________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋણમુક્તિને અદને પ્રયત્ન
(સંપાદકીય)
ભારતની સંસ્કૃતિમાં ઋષિમુક્તિનો મહિમા બહુ વર્ણવવામાં આવે છે, અને એ માટેના પ્રયત્નને એક પવિત્ર કર્તવ્ય લેખવામાં આવ્યું છે. પોતાના ઉપર ઉપકાર કરનાર વ્યક્તિ તરફની ઊંડી કૃતજ્ઞતાની ભાવનાથી પ્રેરાઈને આભારની લાગણી વ્યક્ત કરવી, અને એમ કરીને હયને ભારમુક્ત બનાવવાને અને પ્રયત્ન કરો એ એની પાછળના ભાવ છે,
પરમપૂજ્યપાદ, આગમપ્રભાકર, મુનિપ્રવર શ્રી પુણ્યવિજયજી મહારાજની સાધુતાથી શોભતી વિદ્વત્તા, વિદ્વત્તાથી ઓપતી સાધુતા, પ્રસન્ન વૈરાગ્યશીલતા, સમતા, સરળતા, સહૃદયતા, નિર્મળતા, વિનોદવૃત્તિ અને પરોપકારપરાયણતાથી તથા જ્ઞાનોદ્ધારની ઉત્કટ વૃત્તિ અને અખંડ પ્રવૃત્તિથી દેશ-વિદેશના વિદ્વાને, જિજ્ઞાસુઓ, અભ્યાસીઓ અને શ્રદ્ધા-ભક્તિશીલ આબાલવૃદ્ધ ભાઈઓ-બહેને કેટલી મોટી સંખ્યામાં ઉપકૃત બન્યાં હતાં, એને ખ્યાલ આ શ્રદ્ધાંજલિ-વિશેષાંક ઉપરથી પણ આવી શકશે.
ભાવનગરની સુપસિદ્ધ વિદ્યાસંસ્થા શ્રી જૈન આત્માનંદ સભાએ પિતાના માસિક મુખપત્ર “શ્રી આત્માનંદ પ્રકાશ”ને “મુનિ શ્રી પુણ્યવિજયજી શ્રદ્ધાંજલિ-વિશેષાંક પ્રગટ કરવાનો નિર્ણય કર્યો, એ આવો જ એક ઋષિઋણમુક્તિને અદને પ્રયત્ન છે. અને સભાના એ પ્રયત્નમાં અમારી નમ્ર ફાળો આપવાને અમને આહલાદકારી સુઅવસર મળે તેને અમે અમારી ખુશનસીબી લેખીએ છીએ. પૂજ્યપાદ પંડારાજશ્રીના ઉપકારનું કણ તે કયારેય ચૂકવી શકાય એમ છે જ નહીં.
આ વિશેષાંકને નીચે મુજબ છ ભાગમાં વહેંચવામાં આવેલ છે –
પહેલા ભાગમાં અમારામાંના જ એક ભાઈ શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ લખેલ પૂજ્ય મહારાજશ્રીના જીવન અને કાર્યને કંઈક સવિસ્તર પરિચય આપવામાં આવેલ છે. અને એની સાથે બે પુરવણીરૂપે મહારાજશ્રીનાં દર ચતુર્માસની યાદી તથા વિપુલ સાહિત્યસેવાની યાદી આપવામાં આવી છે.
બીજા વિભાગમાં વર્તમાનપત્રો અને સામયિકની અંજલિઓ આપવામાં આવી છે. એમાં જુદાં જુદાં સામયિકે માટે વિદ્વાનોએ લખેલ લેખોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
ત્રીજા વિભાગમાં સંધે તથા સંસ્થાઓના ઠરાવો રજૂ કરવામાં આવ્યા છે. આ ઠરાવમાં જૈન સંસ્થાઓ ઉપરાંત અન્ય સંસ્થાઓના ઠરાવોનો પણ સમાવેશ થાય છે, તે ઉપરથી જોઈ શકાય છે કે મહારાજશ્રીએ દેશ-વિદેશના વિગતમાં કેવી ચાહના મેળવી હતી.
ચોથા વિભાગમાં સંસ્થાઓ, સંધે તથા વ્યક્તિઓને કાગળે અને તારામાંથી ખાસ નોંધપાત્ર યોદ્ગારો તારવીને આપવામાં આવ્યા છે. આમાં સંસ્થાઓ અને સંઘનાં લખાણ ઉપરાંત શ્રમણસમુદાય, સાધવીસમુદાય, વિઠાને અને ભાવનાશીલ ભાઈઓ-બહેની લાગણીને વ્યક્ત કરતાં લખાણોને સમાવેશ પણ થાય છે. આની સાથે સાથે બધા તારો તથા કાગળની યાદીઓ પણ આપવામાં આવી છે.
પાંચમે વિભાગ કેટલાક લે અને ડાંક કાવ્યો”એ નામને છે. એમાં મહારાજશ્રી પ્રત્યે આદરભક્તિ દર્શાવતાં સહજ રીતે પ્રાપ્ત કેટલાક લેખ અને થોડાંક કાવ્ય આપવામાં આવ્યાં છે,
For Private And Personal Use Only