હોવાથી એ વિશેષ રોચક બનેલ છે. આ સંસ્મરણો નિમિત્તે આવી થોડીક કથાઓ સંગ્રહાઈ એ સારું કામ થયું છે.
અહીં એ જાણવું ઉપયોગી થઈ પડશે કે વિ. સં. ૨૦૨૫ની સાલમાં વડોદરામાં, મહારાજશ્રીની દીક્ષાપર્યાયષષ્ટિપૂતિનો શાનદાર સમારોહ ઊજવવામાં આવ્યા ત્યારે “જ્ઞાનાંજલિ” નામે અભિવાદનગ્રંથ પ્રગટ કરવામાં આવ્યું હતું. આ ગ્રંથમાં જેમ મહારાજશ્રીનાં લખાણોને સંગ્રહ કરવામાં આવેલ છે, તેમ એ ગ્રંથને જ “અભિવાદન” નામે એક ૧૧૬ પૃષ્ઠ જેટલા વિસ્તૃત વિભાગમાં દેશ-વિદેશના વિદ્વાનોએ લખેલા મહારાજશ્રીના જીવન અને કાર્યને અંજલિ આપતા ૪૧ જેટલા લેખો આપવામાં આવ્યા છે. આ “અભિવાદન” વિભાગ જુદા પુસ્તકરૂપે પણ પ્રગટ કરવામાં આવેલ છે.
પુરવણી” નામે છઠ્ઠા વિભાગમાં (૧) પાછળથી મળેલ કઠરાવ વગેરે; (૨) મહારાજશ્રીની હયાતી દરમ્યાનની કેટલીક મહત્વની સામગ્રી, અને (૩) "જ્ઞાનાંજલિ” ગ્રંથમાં નહીં સંગ્રહાયેલાં મહારાજશ્રીનાં લખાણો આપવામાં આવેલ છે.
મુખ્ય છબી–આ વિશેષાંકની શરૂઆતમાં મહારાજશ્રીની એક રંગીન છબી આપવામાં આવી છે. મુંબઈમાં, ભાયખલાના દેરાસરના સભામંડપમાં, શ્રી મહાવીર જૈન વિદ્યાલય તરફથી, તા. ૧૪-૩-૧૯૭૧ના રોજ, “પુનવણુસૂત્ર”ના બીજા ભાગના પ્રકાશનને સમારોહ યોજવામાં આવ્યો હતે. ગ્રંથને પ્રકાશનવિધિ, જાણીતા વિદ્વાન ડે, હીરાલાલજી જૈને કર્યા પછી મહારાજશ્રી ગ્રંથને જોઈ રહ્યા છે એ પ્રસંગની એ છબી છે. આ સમારોહ પછી બરાબર ત્રણ મહિને, તા. ૧૪-૬-૧૯૭૧ના રોજ, મહારાજશ્રી કાળધર્મ પામ્યા ! આ પછી મહારાજશ્રીની તબિયત ઉત્તરોત્તર અસ્વસ્થ થતી ગઈ એટલે કેઈ સમારોહમાં તેઓશ્રીએ હાજરી આપી ન હતી કે જ્યાં તેઓની છબી લેવામાં આવી હોય. એટલે, અમારી જાણ પ્રમાણે, મહારાજશ્રીની આ છેલ્લી છબી જ લેખી શકાય; અને એ પણ તેઓશ્રીની જ્ઞાનસાધનાની તન્મયતાનાં હૃદયસ્પર્શી દર્શન કરાવે એવી ! (આ ત્રણ માસના સમય દરમ્યાન કેઈએ, વ્યક્તિગત રીતે, મહારાજશ્રીની છબી લીધી હોય તે તેની માહિતી અમને, કેટલેક પ્રયત્ન કરવા છતાં, મળી નથી, એથી પણ એમ લાગે છે કે આ છબી પૂજ્ય મહારાજશ્રીની છેલ્લી છબી હેવી જોઈએ.)
ટાયરલ ઉપરનાં ત્રણ ચિત્રો વિશેષાંકના ટાઈટલ ઉપર આગળ બે રંગીન ચિત્રો અને પાછળ એક એકરંગી ચિત્ર આપવામાં આવેલ છે. આગળનાં બે રંગીન ચિત્રોમાં ઉપરના ભાગમાં એક મુનિરાજ ઉપદેશ આપે છે, એવું ચિત્ર છે, તે શ્રી જયકીતિવિરચિત શીલોપદેશમાલાની હસ્તપ્રતના કેટલા પાનામાં દોરેલું ચિત્ર છે. ઈસ્વી સનના આશરે ૧૬માં સૈકામાં લખાયેલ આ હસ્તપ્રત અમદાવાદના સુપ્રસિદ્ધ લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર હસ્તકના પૂજ્ય પુણ્યવિજયજી મહારાજના સંગ્રહમાં છે. એનાં પત્ર ૪૪ છે, અને એને નં. ૨૭૨૧૫ છે. આગળના નીચેના ભાગમાં જે જૂના મૂળાક્ષરોનું ચિત્ર આપવામાં આવ્યું છે, તે પટલી સો-સવા વર્ષ જેટલી જૂની હશે એવું અનુમાન છે. આ પાટલી પણ લા ,
For Private And Personal Use Only